________________
કર્મના બે પ્રકારના ફળ હોય છે. એક સાક્ષાત્ ફળ અને એક કર્મ બંધ થયા પછી કાળાંતરમાં તે જે ફળ મળે છે તે ફળ. સામાન્ય નિયમ એવો છે કે વર્તમાનમાં જે શુભકર્મ કે સતકર્મ હોય, તેના ફળ ભવિષ્યમાં પણ સારી ગતિમાં ભોગવાય છે. વર્તમાનમાં અશુભ કર્મ હોય કે પાપકર્મ હોય, તે ભવિષ્યમાં પણ તે કર્મબંધ થયા પછી અશુભગતિમાં ભોગવવા પડે છે. આ એક સામાન્ય નિયમ થયો. અહીં શાસ્ત્રકારે પણ શુભ કરે ને શુભ ભોગવે, અશુભ કરે ને અશુભ ભોગવે, તેવા બે શબ્દનો ઉપયોગ કર્યો છે. શુભ કરે એટલે વર્તમાનમાં જે સત્કર્મો હોય તેનું સારું પરિણામ આવે, તે મીઠા કર્મો હોય છે. શાસ્ત્રકારે આ કર્મની વર્તમાન સ્થિતિ બતાવી છે. શુભ કરે એટલે સાક્ષાત શુભ પ્રવૃત્તિ કરે, જે કાંઈ સારું કરે, તે કર્મની સાક્ષાત અવસ્થા છે, વર્તમાન અવસ્થા છે. અને શુભ ભોગવે, તે ભવિષ્યકાલીન અવસ્થા છે. આમ શુભ કરે અને શુભ ભોગવે, આ બંને ભાવ સમજાય તેવા છે.
અહીં એ ભાવ અધ્યાર્થ છે કે જીવ જે કાંઈ શુભ કર્મ કરે છે, તેનું તાત્કાલિક સારું ફળ મળે છે. સત્કર્મ કરનાર વ્યકિતને લોકો પૂજે છે. તેના પ્રત્યે સમર્પણ કરે છે અને સત્કર્મથી તેનું જીવન પણ પવિત્ર બની જાય છે. સત્કર્મનો ભોગ કે તેનું મીઠું ફળ ભવિષ્યમાં જ મળે છે, તેમ નથી. વર્તમાનમાં પણ મળે છે અને જીવની સાથે આવા શુભ ભાવો બંધાયેલા છે. જીવને જે શુભકર્મનો બંધ પડયો છે, તે અંતે તેને ઊંચી ગતિમાં લઈ જાય છે. શુભ કરે અને શુભ ભોગવે, તેમાં વર્તમાન અને ભવિષ્ય બંને જોડાયેલા છે. શુભ કર્મ મનુષ્યને પોતાના જીવનમાં જ મીઠા ફળ આપે છે.
અહીં વિચારણીય પ્રશ્ન : ક્યારેક એક વ્યકિતની શુભ પ્રવૃત્તિ કે શુભ કર્મ બીજી વ્યકિતના સ્વાર્થમાં બાધક બનતા હોય, તો તેવી વ્યકિત શુભ કરનારને પણ હાનિ પહોંચાડે છે અને સેવા કરનારને પણ ઘણી વખત કડવું ફળ ભોગવવું પડે છે. વ્યકિત સત્કર્મ કરનાર છે પણ જો તેના સંયોગ પ્રતિકૂળ હોય, તો સત્કર્મ પણ વર્તમાનમાં કડવું ફળ આપી શકે છે. જો કે શાસ્ત્રકારો એમ કહે છે કે સારા કર્મ કરવા છતાં કોઈ વ્યકિત કે કોઈ સંયોગમાં તેને હાનિ પહોંચે, તો તે હકીકતમાં સારા કર્મનું પરિણામ નથી પરંતુ ભૂતકાળના કોઈ પાપ કર્મના ઉદય એ વખતે ઉદયમાન થયા હોય, તો સારું કરનારને તેના પૂર્વના પાપકર્મ હાનિ પહોંચાડે છે. મનુષ્ય બહુ જ ટૂંકી દૃષ્ટિથી વિચારે છે અને બોલે છે કે “હું સહુનું ભલું કરું છું છતાં પણ સહુ મારા દુશ્મન બનીને મારું અહિત કરે છે. આમ બોલવામાં વ્યકિતને લાગે છે કે મારા સારા કર્મથી અહિત થાય છે પરંતુ આ સૈદ્ધાંતિક તર્ક નથી. સારા કર્મો તો મીઠા ફળ આપે જ છે પરંતુ બીજા કોઈ પાપના ઉદયથી અહિત થતું હોય છે. આ હકીકતમાં તો આપણા સિધ્ધિકારે જે કહ્યું છે તે સત્ય છે. શુભ કરે, તે શુભ ભોગવે. અર્થાતું. શુભનું ફળ શુભ જ છે. ચાહે પોતાના વર્તમાન જીવનમાં જ તેના ફળ મળતા હોય ચાહે ભવાંતરમાં દેવાદિક ગતિમાં તેને શુભના ફળ મળે. આ વાકયમાં બહુ ગૂઢ અર્થ છે. “શુભ કરે શુભ ભોગવે” તેનો અર્થ એટલો ટૂંકો કરવાનો નથી. શુભ કર્મનું ફળ ભવાંતરમાં જ મળશે કે દેવલોકમાં જ મળશે તેવું એકાંતે નથી. શુભક્રિયાનું પ્રત્યક્ષ ફળ તુરંત જ મળવાનું શરું થશે અને તે શુભક્રિયાથી
SSSSSSSSSSSSSS(૩૪)SSSSS