________________
આ ચારે ભંગના ક્રમમાં પ્રથમ ભંગ વિષય-કષાયમાં લીન સામાન્ય જીવોમાં ઘટિત થાય છે. ત્યારપછીના ક્રમમાં સમજી શકાય છે કે અશુભની નિવૃત્તિ, તે સાધનાનો પ્રારંભકાળ છે અને પુણ્યની અર્થાત્ શુભની નિવૃત્તિ, તે સાધનાનો ઉત્તરકાળ છે, અંતે બંનેની નિવૃત્તિ તે સાધનાની
અંતિમકક્ષા છે. ત્યાં શુભાશુભ બંને કર્મનો આત્યાંતિક ક્ષય થવાથી સંપૂર્ણ નિવૃત્તિ થાય છે. આ નિવૃત્તિ તે જ મોક્ષ છે. મોક્ષનું બીજું નામ જ આત્યાંતિક નિવૃત્તિ છે.
ટૂંકમાં અમારો કહેવાનો સાર એ હતો કે શુભાશુભ કર્મની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એક સાથે જોડાયેલી નથી. વ્યવહારમાં શુભશુભકર્મ એક સાથે બોલાય છે પરંતુ તેના બંધનો ક્રમ અને ભોગનો ક્રમ બંને નિરાળા છે અને સૂક્ષ્મરૂપે મૂળમાં મોહની જ હાનિવૃધ્ધિથી શુભાશુભનું નાટક ચાલુ રહે છે. “તેહ શુભાશુભ છેદતાં’ એમ જણાવ્યું છે, તે પદનો અર્થ ઉપરના વિવેચનથી ઘટિત કરવો જોઈએ. અર્થાત્ શુભ અને અશુભનું એક સાથે છેદન થતું નથી. અશુભ છેડાયા પછી જીવ શુભભાવમાંથી વધારે પસાર થાય છે. અશુભનું છેદન થતાં શુભમાં વૃદ્ધિ થાય છે. જીવ જયારે અશુભનું સંપૂર્ણ છેદન કરે છે, ત્યારપછી તે શુભના છેદનનો આરંભ કરે છે. પદમાં લખ્યું છે કે “શુભાશુભ છેદતાં પણ ત્યાં જાણી લેવું જોઈએ કે બંનેનું છેદન એક સાથે થતું નથી. પ્રથમ અશુભનું છેદન થાય છે અને અશુભનું છેદન કરતી વખતે પુણ્યના ગંજ ભેગા થાય છે પરંતુ ત્યારે જીવ તેની પરવાહ કરતો નથી અને અશુભનું છેદન થયા પછી પુણ્યના છેદન માટે તેને કોઈ વિશેષ પ્રયાસ પણ કરવો પડતો નથી. જીવ ઉપરની કક્ષામાં બહુ જ અલ્પ પ્રયાસથી પુણ્યનું છેદન કરે છે. આ રીતે તત્ત્વ સમજવાથી સ્પષ્ટ થાય છે કે અશુભ છેદન અને શુભ છેદનના કાળ ભિન્ન ભિન્ન છે. અશુભનું છેદન અને પુણ્યની વૃધ્ધિ. પુણ્યનું છેદન અને યોગની સ્થિરતા અને અંતે યોગોનો ત્યાગ થતાં શુભ અને અશુભ, બંનેનું સર્વથા છેદન. આમ શુભાશુભની ક્રિયામાં ક્રમ ગોઠવાયેલો છે, તેથી તેહ શુભાશુભકર્મ’ છેદતાં તેમ લખ્યું છે, તે ક્રમ અહીં પુણ્યથી કર્યો નથી પણ પરોક્ષભાવે જૈનદર્શનનો જે ન્યાય છે તે પ્રમાણે કર્મ છેદનનો ક્રમ સમજી લેવાનો છે. શુભ અને અશુભ એક સાથે છોડી શકાતા નથી. માટે અશુભથી નિવૃત થવું, તે મુખ્ય લક્ષ છે અને શુભથી નિવૃત્ત થવું, તે અંતિમ લક્ષ છે. અશુભનું છેદન થવું, તે પ્રાથમિક ભૂમિકા છે. જો જીવ આ શુભાશુભ કર્મનું છેદન સમજી ન શકે, તો સત્કર્મને શુભમાનીને આરંભમાં તેનો ત્યાગ કરવા તૈયાર થાય, તો તે એક પ્રકારે ધર્મનો આરાધક તો થતો નથી પણ વિરાધક થઈ જાય છે. અશુભ કર્મનો કે તેના ફળનો ત્યાગ કરવાથી સામાન્ય રીતે સત્ કર્મો થતાં રહે છે.
મોક્ષ' શબ્દનું દ્વિવિધ સ્વરૂપ : અહીં “ઉપજે મોક્ષ સ્વભાવ' તે લખ્યું છે, તે અંતિમફળ છે. અહીં મોક્ષ શબ્દનો અર્થ એ રીતે ઘટિત થાય છે (૧) જ્ઞાનાત્મક મોક્ષ અને (૨) ભાવાત્મક મોક્ષ. જીવ શુભ અને અશુભ બંને કર્મના ફળ ભોગવી રહ્યો છે. છતાં તે કર્મથી જીવ નિરાળો છે. આ ક્રિયામાં અનંતો કાળ વ્યતીત થઈ ગયો છે છતાં જીવ તેમાંથી મુકત થયો નથી પરંતુ હવે જ્ઞાન થતાં સમજાય છે કે આ શુભાશુભકર્મ અને તેના કડવા—મીઠા ફળ તે સમગ્ર કર્મતંત્ર છે. જો શુભાશુભ બંનેનું છેદન થઈ જાય, તો જીવ નિરાળો થઈ શકે છે આવું નિશ્ચયાત્મક જ્ઞાન થવું, તે જ્ઞાનાત્મક મોક્ષ છે. અર્થાત જ્ઞાનમાં મુકિત છે. મોક્ષનો સ્વભાવ અર્થાત્ તેનું રહસ્ય વૃષ્ટિગત થઈ
\\\\\\\\S(૩૬૨)
..