________________
ભાવ શબ્દ મૂકીને એક રહસ્યમય તત્ત્વદર્શન કરાવ્યું છે. હવે આ વિષયની એક ચૌભંગી જોઈએ.
(૧) અશુભ કર્મમાં સમભાવ (૨) અશુભકર્મમાં વિષમભાવ (૩) શુભકર્મમાં વિષમભાવ અને (૪) શુભકર્મમાં પણ સમભાવ
(૧) અશુભમાં શુભ (૨) અશુભમાં અશુભ (૩) શુભમાં શુભ અને (૪) શુભમાં અશુભ
આ રીતે ચૌભંગીનો વિચાર કરતાં જણાય છે કે કર્મ જે કાંઈ ફળ આપે, તે વખતે જીવના જે ભાવ ભજવાય છે, તેના આધારે જ જીવ સંસારની વૃદ્ધિ અથવા સંસારનો ક્ષય કરે છે. કર્મભોગ વખતે જે ભાવ આવે છે, તે જ મુખ્ય છે. શુભ અને અશુભ બંને ભાવ જીવના સ્વભાવ પરિણામથી ભિન્ન છે, તે એક હકીકત છે પરંતુ બંનેની વ્યાવૃત્તિ એક સાથે થતી નથી. તે લક્ષમાં લેવાની જરૂર છે. શાસ્ત્રીય ક્રમ આ પ્રમાણે છે – ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનક સુધી ક્રમશઃ અશુભ ભાવો નિવૃત્ત થાય છે અને શુભમાં વૃદ્ધિ થાય છે. આઠમા ગુણસ્થાન પછી અશુભ નિવૃત્ત થયું છે અને હવે શુભભાવોને નિવૃત્ત થવાનો વારો આવ્યો છે. કષાયનો અભાવ અને યોગની સ્થિરતાના કારણે હવે શુભની નિવૃત્તિ થાય છે પરંતુ આ નિવૃત્તિ નવા કર્મના બંધની અપેક્ષાએ છે. પૂર્વમાં બાંધેલા શુભાશુભ કર્મો કેટલાક ખરી જાય છે અને કેટલાક ભોગવાયા પછી નિવૃત્ત થાય છે પરંતુ છેવટે એવું કેન્દ્રબિંદુ આવે છે જ્યાં બંને ભાવ નિવૃત્ત થાય છે અને જીવનો મોક્ષ થાય છે. અહીં જે નિવૃત્તિ અને મોક્ષની વાત કરી છે, તે સાધનાના અંતિમ બિંદુની અપેક્ષાએ છે અને સાથે સાથે શિષ્યની શંકાના સમાધાન રૂપે જીવ જો કર્મનો કર્તા છે, ભોક્તા છે, તો કર્મથી મોક્ષ પણ થાય છે. તેવું સમાધાન આપવા માટે છે પરંતુ પાઠક જો શુભાશુભની નિવૃત્તિનો ક્રમ ન સમજી શકે અને એકાએક બાહ્ય દૃષ્ટિએ ગણાતા શુભકર્મોમાં ઉદાસીનતા ધરાવે, તો તે હકીકતમાં શુભબંધથી મુક્ત થવું, તો દૂર રહ્યું પણ અશુભ ભાવોથી બંધાય જાય છે કારણકે જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી યોગનો સમ્યક્ પ્રકારે પ્રયોગ ન થાય, તો યોગની સાથે પ્રમાદ ભળવાથી અશુભનો. સ્વીકાર થઈ શકે જાય છે, માટે શુભાશુભની નિવૃત્તિ તે આધ્યાત્મિક કક્ષાનો ખૂબ જ ઊંડો વિચાર છે અને કર્મથી મુક્ત થવાય છે, તે જ્ઞાનદષ્ટિએ જાણવાનો વિષય છે.
જ્ઞાનવૃષ્ટિએ જોતાં શુભાશુભ કર્મ નિરાળા છે. કર્મબંધ અને કર્મફળ પણ જીવથી નિરાળા છે. નિશ્ચયાત્મક દૃષ્ટિએ જ્ઞાન કર્મથી મુક્ત છે. શ્રી અમૃતચંદ્રજીએ કહ્યું છે કે “તીવ્રજ્ઞાન વન છિદ્યતે ર્માષ્ટમ્' અર્થાત્ જ્ઞાનરૂપી કરવતથી કર્મરૂપી કાષ્ટ છેદી શકાય છે. આ છે શુભાશુભ કર્મની ભાવરૂપ બીજમુક્તિ. આ બીજરૂપી મુક્તિ પલ્લવિત થતાં મોક્ષરૂપી લતા પાંગરે છે અને જીવ કર્મફળને છોડીને લતાના શાંતિ ફળનો અનુભવ કરે છે. આખી ગાથામાં બહુ સંક્ષેપમાં દ્રવ્ય અને ભાવથી સંસાર અને મોક્ષ બંનેનું સ્વરૂપ પ્રગટ કર્યું છે.
અહીં જે શુભાશુભ ભાવ કહ્યા છે તેનો મર્મ આ પ્રમાણે છે. શુભ કે અશુભ સ્વયં ભાવ નથી પણ શુભ અને અશુભથી જીવમાં પ્રતિક્રિયારૂપે ભાવ ઉત્પન્ન થાય છે. ગાથામાં કાવ્યવૃષ્ટિએ શુભાશુભ ભાવ તેમ લખ્યું છે, અર્થાત્ શુભ ભાવ અને અશુભભાવ એવા બે શબ્દો સંકલિત છે. શુભભાવનો અર્થ એ નથી કે ભાવ સ્વયં શુધ્ધ છે. શુભત્વ તે યોગની ક્રિયા છે પરંતુ આ યોગથી