________________
તે સંસાર છે પરંતુ આ ભાવો જો છેદાય જાય, નાશ પામે, લય પામે, તો જેમ ધૂમાડો મટી જતાં અગ્નિનું સ્વરૂપ પ્રગટ થાય છે. તે રીતે શુભાશુભ ભાવ તે ધૂમાડો હતો. શુધ્ધ અગ્નિ તે આત્માનો સ્વભાવ છે. ધૂમાડા પરથી નજર હટતાં જ અને જ્ઞાનની પ્રબળતાથી શુભાશુભ ભાવો ઉઘાડા પડી જાય, નિરાળા દેખાય, એટલે જ્ઞાન દ્વારા તે ભાવોનું છેદન થાય છે. આ પ્રથમ છેદન થયા પછી ચારિત્રના પરિણામોથી ફળસ્વરૂપ શુભાશુભ ભાવોનો અભાવ થતાં પૂર્ણ છેદન થાય છે અને એ વખતે જીવાત્માને પોતાનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે. પ્રથમ જ્ઞાનાત્મક દર્શન થાય છે અને ત્યારબાદ મોહાદિ કર્મનો ક્ષય થાય છે. હકીકતમાં જેમ ગાથામાં કહ્યું છે તેમ “ઉપજે મોક્ષ સ્વભાવ” રૂપ સ્વભાવના આનંદની લહેરી પ્રગટ થાય છે. આ આનંદની લહેરી તે મોક્ષનો નમૂનો છે. મુક્તિભાવ પણ ક્રમિક હોય છે. ઘાતિ કર્મોનું છેદન થતાં મોક્ષની ભૂમિકા પ્રગટ થાય છે અને ઘાતિ–અઘાતિ આઠે કર્મોનું છેદન થતાં મોક્ષની ભૂમિકા પૂર્ણ પ્રગટ થાય છે. એક બાજુ વિકારી ભાવોનું છેદન થઈ રહ્યું છે અને બીજી બાજુ અવિકારી ભાવોનું પ્રાગટય થઈ રહ્યું છે. આમ બંને ક્રિયા સમકાલીન થાય છે. આત્માનું જે પ્રાગટય છે તે જ આ ગાથાનું રહસ્ય છે. કર્મનું જવું, તે નિમિત્ત મોક્ષ છે અને સ્વભાવનું પ્રગટ થવું, તે ઉપાદાન મોક્ષ છે. ઉપાદાનની શુધ્ધિ તે જ નિરાળો આનંદ છે. હવે જીવ પદાર્થમય રતિ–અરતિ રૂપ ઉપભોગનો ત્યાગ કરી નિજાનંદરૂપ શુદ્ધ સ્વરૂપનો ભોગ કરે છે, તે જ મોક્ષનો સ્વાદ છે. તે આનંદને પ્રાપ્ત કરવો, તે ગાથાનો મુખ્ય વિષય છે. કર્મનું જવું તે અકર્મની ક્રિયા છે અને સ્વભાવનું પ્રગટ થવું, તે આત્માની ક્રિયા છે. જેમ પાણીમાં તરતો માણસ સ્વયં તરવાની ક્રિયા કરી આનંદ મેળવે છે, તે રીતે આત્મસાગરમાં તરતો જીવ સ્વયં સ્વક્રિયાથી નિશ્ચલ નિરાકૂળ, આનંદનો ઉપભોગ કરે છે. આ છે. ગાથાનો આધ્યાત્મિક રસાસ્વાદ. હવે ગાથાનો ઉપસંહાર કરીએ.
ઉપસંહાર : આ ગાથા છ ભૂમિકાનું આખ્યાન કરે છે. - (૧) અજ્ઞાનદશામાં અનંતકાળ ચાલ્યો ગયો. (૨) આમ થવામાં કારણભૂત કર્મ છે. (૩) કર્મના બે પ્રકાર છે શુભ અને અશુભ અર્થાત્ કર્મો શુભ અને અશુભ સંયોગ ઊભા કરે છે. (૪) શુભાશુભ સંયોગના પ્રભાવથી રાગ–ષાત્મક ભોગભાવ ઊભા થાય છે. (૫) આ કર્મનું છેદન થઈ શકે છે. જો કર્મનું છેદન થાય, તો શુભાશુભ સંયોગથી ઉત્પન્ન થતાં ભાવનું પણ છેદન થાય છે. (૬) આ આખી પ્રક્રિયા પૂરી થતાં મોક્ષ ઉપજે અર્થાત્ મોક્ષ પ્રગટ થાય છે. - આ છ બિંદુ ઉપર આખી ગાથાનું નિર્માણ થયેલું છે. છ એ બિંદુ ઘણા વિસ્તારવાળા અર્થથી ભરેલા છે. જેનું આપણે વિવેચન કરવા પ્રયાસ કર્યો છે. આ છ બિંદુમાં સમગ્ર સંસારભાવ અને તેનાથી છૂટા થતાં મોક્ષભાવ અભિવ્યક્ત થાય છે. ગાથામાં મહત્ત્વપૂર્ણ છે બિંદુમાં વાત એ છે કે સંસારનો ખેલ જીવના ભાવ ઉપર બધો આધાર રાખે છે. ભાવ તે મૂળ ચાવી છે અને જો જ્ઞાનદશા પ્રગટ થાય, તો જીવ આ ચાવીનો ઉપયોગ કરી શકે છે. આ રીતે આ ગાથામાં ઘણા અંશે શંકાનું સમાધાન થયું છે. આગળની ગાથામાં પૂરું સમાધાન કરવામાં આવશે, તેવી અપેક્ષા સાથે અહીં સમાપન કરીએ છીએ.
( ) sssssssssssssssssssss \\\\\\\\\\\\(૩૭૦)\\\\\\\\\\\\\\\\\\\\S
SSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS