________________
અભાવાત્મક નિવૃત્તિ છે અને એક ભાવાત્મક નિવૃત્તિ છે. ભાવાત્મક નિવૃત્તિ તે દ્રવ્યનું પોતાનું પરિણમન છે. ચેતન દ્રવ્યમાં આવી નિવૃત્તિ અનંતકાળથી સમાવિષ્ટ છે પરંતુ પ્રવૃત્તિનો આડંબર હોવાથી જ્ઞાન વૃષ્ટિ નિવૃત્તિ સુધી પહોંચતી નથી. પ્રવૃત્તિ તે બાહ્ય પદાર્થોની ક્રિયા છે અને નિવૃત્તિ તે અધ્યાત્મક્રિયા છે. ગાથાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભાવ નિહાળી શકાય તેમ છે. પ્રવૃત્તિ જેમ પ્રમાણભૂત છે, તેમ નિવૃત્તિ પણ પ્રમાણભૂત છે અને નિવૃત્તિનો તો સ્વયં પોતે સાક્ષી છે. આ નિવૃત્તિ અનંત શાતિનું ધામ છે. પ્રવૃત્તિ સાથે અશાંતિ જોડાયેલી છે. જ્યારે નિવૃત્તિ સ્વતઃ શાંતિમય છે. જેમ એકાંતમાં રાખેલું દર્પણ કોઈપણ પ્રકારના પ્રતિબિંબથી નિરાળું રહે છે. પ્રતિબિંબ તે બાહ્ય પદાર્થની ક્રિયા હતી અને અપ્રતિબિંબાત્મક ભાવ, તે દર્પણની પોતાની સંપત્તિ છે. પ્રતિબિંબ પડે ને જાય પરંતુ દર્પણ તેનાથી નિવૃત્ત છે, તેમ આત્મા સનાતન, ચિરંતન, નિવૃત્તિ રૂપ છે, શાંતિનું ધામ છે. આ ગાથામાં આ પરમ નિવૃત્તિના પરોક્ષરૂપે દર્શન કરાવ્યા છે. અને પ્રવૃત્તિના અભાવરૂપ સપ્રમાણ પ્રત્યક્ષ નિવૃત્તિના પણ દર્શન કરાવ્યા છે. “અહો નિવૃત્તિ ! અહો નિવૃત્તિ ! તુમ હી તો મુક્તિ” આ છે ગાથાનો ગર્ભ ભાવ. આટલા આધ્યાત્મિક ભાવોનો સ્પર્શ કરીને આ ગાથાનો ઉપસંહાર કરીએ.
ઉપસંહાર : સંપૂર્ણ ગાથામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ, બંનેને પરસ્પર સાપેક્ષ માનીને શુભાશુભ કર્મને પ્રવૃત્તિના કારણરૂપ માન્યા છે. તે જ શુભાશુભકર્મ ફળ આપતા બંધ થાય. ત્યારે સમજી શકાય, તે રીતે કર્મની મુક્તિ થઈ જાય છે, કર્મથી નિવૃત્તિ થઈ જાય છે, તે વાત કવિરાજે તર્કથી સિદ્ધ કરી છે. અહીં ભૂલવું ન જોઈએ કે શુભ કે અશુભ બંને કર્મ ભોગવાઈને દૂર થતાં કર્મનો મોક્ષ થતો નથી. નવા કર્મ બંધાતા રહે છે માટે શુભાશુભ કર્મનો બંધ થવાની ક્રિયા જ્યારે સંપૂર્ણ અટકે, કર્મરૂપી બીજ ન રહે, ત્યારે જે મોક્ષ થાય છે, તે અનંતકાળ માટે મુક્તિરૂપી ફળ આપનારો છે. જેમ કર્મભોગમાં અનંતકાળ વીત્યો છે, તેમ કર્મનો નાશ થતાં બાકીનો અનંતકાળ મુક્તિ રૂપે ભોગવાશે, તેવો સામ સામે અનંતકાળના બંધનનો છેદ કરવામાં આવ્યો છે. જેનો આગળની ગાથામાં ઉલ્લેખ છે. ગાથાનું તાત્પર્ય એ છે કે કર્મચક્રની ગતિ અને કર્મચક્રનો નિરોધ, બંને શક્ય છે. કર્મચક્રની ગતિ તે સંસાર અને કર્મચક્રની ગતિનો નિરોધ તે મોક્ષ. કર્મચક્ર જેમ અનંતકાળથી ચાલ્યું આવે છે, તેમ નિરોધ થતા અનંતકાળ માટે અટકી જશે. આ છે મોક્ષનું રહસ્ય.. અસ્તુ.
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSઉપ
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS