________________
વ્યાપક રીતે સંપૂર્ણ લીલાનો કયારેય પણ મોક્ષ થવાનો નથી. આકાશના આ ફલક ઉપર કાળ દ્રવ્યનું અવલંબન કરીને અનંતાનંત જીવો કર્મનો આશ્રય કરીને કર્તા-ભોકતાનું નાટક ચાલુ રાખવાના છે. વિશ્વ તેનાથી કયારેય પણ મુકત થવાનું નથી. એટલે જ આપણે કહી ગયા કે આ શંકા તે જેવી તેવી શંકા નથી. વિશ્વધોરણે શંકા પ્રમાણભૂત છે અને આ ધોરણનું અવલંબન કરીને જે શંકાકાર થાય ન તેનો મોક્ષ' એમ કહે છે. જયારે મૂળમાં આ સિધ્ધાંત વ્યાપક હોવાથી વ્યકિતગત પ્રમાણભૂત થાય, તેમ ન માની શકાય. ચોર અને શાહુકાર વિશ્વમાં રહેવાના જ છે. ચોરીની પ્રક્રિયા પણ ચાલુ જ રહેશે પણ તેનો અર્થ એમ નથી કે દરેક જીવે ચોર બનવું જ પડશે અને જે ચોર બન્યો છે તે સદા માટે ચોર બની રહેશે, તેમ પણ ન કહી શકાય. વ્યકિતગત ચોર પણાનો લય થઈ શકે છે અને તેમાં નીતિના પણ ગુણો આવી શકે છે પરંતુ વિશ્વસ્તર પર ચોરપણું નાશ પામે તે સંભવ નથી. આટલા વિવેચનથી સમજી શકાય છે કે વ્યાપક સિધ્ધાંત અને વ્યકિતગત સિધ્ધાંત પોતાની રીતે ઘટિત થાય છે. તેને પરસ્પર ઘટિત કરી શકાય નહીં. અહીં જે શંકા કરી છે તે વ્યાપક સિધ્ધાંતને લક્ષમાં રાખીને વ્યકિત ઉપર તેનો આરોપ મૂકવામાં આવ્યો છે અને કર્તા–ભોકતાપણું સદા માટે છે, તો તેમાંથી વ્યકિત કેવી રીતે છૂટો થઈ શકે ? હકીકતમાં શંકાકાર અહીં ભૂલી જાય છે કે કર્તા-ભોકતાનો આ સિધ્ધાંત સદાને માટે વ્યકિત ઉપર ઘટિત થઈ શકતો નથી અને તેથી તે પૂછે છે કે વ્યકિતનો મોક્ષ કયાંથી થાય ?... અસ્તુ.
આ ગંભીર શંકા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે કેટલાક ભકિતદર્શનો વિશ્વ લીલાને ચાલુ રાખવા માટે ઈશ્વરને પણ પુનઃ અવતાર લેવાની વાત કરે છે. બ્રહ્મા સો વર્ષ સુધી સૂઈ જાય છે. ત્યારે નિષ્ક્રિય બને છે, પણ પુનઃ જાગૃત થઈને સંસારને ચાલુ રાખવા કર્તા-ભોકતાનું નાટક રચે છે. આમ વિશ્વસ્તર પર કોઈપણ હિસાબે ભોગભાવ બંધ ન થાય, તેની પણ શાસ્ત્રોએ ચિંતા કરી છે, જયારે તેની અવેજીમાં જૈનદર્શન એમ કહે છે કે ફિકર કરવા જેવું નથી. વિશ્વનાટક તો અનંતકાળ ચાલુ રહેવાનું છે. અમારું એટલું જ મંતવ્ય છે કે જીવની જ્ઞાનચેતના જાગૃત થાય, આ નાટક બંધ કરીને પોતાનું પાત્ર પૂરું કરી વિરમી જાય છે અને અંનત શાંતિનો અનુભવ કરે છે. આ વ્યાખ્યાની સામે શિષ્યભાવે અહીં આત્મસિધ્ધિમાં પ્રશ્ન પૂછાયો છે કે જીવ મુકત થાય તેવી સંભાવના નથી. સદાને માટે જીવ કર્તા-ભોકતા બની રહે છે. તેવું અનુમાન થાય છે અને આ અનુમાન કરવામાં વર્તમાન અવસ્થા કારણભૂત છે. શંકાકારે પણ તેનો નહિ મોક્ષ' એમ કહ્યું છે, તેમાં તેણે અભાવત્મક મોક્ષ સામે રાખ્યો છે. ભાવાત્મક મોક્ષની તો તેને કલ્પના જ નથી. નાસ્તિકદર્શન પણ ભાવાત્મક મોક્ષને જાણતા નથી, તેથી અભાવાત્મક મોક્ષનો પણ વિચાર માંડી વાળે છે. સામાન્ય વ્યવહાર પણ એવો છે કે મનુષ્ય કોઈપણ ચીજનો અભાવ ત્યારે જ સ્વીકાર કરે છે કે જ્યારે તેની જગ્યાએ તેને કોઈ ચીજ મળવાની હોય. ખાલી ઘડા જેવો અભાવ તેને પ્રિય નથી. આત્મસિધ્ધિમાં શંકાકાર મોક્ષનો જે પ્રતિકાર કરે છે તે ખાલી ઘડા જેવો મોક્ષ, તેને અનુકૂળ લાગતો નથી. પરંતુ જ્યારે એ અભાવમાં સદ્ભાવ રૂપી મોતી ચમકે, ત્યારે તેની બુધ્ધિ નિર્મળ થઈ જાય છે પરંતુ તે ઉત્તરપક્ષમાં શાસ્ત્રકાર સ્વયં સ્પષ્ટ કરશે.
અહીં આપણે આટલું ઊંડુ વિવેચન કર્યું છે. તે શંકાના બધા તંતુઓને સમજવા માટે વિસ્તાર
(૩૪૧).