________________
ગયું છે, મુકત થવું તે જીવનો પોતાનો ભાવ છે. મુકત ન થવું, તે પરભાવ છે, તે કર્મનો ભાવ છે, અર્થાત્ તે સ્વભાવ નથી. મોક્ષ તે સ્વભાવ છે અને કર્મભોગ તે વિભાવ છે. આમ વિભાવ અને સ્વભાવની રેખા ખેંચવાથી મોક્ષ તે સ્વભાવની ક્રિયા છે અને મુકત ન થવું તે વિભાવની ક્રિયા છે.
જ્યાં સુધી શુભાશુભનું છેદન થયું નથી, ત્યાં સુધી વિભાવનું અસ્તિત્વ છે પણ વિભાવને સ્પષ્ટ જાણવાથી જ્ઞાનાત્મક મોક્ષ થાય છે. જ્ઞાનાત્મક મોક્ષ એ જ સમ્યકત્ત્વનું રૂપ છે અને છેવટે કર્મનો આત્યંતિક ક્ષય થતાં જે મોક્ષરૂપી ફળ આવશે, તે ભાવાત્મક મોક્ષ છે અર્થાત્ મોક્ષનું સ્વરૂપ પ્રગટ થાય છે. જે મોક્ષ જ્ઞાનમાં દેખાયો હતો, તે જ મોક્ષનો પ્રત્યક્ષ ઉદ્ભવ થાય, તે ભાવાત્મક મોક્ષ છે.
મોક્ષ થવો તે એક હકીકત છે, મુકિત એ જીવનો સ્વતંત્ર અધિકાર છે. જ્ઞાનના અભાવમાં અને પુરુષાર્થની નિર્બળતાના કારણે કર્મની બેડી જકડાયેલી હતી, પરંતુ જયારે જ્ઞાનનો ઉદ્ભવ થયો, ત્યારે પ્રથમ પક્ષમાં અજ્ઞાનનું છેદન થયું, દ્વિતીય પક્ષમાં મોહાદિભાવોનું છેદન થયું અને મુકિત અર્થાત્ મોક્ષ સ્વતંત્ર રીતે સ્વભાવિક ક્રિયારૂપે પ્રગટ થયો છે. આ છે ગાથાનું રહસ્ય.
પૂર્વમાં આપણે કહી ગયા છીએ તેમ શાસ્ત્રકારે કાળની સાથે કર્મનો સંબંધ જોડ્યો છે પરંતુ કાળ અને કર્મ બંને નિરાળા તત્ત્વો છે. “વીત્યો કાળ અનંત’ એમ કહેવામાં કાળ સાથે કશું લેવા-દેવા નથી. પરંતુ અનંતાનંત કર્મનો ભોગ વ્યતીત થયા છે અને અનંતકાળ જે વ્યતીત થયો છે, તે એક જીવને આશ્રી નથી. અનંતકાળ જે વીતી ગયો છે તેમાં અનંત જીવો મોક્ષે પણ ચાલ્યા ગયા છે. જીવ ઉપર કે કર્મ ઉપર કાળનો પ્રભાવ નથી અને કાળ ઉપર કર્મ કોઈ આધાર રાખતા નથી. અહીં શાસ્ત્રકારે કાળને એક માત્ર સાક્ષીરૂપે મૂક્યો છે. હકીકતમાં તો કર્મના અનંત ફળ, અનંત જન્મ અને અનંત મૃત્યુ વીતી ગયા છે. આ બધા જન્મ જન્માંતરનો સાક્ષી એક કાળ માત્ર છે. જીવે જ આવા જન્મો વીતાવ્યા છે, માટે અહીં કાળ અને કર્મ બંનેનું કોઈ ઐકેય નથી. વ્યવહાર દ્રષ્ટિએ તેનો ઉલ્લેખ માત્ર કર્યો છે અને ટકોર કરી છે કે જીવ જો જાગૃત ન થાય, તો હજુ પણ આવો બીજો અનંતકાળ વીતી શકે છે. જેમ વ્યતીત થયો છે તેમ વ્યતીત કરવો પડશે, તેવો કોઈ નિયમ નથી. જાગ્યા વગર વ્યતીત થયો છે અને નહીં જાગે, તો વ્યતીત થતો રહેશે અને જો જાગશે તો નહીં વીતે. જાગ્યા ત્યારથી સવાર’ સિદ્ધિકારે આમ કાળને વચમાં મૂકીને જાગૃતિનું ઉબોધન કર્યું છે.
“ભાવ” શબ્દનું તાત્પર્ય શા માટે અનંતકાળ વીત્યો? તેના કારણરૂપે શુભાશુભ કર્મ માન્યા છે. પરંતુ હકીકતમાં અશુભ કર્મ અને શુભ કર્મ પ્રત્યેનો રાગ એ મુખ્ય કારણ છે. શુભકર્મ તે જન્મ મૃત્યુનું કારણ નથી પરંતુ શુભકર્મના જે મીઠા ફળ આવે છે, તે ફળ પ્રત્યેનો જે અનુરાગ છે અને તેના કારણે જે કાંઈ અશુભકર્મો થાય છે, તે બંધનનું કારણ છે. તે અનંતકાળના રઝળપાટનું કારણ છે, માટે શાસ્ત્રકારે સાક્ષાત્ શુભાશુભ કર્મને દોષિત ને ગણાવતા તેનાથી ઉપજતા જે ભાવો છે, તેને દોષિત ગણ્યા છે. અશુભ કર્મના ઉદય વખતે પણ જો ભાવ સારા હોય અને સમભાવ હોય તો અશુભ કર્મના ઉદયથી પણ કર્મછેદન થાય છે. શુભકર્મના ઉદય વખતે ભાવ જો આસક્તિમય હોય, તો શુભકર્મ પણ જન્મ મૃત્યુમાં વૃદ્ધિ કરે છે. માટે અહીં શાસ્ત્રકારે
\\\\\\\\\\\\\\\\(૩૬૩) SSSSSSSSSSS
SSSSSSSSSSSSSS