________________
અને પાપ એવા બે ભાગ કેમ પાડી શકાય ? આમ શુભ ભાવ એક પ્રકારે આરાધ્ય ન હોય તેવી માન્યતા પણ પ્રસારિત થઈ ગઈ છે. જૈનદર્શન સિવાય બીજા એવા ઘણા સંપ્રદાયો છે, જે પુણ્ય માર્ગનો આદર કરતાં નથી અને પુણ્ય પણ બંધન હોવાથી તેને ગ્રાહ્ય માનતા નથી. જ્યારે આ શુભાશુભ કથનમાં એક ઊંડુ રહસ્ય છુપાયેલું છે, જે સમજવા જેવું છે. હકીકતમાં શુભ અને અશુભ એ બંને વિપક્ષી તત્ત્વો નથી. અર્થાત જેમ આપણે બોલીએ કે સાચું અને ખોટું તો બંને શબ્દો બે વિરોધી ભાવને પ્રગટ કરે છે પરંતુ અશુભ અને શુભ આ બંને શબ્દો વિરોધી ભાવ વાળા નથી, તેથી બંનેને એક પલ્લામાં મૂકી શકાય તેમ નથી.
જીવની બે મુખ્ય શક્તિ છે. યોગ અને ઉપયોગ. મન-વચન અને કાયા, તે યોગ છે અને જ્ઞાન-દર્શન–ચારિત્ર તથા કષાયાદિ પરિણામો, તે બધો ભાવ ઉપયોગ છે. યોગ સ્વયં પ્રવૃત્તમાન રહે છે પરંતુ જો તેમાં ભાવની અશુદ્ધતા ભળે, તો યોગો અશુભ થઈ જાય છે અને જ્યારે સાધક આત્મસાધનામાં આગળ વધે, કષાયનો ત્યાગ કરે, મોહ પરિણામોને ઓછા કરે, ત્યારે યોગની પ્રવૃત્તિ શુભ થઈ જાય છે. ઊંડી વાત એ છે કે શુભત્ત્વ તે યોગની પર્યાય છે અને અશુભ તે વિભાવની પર્યાય છે. યોગમાં અશુભપણું નથી અને વિભાવોમાં શુભપણું નથી. આ રીતે શુભ અને અશુભ પરસ્પર વિરોધી ચક્ર હોય તેવું સાબિત થતું નથી. જ્યારે આત્મા સાધક અવસ્થામાં જાય, ત્યારે યોગો શુભ થઈ જાય છે. આમ અશુભત્વ તે કષાયના પરિણામો છે. અને શુભત્વ તે યોગના પરિણામ છે. જીવ જ્યારે ઊંચી અવસ્થામાં જાય છે, ત્યારે યોગો પણ વિરામ પામે છે અને શુભ કર્મના ફળથી પણ નિવૃત્ત થાય છે. બોલવામાં શુભાશુભ એક સાથે બોલાય છે અને વ્યવહાર પણ એ રીતે પ્રસિદ્ધ થયેલો છે. અશુભ કર્મોની અવસ્થા કષાયયુકત છે. શુભકર્મોમાં કષાયની મંદતા હોય છે પરંતુ મંદકષાય તે શુભ નથી, યોગોની પ્રવૃત્તિ શુભ છે. શુભ અને અશુભ બંને કર્મો સમયે સમયે ભિન્ન ભિન્ન ફળ આપે છે. આવા બંને કર્મોનો પ્રવાહ અટકીને સાચી નિવૃત્તિ મળતાં સંપૂર્ણ મોક્ષનો ઉદ્ભવ પણ થાય છે. તે ગાથાનું મુખ્ય રહસ્ય સમજીને શુભાશુભ કર્મની સંપૂર્ણ નિવૃત્તિ પ્રમાણભૂત છે. શુભકર્મના ફળ નિરાળા છે, જ્યારે કર્મ મુક્તિના ફળ નિરાળા છે. જીવ શુભ-અશુભ ભાવોથી મુક્ત થઈ સ્વ-સ્વરૂપને પામે છે, તે ગાથાનું આંતરિક રહસ્ય છે. જેથી હકીકતમાં કર્મબંધન તે સ્વ-સ્વરૂપની દૃષ્ટિએ શુભ નથી, પરંતુ વ્યવહારિક જગતમાં મીઠા ફળ આપે છે, તેનાથી જીવો શાતા પામે છે, દયા અને અહિંસા જેવા સગુણનો ઉદ્ભવ થાય છે. માટે વિપાકની દૃષ્ટિએ તે શુભ છે. આ રીતે વિપાકની દ્રષ્ટિએ જે કર્મો સારું પરિણામ આપે છે, તેને શુભ કહેવામાં આવ્યા છે. ચોર અને સજ્જન બંને મનુષ્ય છે, બંને કર્મો ભોગવે છે પણ ચોરના કર્મો અશુભ હોવાથી કલંકરૂપ છે, સંસાર માટે ત્રાસ રૂપ છે. સજ્જન પણ કર્મ ભોગવે છે પરંતુ તેમાં માધુર્ય હોવાથી, તે ખ્યાતિ પામે છે. આમ કર્મના પરિણામના આધારે કર્મોને શુભ અને અશુભ કહ્યા છે. મોક્ષ સાધનાના આધારે બંને બંધન છે, તેથી તેને શુભાશુભ માનીને અગ્રાહ્ય કહ્યા છે. આ રહસ્યને ન સમજે, તે જીવ પુણ્ય માર્ગનો વિરોધી થવાથી દુર્ગતિ પામે છે.
આધ્યાત્મિક સંપૂટ : આધ્યાત્મિક જગતમાં પ્રવૃત્તિને ભૌતિક માનવામાં આવી છે અને નિવૃત્તિ તે સ્વાભાવિક છે. પ્રવૃત્તિનો અભાવ એટલે નિવૃત્તિ, એવો એકાંત અર્થ નથી. એક
LLLLLLLL૩૫૭) LLLLLLS