________________
ગાથા-૮૮
ઉપોદ્યાત : પાછલી ગાથામાં કર્મફળનું વિવેચન કર્યું છે. હવે અહીં કહેવા માંગે છે કે આ કર્મફળ બે જાતના છે, શુભ અને અશુભ, તેથી ફળનો ભોગ પણ બે જાતનો છે. શુભભોગ અને અશુભભોગ. શુભભોગ તે વિષયજન્ય સુખ આપે છે અને અશુભભોગ તે નૈમિત્તિક અથવા શારીરિક પ્રતિકૂળ વિષયોનું સંવેદન કરાવે છે. સુખ દુઃખના બંને ભાવો જીવને ભોગવવા પડે છે. આ ગાથા શુભાશુભ બંને કર્મનું ફળ છે, તે જે ભોગ્યસ્થાનોમાં ભોગવાય છે તેનું સ્પષ્ટ વિવેચન કરે છે. આ ગાળામાં સામાન્ય રીતે શાસ્ત્રોમાં અને કથાઓમાં જાણીતી વાતનો ઉલ્લેખ કર્યો છે અને શંકાના પક્ષમાં કર્મભોગની આ હકીકત મૂકીને શંકાને પ્રમાણિત કરી છે.
શુભ અને અશુભ બંને શબ્દો વિશ્વ પ્રસિધ્ધ છે, તેથી આ ગાથામાં સહુ સમજી શકે, તે રીતે બંને ભાવનો સ્પર્શ કર્યો છે. મૂળ ગાથાનું ઉદ્ઘાટન કરવાથી તે અધિક સ્પષ્ટ થશે.
શભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાંય,
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત નકયયાા ૮૮ શુભાશુભ કર્મ : વિશ્વમાં કર્મના બે પ્રવાહ છે. તે સારા, નરસા, મંગળ, અમંગળ, શુભ કે અશુભ, બે રીતે પ્રવાહિત થાય છે. કર્મનો મૂળભૂત આધાર યોગ છે. અનંતા જીવો એવા છે કે ફકત કાયાથી જ કર્મ કરે છે. આગળ વધેલા જીવો વચન અને મનોયોગથી કર્મો કરે છે. કર્મ એક ક્રિયાત્મક શકિત છે અને જયાં સુધી દેહ છે, ત્યાં સુધી કર્મ રહેવાના જ છે. કર્મરહિત દેહ નથી અને દેહરહિત કર્મ નથી. આમ જુઓ તો પરસ્પર અન્યોન્ય સંબંધ છે. કાળથી કર્મનો પ્રવાહ નિયમિત થાય છે. બધા કર્મો એક સાથે ફળ આપી શકતા નથી. તેમાં ક્રમિક વિકાસ છે. જીવ પોતાની જીવન શકિત માટે, રક્ષા માટે કે એવા કોઈપણ નિમિત્તે કર્મ કરે છે. કર્મની સાથે જીવના ભાવ પણ જોડાયેલા છે. જેમ યોગની ક્રિયા છે તેમ જીવાત્મામાં ભાવાત્મક ક્રિયા પણ છે. મન કે વાણી ન હોય ત્યારે પણ જીવમાં આ ભાવાત્મક ક્રિયા સૂમરૂપે અસ્તિત્વ ધરાવે છે. જીવ તે ભાવનું અધિષ્ઠાને છે. તે જ રીતે યોગોનું પણ અધિષ્ઠાન છે. જીવ અને યોગ, બંને કર્મનું અધિષ્ઠાન છે. ભાવાત્મક કર્મ અને સ્થૂળ કર્મ, બંને સમતુલા ધરાવે છે. આ ભાવાત્મક ક્રિયાનું કારણ પણ ભૂતકાળના કર્મ જ છે અર્થાત્ કર્મથી કર્મની લીલા ચાલે છે. ભૂતકાળના કર્મો અર્વાચીન કર્મને જન્મ આપે છે. આ છે કર્મની પ્રવાહશૈલી.
કર્મમાં શુભત્વ અને અશુભત્વની સ્થાપના જીવના સાધારણ પરિણામ જોઈને કરવામાં આવી છે. જે કર્મમાં દયાવૃત્તિ હોય, હિંસાનો અભાવ હોય અને સ્વ કે પરના હિતનું ધ્યાન રાખવામાં આવતું હોય, તેને વ્યવહારમાં શુભ કર્મ કહેવામાં આવે છે. જયારે તેનાથી વિપરીત હિંસાદિ કર્મોને અશુભકર્મ કહેવામાં આવે છે. શુભ અને અશુભની વ્યાખ્યા બહુ જ સ્થૂળરૂપે કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ એવો સાક્ષાત્ આધાર નથી કે જેનાથી શુભાશુભ નિશ્ચિત કરી શકાય. કર્મનું જે પરિણામ છે, તે વર્તમાનમાં મંગળકારી અને શુભ હોય, તો ભવિષ્યકાળમાં તે શુભ ફળ આપે છે.
\\\\\\\\\\(૩૪૫)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\S