________________
ફકત કાળ છે. હકીકતમાં તો કાળ અને શકિતપ્રવાહની બન્નેની એકવાકયતા છે. કાળ જો અવસર ન આપે, તો મનુષ્ય ક્રિયા કરી શકતો નથી. કાળ એ અભાવાત્મક અવસર આપે છે, જ્યારે શકિત સંચય ભાવાત્મક રૂપધારણ કરે છે. આમ કાળ અને શકિતનો પરસ્પર ખેલ ચાલુ રહે છે અને આ બંને જીવને વિકસિત કરવામાં નિમિત્ત બને છે. આ વિકાસ શ્રેણીમાં કોઈપણ ગુરુ, તપ, જપ કે વ્રત–નિયમ કશું કારણભૂત નથી. પરંતુ જૈનદર્શનમાં જેને અકામ ચેતના કહે છે, તે અકામ નિર્જરાના રૂપમાં કારણ બને છે. અહીં અકામનો અર્થ કોઈ નકામી ન સમજે, અકામનો અર્થ એ છે કે આવી અચેતન જેવી અવસ્થા. અજાગૃત અવસ્થામાં કામનાનો કે ઈચ્છાનો અભાવ હોવા છતાં ઓઘસંજ્ઞારૂપ કામનાથી જીવાત્મા હાનિ-વૃધ્ધિના ભાવોને ભોગવે છે, તેથી તેને અકામ ચેતના કહી છે. આટલું વિવરણ કર્યા પછી પણ મૂળ પ્રશ્નનું સમાધાન મળી શકતું નથી. સમાધાન એટલું જ છે કે વિશ્વસંપત્તિમાં કર્મચેતનાવાળા જીવોનું અસ્તિત્વ છે અને અનંતકાળથી જીવ તે પરંપરા સાથે જોડાયેલો છે. વર્તમાનમાં પણ તેના લક્ષણો દેખાય છે.
આવા અનંતકાળની પર્યાયને આશ્રિત કરીને જ શંકા ઉત્પન કરી છે કે અનંતકાળનું આ કર્મ ચક્ર અટકાવી શકાય તેમ નથી, અટકી શકતું નથી, તે પોતાની રીતે પ્રવર્તમાન છે. દુઃખમુકિત માટે જીવ કર્મચક્રમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ દુઃખમુકિતની સામે સુખતૃષ્ણા ઊભી રાખે છે એટલે વળી તે પાછો ઉલમાંથી નીકળી ચૂલમાં પડે છે. દુઃખમુકિત અને સુખની તૃષ્ણા બંને અવસ્થા ભયંકર છે, તેવું જીવને ભાન થતું નથી. જીવ દુઃખમુકિત ચાહે છે પણ સુખની તૃષ્ણા છોડવા માંગતો નથી. તેને ખબર નથી કે સાયકલના બંને પેડલ ચક્રને ઘૂમાવવામાં કારણભૂત છે, તેમ દુ:ખ મુકિત અને સુખતૃષ્ણા બંને કર્મચક્રને ફેરવવામાં હાથા જેવા છે, માટે મુકિત કયાંથી થઈ શકે ? આ છે શંકાકારની પ્રબલ શંકા. મુકિત થઈ શકે છે અને તે કયા આધારે થાય, તેના કારણો હવે આગળના પદોમાં શાસ્ત્રકાર સ્વયં નિર્દિષ્ટ કરશે, માટે આપણે આ ગાથાના આધ્યાત્મિક સંપૂટને સ્પર્શ કરી વિરમીએ.
- આધ્યાત્મિક સંપૂટ : ખરેખર આ શિષ્યની શંકા નથી પણ એક પ્રકારનું ઉચ્ચકોટિનું ઉદ્ધોધન છે અને તેમાં મુખ્ય પ્રશ્ન રાખવામાં આવ્યો છે. જીવ કર્તા-ભોકતા ભલે હોય પરંતુ તેનો મોક્ષ નથી. હકીકતમાં જીવ કર્તા પણ નથી અને ભોકતા પણ નથી, તેથી તે સ્વયં મુકત જ છે. જો નિર્મળ જ્ઞાન દૃષ્ટિથી કર્મની જાળથી પોતાને અલગ પાડે, તો કતૃત્વ પણ કર્મના પક્ષમાં જ છે અને ભોગપણ કર્મના પક્ષમાં છે છેવટે કર્મ જ મુકત થઈ જાય છે. સ્વયં આ ત્રિપુટીથી નિરાળો રહે, તો તે પોતાના ભૂતકાળ ઉપર દૃષ્ટિપાત કરી શકે છે કે કર્મની ચાદર ઓઢીને વગર કારણે બોજો લઈ અનંતકાળ વ્યતીત કર્યો છે. કોઈ વ્યકિત પેટીમાં સ્વયં પૂરાઈને અંદરથી સ્ટોપર બંધ કરે અને પછી અંધારામાં રહીને અનુભવ કરે કે હું બંધાયેલો છું, પૂરાયેલો છું કે કોઈએ મને પૂર્યો છે. આવા બધા વિકલ્પોથી તે પીડાય છે અને કદાચ એ અંધારી પેટીમાં વીંછી આદિ ઝેરી જંતુ હોય, તો તેના ડંખથી પીડાય છે અને કદાચ ત્યાં કોઈ મીઠી ચીજ રાખી હોય, તો તે ચાખીને આનંદ પણ ભોગવી લે છે પણ અજ્ઞાનદશાના કારણે સ્ટોપર ખોલતો નથી અને બંધની અવસ્થાને
ભોગવે છે. હકીકતમાં તે પૂરાયેલો નથી, તે મુકત જ છે. તેને યાદ આવે છે કે મેં પોતે સ્ટોપર પિપપપપuપડપી પSLSLSLSLSLS(૩૪૩) LLLLLLS