________________
બંધ કરી છે, પછી તે સહજભાવે ખોલી નાંખે, તો તે પ્રકાશમાં આવી જાય છે અને મુકિતનો આનંદ અનુભવે છે, ત્યાં કર્મનો ભોગ પૂરો થઈ જાય છે. કર્તા, ભોકતા, હર્તા કે મુકત, એ બધા ભાવો પેટી સાથે જોડાયેલા હતા. પેટી ગઈ તો બધુ ગયું. આમ આ ગાથામાં પરોક્ષભાવે એમ કહેવામાં આવ્યું છે કે જીવે કર્મની ચાદર ઓઢી છે અને કહે છે કે મુકિત ન થઈ શકે. પરંતુ મૂળ માં પોતે કર્મજાળથી ન્યારો છે, તેવી આંતર વૃષ્ટિ કેળવે તો પ્રશ્નકારનો પ્રશ્ન ઊભો રહી જાય છે અને અણકથ્થો આત્માનંદ પામી શકે છે. જેમ કોઈ મધુરફળ હોય, તો પણ જ્યાં સુધી તેની ઉપરની છાલનું છેદન કરી રસપાન ન કરે ત્યાં સુધી ફળનું માધુર્ય ફળના ગર્ભમાં રહેલું છે. તે જ રીતે કર્મ ચેતનાના આધારે જીવની વ્યાખ્યા કરે, તો જીવનું માધુર્ય ઢંકાયેલું રહે છે. આ છે આ ગાથાનો આધ્યાત્મિક ભાવ. જેનો આસ્વાદ આપણને આગામી ગાથામાં મળવાનો છે. આટલું કહીને હવે આપણે આ ગાથાનો ઉપસંહાર કરીએ.
ઉપસંહાર : પ્રશ્નકારે ત્રણ બિંદુ ઉપર પ્રશ્ન પ્રગટ કર્યા છે.
(૧) જીવની અનંત ભૂતકાળની અવસ્થા (૨) વર્તમાન અવસ્થા (૩) મુકિતનો અવકાશ નથી.
ગાથામાં ટૂંકમાં એ કહેવામાં આવ્યું છે કે જીવે કર્મ અવસ્થામાં અને ભોગ અવસ્થામાં અનંતકાળ વ્યતીત કર્યો છે, જો કે તેનું કોઈ પ્રમાણ નથી પરંતુ સહજભાવે ભૂતકાળનો આશ્રય લીધો છે અને ભૂતકાળમાં ઘણા સુખદુઃખ ભોગવ્યા છે તેવું મંતવ્ય રજૂ કર્યું છે. તેનું કોઈ પ્રમાણ કે આધાર પ્રગટ કર્યા નથી. બીજુ બિંદુ છે વર્તમાનકાળમાં પણ જીવ આવા જ કર્મભોગ કરી રહ્યો છે. કર્મદોષ તેની સાથે જોડાયેલો છે અને પોતાના કર્મ પ્રત્યે, તેના સારા ફળ માટે તેને રાગ છે અને ખરાબ ફળ માટે હેષ છે. રાગ-દ્વેષથી પણ કર્મને દૂષિત કરે છે. કર્મફળ મળ્યા પછી પણ તે ચૂપ રહેતો નથી. નહીંતર કર્મફળ ખરી પડે અને જીવ મુકત થઈ જાય, તેવું પણ નથી.. વર્તમાનકાળમાં પણ તેના કર્મો અને કર્મદોષ બંને સ્પષ્ટ રૂપે જીવ સાથે જોડાયેલા છે, તે જોઈ શકાય છે. હવે ત્રીજા બિંદુ ઉપર શંકાકાર શંકા પૂરી કરે છે કે ભૂતકાળ અને વર્તમાનકાળ એક સરખા હોય, તો ભવિષ્યકાળ કયાંથી બદલાય ? ભૂતકાળ અને વર્તમાનકાળે જે પાયો નાંખ્યો છે તે જ ભવિષ્યરૂપે પ્રગટ થતો રહેશે. કડવા કે મીઠા બીજ ભૂતકાળમાં વાવ્યા છે અને વર્તમાનકાળમાં અંકુરિત થયા છે, તો ભવિષ્યકાળમાં તે પોતાની કડવાશ કે મીઠાશ કયાંથી છોડી શકે? જેવો ભૂતકાળ, તેવો વર્તમાન અને જેવો વર્તમાન, તેવું ભવિષ્ય, આ કાળ ત્રિપુટીમાંથી જીવ નિરાળો ભાગ કયાંથી ભજવી શકે? આમ કહીને શંકાકારે મોક્ષનો પ્રતિકાર કર્યો છે અને આગળ ની ગાથામાં તે જ વિષયને શંકાકાર પુનઃ પ્રમાણિત કરવા માટે પ્રમાણ રજૂ કરવા માંગે છે.
como