________________
આમ અનંતકાળ વીતી ગયો છે. આ છે ગાથાનું મંતવ્ય.
અહીં ‘અનંતકાળ' એમ કહ્યું છે, તો હકીકતમાં કાળ દ્રવ્ય તો ક્ષણિક સમયરૂપ છે. કાળ કોઈ નિત્ય, શાશ્વત દ્રવ્ય છે કે નહિ તે બાબતમાં દાર્શનિક ઘણો વિવાદ છે પરંતુ જે ક્ષણિક કાળ છે તે પણ અનંત ક્ષણ રૂપે અસ્તિત્વ ધરાવે છે, તેથી તેને અનંતકાળ કહ્યો છે. આ કાળનો અંત ભૂતકાળમાં ક્યારેય આવ્યો નથી. ભવિષ્યમાં પણ આ કાળનો અંત આવશે નહીં. માટે કાળની જે ક્ષણિક પરંપરા છે, તે પણ ત્રિકાળવર્તી છે.
બૌદ્ધદર્શન “સર્વક્ષણિક” એમ માને છે પરંતુ તેમણે પણ ક્ષણની પરંપરાનો સ્વીકાર કર્યો છે અને આવી ક્ષણ પરંપરા અંતરહિત ભાવથી ચાલતી રહેશે. વિશ્વના બધા પદાર્થો આ ક્ષણિક પરંપરાના પ્રભાવ તળે હોય છે. આત્મદ્રવ્ય પોતાના ગુણધર્મ અનુસાર તે તે કાળમાં તેવા સુખદુઃખનો અનુભવ કરે છે અને શુભાશુભ કર્મના આધારે વ્યવહાર તૃષ્ટિએ કાળને દૂષિત કરે છે. દૂષિત થયેલો જીવ પુનઃ જન્મ મૃત્યુની પરંપરા ચાલુ રાખે છે. હકીકતમાં અનંતકાળ વીત્યો નથી. પણ અનંત જન્મ વીતી ગયા છે. અંત વગરનો કાળ વીતી શકતો નથી પરંતુ જીવે કાળની સાક્ષીએ અનંત જન્મો વિતાવ્યા છે. વીત્યો કાળ અનંત' કહેવાનો મતલબ એ છે કે જીવે અનંતકાળ જન્મ મૃત્યુ રૂપે વિતાવ્યો છે. કાળનો પ્રવાહ તો ચાલુ જ રહે છે, પરંતુ જીવ શુભાશુભ કર્મનું અવલંબન લઈ વ્યર્થ જન્મ મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કરતો રહે છે. આ તેની કર્મભોગની લીલા અનંતકાળની જૂની છે. તેની કોઈ આદિ જણાતી નથી અને જો ભાવ પરિવર્તન ન થાય તો તેનો અંત પણ આવતો નથી.
હવે શાસ્ત્રકાર કહે છે કે જીવ માટે આ મોટું શુભ લક્ષણ છે કે આ પરંપરાથી જીવ મુક્ત થઈ શકે છે. આત્મસિદ્ધિનું પાંચમું પદ મોક્ષની વ્યાખ્યા કરે છે અને સ્પષ્ટ કહે છે કે જેમ કર્મ બાંધવાના અને કર્મ ભોગવવાના જે કાંઈ શુભાશુભ ભાવો છે, તે બંધ અને ભોગ, બંનેમાં જીવ જેમ રમણ કરે છે, તેમ તેમાંથી છૂટી પણ શકાય છે અને છૂટવાનો મુખ્ય ઉપાય ભાવ પરિવર્તન છે. જે શુભાશુભ ભાવોથી કર્મ બાંધ્યા છે, તે શુભાશુભ ભાવોનું છેદન થાય, તો કર્મથી મુક્તિ પણ થાય. આમ સીધું ગણિત કર્યું છે અને દર્શનશાસ્ત્રનો અમર સિદ્ધાંત વ્યક્ત કર્યો છે. જે જે કારણોથી જે જે કાર્યો નીપજે છે, તે તે કારણોનો લય થતાં તે તે કાર્યનો પણ લય અવશ્યભાવિ છે. અર્થાત
RUTમાવત્ લામા ” આ ગાથામાં સંપૂર્ણ વ્યાપ્તિ પ્રગટ કરી છે અને કહ્યું છે કે શુભાશુભ કર્મોથી સંસાર ચાલે છે અને શુભાશુભ કર્મના જવાથી અથવા અભાવ થવાથી સંસારનો અભાવ થાય છે અને મોક્ષ નીપજે છે. શુભાશુભ કારણરૂપી દ્રવ્યથી સંસારરૂપી કાર્ય ઉદ્ભવે છે અને શુભાશુભ કર્મરૂપી કારણનું છેદન થવાથી સંસારનું છેદન થાય છે અને મુક્તિ નીપજે છે. આમ પરસ્પર વ્યાપ્તિ છે, માટે આ સાવ અને અભાવનું ગણિત સ્પષ્ટ અને તર્ક સિદ્ધ છે.
(૧) કારણ છે, માટે કાર્ય છે. (૨) કારણ ભેદાય છે, માટે કાર્ય ભેદાય છે.
આગળના ત્રીજા પદમાં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે “તેહ શુભાશુભ છેદતાં અહીં આ પદમાં શુભાશુભ ભાવનું કે કર્મનું છેદન કરવા માટે પ્રેરણા આપી છે અને છેદન થાય તો મોક્ષ નીપજે
\\\\\\\\\\\\\\\(3
) SSC SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS