________________
અને બાહ્ય શુભ સંયોગથી જીવાત્મામાં પ્રતિક્રિયા થાય અને તેનાથી પરિણામરૂપ ભાવ ઉત્પન થાય છે. આ ભાવ લગભગ રાગાત્મક હોય છે અને એ જ રીતે અશુભ સંયોગથી પ્રતિક્રિયા થતાં જે ભાવ થાય છે તે પ્રાયઃ ષાત્મક હોય છે, તો શુભ ભાવ અને અશુભ ભાવ શબ્દને છૂટા પાડીને કારણ-કાર્ય ભાવે વ્યાખ્યા કરવાથી માથાનો મર્મ પ્રકાશિત થાય છે.
તેહ શુભાશુભ છેદતાં.... શુભ અને અશુભ તે કર્મના ફળ છે. શુભ કર્મોથી શુભ સંયોગ અને અશુભ કર્મોથી અશુભ સંયોગ, આ રીતે સંયોગોની સ્થિતિ રચાય છે અને જીવ તેનો સાક્ષી હોવાથી, તેનો ભોક્તા હોવાથી જીવની અંદર ભાવનું પરિણમન થાય છે અર્થાત્ ભાવ જન્મે છે પરંતુ જેમ શુભાશુભ કર્મના યોગથી રાગ-દ્વેષરૂપી ભાવ પરિણમે છે. તે જ રીતે જ્ઞાનદશા થતાં તે ભાવોની નિવૃત્તિ થાય છે. શુભાશુભ કર્મના સંયોગથી હજુ સંયોગોની હાજરી છે પરંતુ હવે જીવમાં તેની રાગ દ્વેષરૂપી પ્રતિક્રિયા થતી નથી. જીવ આ પ્રતિક્રિયાથી નિવૃત્ત થાય છે. શુભાશુભ યોગોથી નિવૃત્ત થવાનો અવસર તો કર્મનો વિપાક થયા પછી આવશે પરંતુ અત્યારે શુભ અને અશુભથી ઉત્પન્ન થયેલા ભાવોમાંથી નિવૃત્તિ થઈ શકે છે. જ્યાં સુધી શુભાશુભ ભાવની નિવૃત્તિ ન થાય, ત્યાં સુધી જે ધ્યાનની પ્રક્રિયા છે, તે આર્તધ્યાનની શ્રેણીમાં આવે છે. શાસ્ત્રકારે આ પ્રતિક્રિયાત્મક ભાવોને આર્તધ્યાન કહીને ચાર ભાગમાં વિભક્ત કર્યું છે. - (૧) ઈષ્ટનો સંયોગ અને તેમાં રાગ (૨) ઈષ્ટનો વિયોગ અને તેમાં ખેદ (૩) અનિષ્ટનો સંયોગ તેમાં ઉપજતો દ્વેષ (૪) અનિષ્ટનો વિયોગ અને તેનાથી ઉપજતી ખુશી.
આર્તધ્યાનના આ ચારેય ભંગથી સ્પષ્ટ થાય છે કે શુભ કે અશુભ દૂષિત નથી. શુભ કે અશુભ એક સંયોગ માત્ર છે અને તે કર્મનું ફળ છે પણ શુભ અને અશુભ સંયોગથી ઉત્પન્ન થતાં જે રાગ-દ્વેષરૂપી ભાવ છે, તે સંસાર છે. શુભ કે અશુભ સંયોગોમાં વિરક્તિ ભાવ બની રહે, તો તે મોક્ષ છે.
ઈષ્ટ અને અનિષ્ટ સંયોગ એક કર્મની પ્રાકૃતિક ક્રિયા છે. તેનાથી ઉત્પન્ન થતાં હર્ષ અને વિષાદ, તે ભાવ છે, વિભાવ છે, તેને દુર્ભાવ પણ કહી શકાય. આ બધા વિપરીત ભાવોથી મુક્ત થવું, તે ભાવમુક્તિ છે પરંતુ યાદ રાખવું ઘટે છે કે આ ભાવમુક્તિ કલ્પનામાત્રથી થઈ શકતી નથી. પરંતુ તે નિરંતર અખંડ સાધના અને અભ્યાસનો વિષય છે અને તેનાથી વધારે સગુરૂની કૃપા તથા તેમનું માર્ગદર્શન કે સાંનિધ્ય ભાવમુક્તિનું પ્રબળ સાધન છે. આ બધા નિમિત્ત સાધનોમાં જીવાત્માનો સ્વયં પુરુષાર્થ, તે ઉપાદાનકારણ છે. ઉપાદાનકારણ પ્રબળ થતાં શુભાશુભ ભાવોની મુક્તિ થાય છે અને અંતે શુભ અશુભ સંયોગ પણ વિલય પામે છે. | શુભ અને અશુભ ક્રિયા તે ભૌતિક ક્રિયા છે. દેહાદિ સાધનો અને બાહ્ય સાધન કે ઉપકરણો છે, તે બધાને જીવની પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાના આધારે શુભ કે અશુભ કહેવામાં આવે છે. પદાર્થો તો પોતાના વર્ણ, ગંધ, રસની પર્યાયથી પરિણામ પામતા હોય છે પરંતુ આ બધા દ્રવ્ય ઉપકરણો જીવને અનુકૂળ હોય, તો શુભ અને પ્રતિકૂળ હોય, તો તે અશુભ કહેવાય છે. જીવના શુભાશુભ ભાવો માટે આ પદાર્થો જવાબદાર નથી પરંતુ જીવમાં જે કાંઈ ભાવો થાય છે, તેના માટે
SSSSSSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSsssssssssss