________________
એમ સ્પષ્ટ મંતવ્ય રજૂ કર્યું છે. હવે આપણે આ શુભાશુભના છેદનનો ક્રમ શું છે, તે ઉપર ગંભીરતાથી વિચાર કરીએ. સર્વપ્રથમ એ જાણી લેવું જોઈએ કે શુભ અને અશુભનું એકસાથે છેદન થતું નથી. અહીં જે શુભાશુભના છેદનની વાત કહી છે, તે ક્રમિક ભાવે કહી છે. જેમ દિવસ અને વરસ એક સાથે વ્યતીત થતા નથી. દિવસોની મર્યાદા પૂરી થાય, ત્યારે વર્ષ વ્યતીત થાય છે. આ એક સ્થૂળ ઉદાહરણ આપ્યું છે. હકીકતમાં શુભાશુભ છેદનમાં એક નિશ્ચિત ક્રમ શાસ્ત્રકારોએ પ્રદર્શિત કર્યો છે, જે ક્રમ સમજાય તેવો છે.
શુભાશુભ છેદનનો કમ : જીવ જ્યારે નીચી કક્ષામાં હોય છે અર્થાત્ અસંજ્ઞી સુધીની દશામાં હોય છે, ત્યાં સુધી તેના જીવનમાં અશુભની પ્રધાનતા અને અલ્પાંશે શુભનો ભોગ હોય છે, અકામ નિર્જરાના બળે તે જીવ ઉપર આવે છે, ત્યાં પણ જેમ જેમ અશુભ ભાવોનું છેદન થાય છે, તેમ તેમ જીવ ઉપર આવે છે. પુનઃ અજ્ઞાનદશામાં શુભ ભાવોનો ત્યાગ કરવાથી જીવ નીચી ગતિમાં પણ જઈ શકે છે. આમ જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયથી એકેન્દ્રિય રૂ૫ સંસારચક્રમાં શુભાશુભ કર્મના બંધન અને છેદનથી ફરતો રહે છે પરંતુ અકામનિર્જરાથી થતું આ છેદન તે વાસ્તવિક છેદન નથી. તે એક પ્રકારનો કર્મભોગ છે. અશુભકર્મની મુક્તિ થાય અને શુભ જીવ ભવ પામે. પુનઃ રાગ-દ્વેષના કારણે શુભ ભવમાંથી અશુભ ભવમાં જાય. આ અવસ્થામાં પણ શુભાશુભ ભાવોનું છેદન થાય છે પણ તેનું પરિણામ કર્મમુક્તિરૂપ હોતું નથી, તેથી તે છેદનને વાસ્તવિક ગણ્યું નથી. આ છે અજ્ઞાનદશાના શુભાશુભ ભાવોનું બંધન અને છેદન, પણ તેનું ફળ મુક્તિ નથી.
- હવે જ્ઞાનદશામાં આવ્યા પછી જે શુભાશુભ ભાવોના છેદનની કથા છે તે પણ ઘણી જ વિચારણીય છે. જ્ઞાનદશામાં જીવ રમણ કરે, ત્યારે અશુભ કર્મોનો ત્યાગ કરે છે. અશુભ ભાવોનું છેદન કરે છે, ત્યારે તે ક્ષણે શુભભાવોનું છેદન થતું નથી પરંતુ ત્યાં શુભભાવમાં વૃદ્ધિ થાય છે. જેમ જેમ અશુભ છેદાય છે, તેમ તેમ શુભકર્મોમાં વૃદ્ધિ થાય છે. છેદનના ક્રમમાં પ્રથમ અશુભ ભાવનું છેદન થાય છે. હકીકતમાં તે જીવ અશુભ ભાવોનું છેદન કરે છે. અશુભ કર્મો તો વિપાક પ્રમાણે ભોગવાય છે અને ક્ષય પામે છે. જીવ ફક્ત પોતાના ભાવોનું છેદન કરવાનો અધિકારી છે. માટે સિદ્ધિકારે પણ ભાવ છેદનની વાત કહી છે. કર્મનું છેદન તો સ્વાભાવિક ક્રમમાં થતું હોય છે. અને કર્મભોગ પણ ક્રમથી થતાં હોય છે પરંતુ જીવ અશુદ્ધ ભાવોનું છેદન કરી મોહાદિક પરિણામોનો ત્યાગ કરી આગળ વધે છે, ત્યારે શુભયોગ તેના સહાયક થાય છે. અશુભ છેદનની લીલા તે પ્રાથમિક સાધના છે. ત્યારબાદ સૂક્ષ્મ મોહનો પણ પરિહાર થવાથી અને શુભ પ્રત્યેનો પણ રાગ છૂટવાથી બીજા ક્રમમાં શુભભાવોનું પણ છેદન થાય છે. જીવ શુભાશુભ રહિત શાંત અવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યારે શુભભાવો પણ છેદાય છે. આ શુભભાવનું છેદન તે ઉપરની ભૂમિકા છે. શુભ અને અશુભ બંને ભાવ જ્ઞાનવૃષ્ટિએ છેદાય છે. સ્વાભાવિક શુભાશુભ બંને ભાવો છોડવાના છે, શુભાશુભ ભાવો કર્મજન્ય છે, તે જીવના સ્વાભાવિક પરિણામો નથી. જ્યાં સર્વ કર્મોથી જ છૂટવાનું છે, ત્યાં કર્મજન્ય સર્વ ભાવો પણ સહજ છૂટી જાય છે. આ રીતે કર્મ અને કર્મજન્ય સર્વ ભાવો છૂટી જાય, ત્યારે મોક્ષ નીપજે છે.
ssssssssb\\\N
(૩૬૮) ISLLLLS
SSSSSSSSSSSSSS