________________
જે કાંઈ પુણ્યના બંધ થયા છે તે અંતે સારી ગતિ સુધી પોતાનું ફળ આપશે. સામાન્ય મનુષ્યની માન્યતા એવી છે કે કર્મનું ફળ ભવાંતરમાં જ મળે છે પરંતુ તે સીમિત નથી. કર્મના ફળ ભવાંતરમાં તો મળે જ છે પણ વર્તમાન જીવનમાં પણ તેના સારા કર્મ પોતાને શાંતિ આપે, બીજા પણ લાખો જીવોને સુખરૂપ બને. આમ શુભકર્મ તે વ્યાપક શકિત ધરાવે છે. શુભકર્મની લૌકિક શકિત પણ છે અને લોકોત્તર શકિત પણ છે. જીવ જે કર્મ કરે છે, તેની બાહ્ય જગતમાં પણ પ્રતિક્રિયા થાય છે અને આંતરિક જગતમાં પણ પ્રતિક્રિયા થાય છે. શુભ કર્મની લૌકિક કે બાહ્ય જગતની પ્રતિક્રિયામાં લાખો મનુષ્યના મન મંગલમય બની શકે છે. મન વગરના જીવોને પણ શાંતિ મળે છે. સત્કર્મ એક લૌકિક શકિત ધરાવે છે. જે ક્રિયા જેટલી પ્રબળ હોય, તે પ્રમાણે પ્રભાવ પાથરે છે. તે જ રીતે આ જ શુભકર્મ આંતરિક જગતમાં પ્રતિક્રિયા રૂપે શુભકર્મનો બંધ કરે છે. જેને શાસ્ત્રોમાં પુણ્ય કહેવામાં આવે છે અને આ પુણ્યકર્મ જીવને લોકોત્તર શકિતના પ્રભાવે ઊંચી દેવગતિમાં લઈ જાય છે.
કર્મની લૌકિક–લોકોત્તર શકિત ઃ અહીં શાસ્ત્રકારે કહ્યું છે કે “શુભ કરે ફળ ભોગવે તે વાકયમાં કર્મની બંને શકિતને દ્રષ્ટિગત કરવાની જરૂર છે લૌકિક શકિત અને લોકોત્તર શકિત. વર્તમાન ફળ અને પારંપારિક ફળ. આપણે જેમ કહ્યું તેમ પ્રતિકૂળ સંયોગોમાં શુભકર્મ લૌકિક શુભ ફળ પણ આપી શકતું નથી. જેમ દૂધ પીવાથી મનુષ્યનું સ્વાથ્ય સારું થાય છે પરંતુ સંગ્રહણીના રોગી હોય, તેને માટે દૂધ હાનિકારક બને છે. હકીકતમાં દૂધ હાનિકારક નથી પણ સંયોગ પ્રતિકૂળ છે, તેને માટે દૂધ પણ હાનિકારક બની જાય છે. શુભકર્મની લૌકિક અવસ્થા માટે આપણે ચૌભંગી પ્રસ્તુત કરીએ. (૧) શુભકર્મનું શુભ ફળ : સત્કર્મ અને અનુકૂળ સંયોગ (૨) શુભકર્મનું અશુભ ફળ : સત્કર્મ અને પ્રતિકૂળ સંયોગ અને ભૂતકાળના પાપનો ઉદય (૩) અશુભ કર્મનું શુભફળ : દુષ્કર્મ અને વર્તમાન અનુકૂળ સંયોગો, ભૂતકાળના પુણ્યનો ઉદય (૪) અશુભ કર્મનું અશુભફળ : દુષ્કર્મ અને પ્રતિકૂળ સંયોગ, ભૂતકાળના પાપનો ઉદય
આ રીતે વર્તમાને લૌકિક શકિતમાં કર્મના વિવિધ પરિણામ જોઈ શકાય છે પરંતુ તેમાં શાસ્ત્રકારે જે સિધ્ધાંત બતાવ્યો છે “શુભ કરે ફળ ભોગવે', તે ખંડિત થતો નથી.
હવે આપણે લોકોત્તર શકિત ઉપર વિચાર કરીએ. લોકોત્તર શકિતમાં કર્મનું સૂક્ષ્મ રૂપ બહારથી જાણી શકાતું નથી. જીવાત્માના ભાવ અને તેની શકિતના આધારે કર્મનો બંધ પડે છે. વર્તમાનમાં શુભ દેખાતાં કર્મો પુણ્યનો જ બંધ કરે, તેવું એકાંતે નથી વ્યવહારમાં શુભકર્મ કરનાર વ્યકિતના આંતરિક ભાવો ઠીક ન હોય, તો તે શુભકર્મ બનતું નથી પરંતુ અશુભ કર્મનો બંધ પડે છે તેમજ તે વ્યકિત તેના સારા ફળ ભોગવી શકતો નથી. કર્મનું શુભાશુભત્વ કર્મ કરનારના ભાવો સાથે ઘણો ઊંડો સંબંધ ધરાવે છે. શાસ્ત્રકાર કહે છે કે ભાવ વગરના કર્મો લાંબી સ્થિતિનો બંધ કરી શકતા નથી. એ કર્મો ટૂંકી સ્થિતિમાં ભોગવાય જાય છે. અસ્તુ.
આ એક નિરાળો વિષય છે. આપણે ગાથાના મૂળભાવ ઉપર ધ્યાન આપીએ. શુભ કરે, શુભ ભોગવે. આંતરિક કર્મના હિસાબે આ સિધ્ધાંત સત્ય છે પરંતુ જીવે જે શુભ કર્મો બાંધ્યા છે,
KILL\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૪૭)\\\\\\\\\\\\\\\\\\\SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS