________________
કર્યો છે અને શંકાને સ્પષ્ટ કરી છે. શંકા કરનારને વિનયશીલ શિષ્ય તરીકે ભલે સ્થાપ્યો હોય પરંતુ આ શંકા ઘણી સાર્વભૌમ શંકા છે અને વિશ્વમાં વ્યાપ્ત થયેલા ઘણા મંતવ્ય અને કેટલીક માન્યતાઓને આવરી લે છે. દાર્શનિક રીતે પણ શંકા ઘણી જ મહત્ત્વપૂર્ણ હોય છે. કૃપાળુ ગુરુદેવે જે કાંઈ અમૃત પીધું છે, તેનું સારભૂત તત્ત્વ ગાથામાં પ્રગટ થતું હોય છે. આ ફક્ત ગુરુશિષ્યનો સંવાદ નથી પરંતુ જેણે શાસ્ત્રજ્ઞાન વાગોળ્યા પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા મહાપુરુષોના અનુભવના આધારે વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ભૂમિકા ઉપર ગુરુશિષ્યનો સંવાદ રચાયો છે. ધન્ય છે ! સરળ ભાષામાં ગૂઢભાવોની અભિવ્યક્તિ.
વીત્યો કાળ અનંત : આ માયાવી સંસાર ચાલે છે શા માટે ? શંકાકારે સાંસારિક અવસ્થાનો સ્વીકાર કર્યો છે. પ્રશ્ન એ છે કે અનંતજ્ઞાન અને અનંત શક્તિસંપન ચૈતન્ય દ્રવ્ય ક્યા કારણથી કે ક્યા અપરાધથી સાંસારિક અવસ્થાને ભોગવે છે ? ક્યા કારણથી અવ્યવહાર રાશિ અને એકેન્દ્રિયાદિ અવસ્થાઓ અનંતકાળ સુધી રહી ? ક્યા કારણથી તેને જન્મ-મૃત્યુના દુઃખ ભોગવવા પડયા ? “વીત્યો કાળ અનંત’ એમ લખ્યું છે પરંતુ શા માટે અનંત કાળ સુધી તે સંસારમાં ભટકતો રહ્યો ? આ એક અણઉકેલ્યો કોયડો છે. જે દર્શનો વિશ્વની ઉત્પત્તિ માને છે તે પણ જીવની ઉત્પત્તિ માનતા નથી. વિશ્વ ઉત્પન્ન થાય છે અને જીવ જ્યાં સુધી જન્મમૃત્યુની જાળમાં છે, ત્યાં સુધી કર્મભોગ કરે છે. કર્મભોગ પૂરા ન થયા હોય, તો સૃષ્ટિનો લય થતાં પુનઃ તે જીવો કર્મ સાથે અવ્યક્ત જગતમાં જળવાઈ રહે છે. વ્યક્તિ અવસ્થા વખતે ભક્તિ અને જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યનું અવલંબન કરે, તો મુક્તિ પામે છે. આ દર્શનોની સામે એ જ સવાલ છે કે જીવાત્મા આદિકાળથી શા માટે કર્મમાં સપડાયો છે? આ પ્રશ્નમાં લગભગ બધા દર્શનો મૌન સેવે છે. જૈનદર્શન પણ મૌન છે. ફક્ત એટલું જ કહેવા માંગે છે કે માટીમાં રહેલું અશુધ્ધ સોનું શુધ્ધ કરી શકાય છે, તેમજ અનાદિકાળથી કર્મ સાથે રહેલો જીવ કર્મથી મુક્ત થઈ શકે છે પરંતુ શા માટે અનંતકાળથી કર્મ સાથે ખેલ કરી રહ્યો છે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપતા નથી.
આવા ગંભીર પ્રશ્ન ઉપર ચર્ચા કરવાનો આપણને અધિકાર નથી. આપણા સિદ્ધિકારે પણ આ વાત સ્વીકારી લીધી છે કે “વીત્યો કાળ અનંત” અર્થાત્ અનાદિકાળથી જીવ કર્મ ભોગવે છે અને વર્તમાનમાં પણ આ દોષ ઊભો છે, તેથી પ્રશ્નકાર કહે છે કે મુક્તિ કેવી રીતે થઈ શકે છે ?
ઉપરના મૂળભૂત પ્રશ્નમાં ચિંતન એમ કહે છે કે વિશ્વની પોતાની એક સંપત્તિ છે. છએ દ્રવ્યો વિશ્વના આધારભૂત તત્ત્વો છે. આની સામે એ પણ પ્રશ્ન કરી શકાય કે જડ દ્રવ્યો અનંતકાળ સુધી જડ શા માટે રહે? જડ જેમ ચેતન થતું નથી, તેમ કર્મયુકત આત્મા પણ વિશ્વની સંપત્તિ છે અને તેમાં કર્મ બાંધવાનો અને ભોગવવાનો એક ક્રિયાશીલ યોગ ચાલે છે. આ ક્રિયાયોગ શૂન્યમાત્રાના અસંખ્યાત ભાગથી લઈને વિપુલ શકિત સુધીના ઘણા અવસ્થાન ભોગવે છે. જીવ પોતે જયારે અવ્યવહાર રાશિમાં હતો, ત્યારે તેની શકિત સંચયનો જ ગુણ હતો, તે પણ અવિકસિત અવસ્થામાં હતો. શકિતના આધારે જ્ઞાનચેતનાની પ્રબળતાથી કર્મચેતનાનો એક બિંદુનો અસંખ્યાતમો ભાગ હૃાસ પામે ત્યારે જીવનું રૂપાંતર થાય છે અને તે અવસ્થાંતર કરે છે. આ અવસ્થાંતરની પ્રક્રિયા આગળ વધવામાં અનંતો કાળ વ્યતીત કરે છે. તેની બધી અવસ્થાનો સાક્ષી
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢ(awa)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ