________________
તે સામાન્ય પ્રણાલી પ્રમાણે દેવાદિ ગતિમાં ભોગવાય છે પરંતુ વિશેષ પ્રણાલીમાં શુભકર્મના બંધ પણ જીવની વિપરીત ક્રિયાઓથી અશુભ રીતે પરિવર્તન પામે છે અને એવો જીવ શુભકર્મને પણ ભોગવી શકતો નથી અને પોતાના દૂષિતભાવોથી આંતરિક ક્ષેત્રમાં પુણ્યનો નાશ કરી દુર્ગતિ પણ પામે છે. જેમ કે કોઈ તપસ્વીએ ઘણા વર્ષો સુધી ઉત્કૃષ્ટ તપ કરી ઘણા પુણ્યનો બંધ કર્યો પરંતુ જીવનના અંતે રાગદ્વેષમાં ફસાઈને કોઈ એવા અશુભ નિમિત્તને આધીન થઈ જાય, તો આ તપસ્વી પુણ્યના ફળ ભોગવી શકતો નથી અને દુર્ગતિ પામે છે.
ચંડકૌશિક સર્પ આવો જ કોઈ મહાન તપસ્વી સંત પુરુષ હતો. તેણે ઘણા પુણ્ય ઉપાર્જન કર્યા હતા પરંતુ જીવનના અંતે ક્રોધને આધીન થવાથી દુર્ગતિને પ્રાપ્ત કરી કારણ કે તેણે પુણ્ય કરવાના પ્રવાહનો ભંગ કર્યો. આ છે વિશેષ પ્રણાલી. વિશેષ પ્રણાલીમાં ઘણા શુભાશુભ ભાવો સિધ્ધાંતનું ઉત્ક્રમણ કરતા હોય, તેવું દેખાય છે પરંતુ હકીકતમાં શુભનું ફળ શુભ છે અને અશુભનું ફળ અશુભ છે, તે સિધ્ધાંત ખંડિત થતો નથી. એટલા માટે શાસ્ત્રકારે અહીં કહ્યું કે “શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માંય” અર્થાત્ શુભકર્મનું શુભ ફળ મળે છે અને તે જીવ શુભ સંયોગોમાં મૂકાય છે. અહીં ગાથામાં શુભકર્મનું જે ફળ બતાવ્યું છે, તે કર્મની ફળ આપવાની જે મુખ્ય શકિત છે, તે લોકોત્તર શકિતની અપેક્ષાએ બતાવ્યું છે. કર્મની ફળ આપવાની જે મુખ્ય શકિત છે, તે લોકોત્તર છે. અહીં ખાસ ધ્યાનમાં લેવાની વસ્તુ એ છે કે કર્મનું ફળ લૌકિક હોય કે લોકોત્તર હોય, બંને ફળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પર નિર્ભર છે.
કર્મો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના આધારે અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ ઊભા કરે છે અને તે પ્રમાણે શુભકર્મના ફળમાં હાનિ-વૃધ્ધિ થાય છે. એ જ રીતે અશુભકર્મની અશુભતામાં પણ સંયોગ અનુસાર હાનિ વૃદ્ધિ થાય છે. શુભકર્મનું શુભ ફળ ભોગવે, એ સિધ્ધાંત બરાબર છે. પરંતુ વ્યવહારમાં જે કાંઈ વિરોધ જોવામાં આવે છે, તે સંયોગ અનુસાર હોય છે. જો કે આ સંયોગોના મૂળમાં પણ શુભ કર્મ સાથે જોડાયેલા અશુભ અને અશુભકર્મો સાથે જોડાયેલા શુભ કર્મ મિશ્રિત ફળ આપતા હોય છે. તેથી જીવાત્મા એકલા શુભકર્મ ભોગવી શકતો નથી. તેમજ એકલા અશુભ કર્મો પણ ભોગવી શકતો નથી.
હકીકતમાં શુભકર્મોની પ્રધાનતા હોય છે તેને તેવા સ્થાનો મળે છે અને જ્યાં અશુભ કર્મની પ્રધાનતા હોય, તેને તેવા સ્થાનો મળે છે. દેવલોકમાં રહેલા દેવો પણ ઘણીવાર અશુભ કર્મનો ભોગ કરે છે. જેમ કે ચમરેન્દ્રદેવ હોવા છતાં શકેન્દ્ર તરફથી તેને મૃત્યુનો ભય ઉત્પન્ન થયો હતો ઈત્યાદિ. એ જ રીતે નરકમાં રહેલા નારકી પણ કયારેક શુભકર્મને ભોગવે છે. જેમાં પ્રારંભની નરકોમાં નારકી નીચેની નરકો કરતાં ઓછી પીડા ભોગવે છે અને અમુક અંશે તેને પુણ્યકર્મનો આધાર મળે છે પરંતુ શુભાશુભત્વ સંયોગોની પ્રાપ્તિ કર્મના આધારે છે, તે નિશ્ચિત સિધ્ધાંત છે, માટે અહીં ગાથામાં શાસ્ત્રકારે કહ્યું છે કે શુભ કરે, તો શુભ ફળ ભોગવે અને અશુભ કરે, તો અશુભ ફળ ભોગવે, પરંતુ જ્યાં કર્મનો ભોગ છે, ત્યાં નિશ્ચિત કર્મના ઉદયભાવો કામ કરે છે. કર્મરહિત અવસ્થામાં શુભ ભોગ પણ નથી અને અશુભ ભોગ પણ નથી. શુભ અને અશુભ, બંને કર્મનું ફળ છે, તે હકીકત છે, માટે શંકાકાર કહે છે કે કર્મહીન અવસ્થા ક્યાંય નથી, તો કર્મથી
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢܐܬܐ3)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ