________________
ભોગવાય છે. આમ ક્રિયા અને ક્રિયાનું ફળ, તે કર્તા-ભોકતાના સ્થાને છે. જયારે ક્રિયાનો અભાવ, તે કિતના સ્થાને છે. એટલે હકીકતમાં ત્રણ અવસ્થાના બે જ ભાવ સ્પષ્ટ થાય છે. કર્તૃત્વ અને ભોકતૃત્વ ક્રિયાત્મક છે અને તેનો મોક્ષ અક્રિયાત્મક છે. સામાન્ય તર્ક પ્રમાણે સદ્ભાવ અને અભાવ, એ બંને નિશ્ચિત અવસ્થા છે. ભાવ અને અભાવ કોઈપણ દ્રવ્યની પર્યાયની બે અવસ્થાના સૂચક છે. પર્યાય ઉદ્ભવે ત્યારે ક્રિયાત્મક છે અને લય પામે ત્યારે અક્રિયાત્મક છે. અહીં એક અતિ સૂક્ષ્મ વિચાર સામે આવે છે. એક ક્ષણિક અભાવ અને એક સદંતર અભાવ. પર્યાય ઉદ્ભવી અને ઉપશમી જાય, તે ક્ષણિક અભાવ છે. ઉદ્ભવ અને ઉપશમ બંને ક્રિયા બંધ થાય, ત્યારે સદંતર અભાવ પ્રગટ થાય છે. એટલે અહીં જે મોક્ષ શબ્દ કહ્યો છે, તે સદંતર અભાવનો વાચક છે. શંકાકારને જે અભાવ દેખાય છે, તે ક્ષણિક અભાવ દેખાય છે અને તેથી એ શંકા કરે છે કે જે ક્ષણિક અભાવ થયો છે તે પુનઃ સદ્ભાવ પ્રગટ થતાં પૂરાય જવાનો છે. ભાવનો અભાવ અને અભાવમાં ભાવ. આ ક્રિયા નિરંતર ચાલનારી છે. તેનો સદંતર અભાવ થાય, તેવું માનવાનું કારણ
નથી.
આમ તો આ સામાન્ય શંકા જણાય છે પરંતુ દાર્શનિક દૃષ્ટિએ આ શંકા જેવી તેવી શંકા નથી, આ ગંભીર શંકા છે, તેથી આપણે તેનું પર્યાલોચન કરશું. દ્રવ્યનો નાશ નથી, તો તેનાથી ઉત્પન્ન થતાં ગુણધર્મનો સદાને માટે કેવી રીતે નાશ થઈ શકે ? જડ અને ચેતન બંને દ્રવ્યો અનાદિકાળથી આ રીતે પરિણામ પામતા આવ્યા છે. એક પ્રકારે તેનો નિશ્ચિત ગુણ બની ગયો છે કે જીવ જે કાંઈ કર્મ કરે, તેનું પ્રતિબિંબ જડદ્રવ્ય ધારણ કરે, અર્પણ કરે, અર્થાત ભોગ ભાવ રૂપે અર્પણ કરે, જીવ અને જડ બન્ને દ્રવ્યો મળીને આ કર્મલીલાનું નાટક ભજવ્યા જ કરે છે. તે બંને દ્રવ્યો નાશ પામતા નથી, તો તેના ગુણધર્મોનો નાશ કયાંથી થાય ? અનંતકાળથી તેણે જે ક્રિયા ધારણ કરી છે, તેમાંથી મુકિત કયારે થાય ? દ્રવ્યો શાશ્વત છે, તો તેની આ ગુણધર્મિતા પણ શાશ્વત હોવી જોઈએ. શંકામાં આ પ્રબળ તર્ક આપીને માથામાં શંકાનું મૂળ મજબૂત કર્યું છે. વળ | આ નાટક ચાલું છે, તેનું પ્રત્યક્ષ પ્રમાણ જડ-ચેતનની વર્તમાન અવસ્થા છે. વર્તમાનમાં જે દોષ પ્રગટભૂત છે, તે તેના અનંત ભૂતકાળની સાક્ષી આપે છે. જે જીવ અનંતકાળની યાત્રા કરીને આવ્યો છે, તેનું પ્રત્યક્ષ રૂપ વર્તમાનકાળમાં જોઈ શકાય છે. શાસ્ત્રકારે તેને વર્તમાનદોષ એમ કહીને સંબોધન કર્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ જે વર્તમાન અવસ્થા છે તે દોષ રૂપ ગણી શકાય પરંતુ વ્યવહાર દ્રષ્ટિએ તેને દૂષિત ન કહી શકાય. અહીં કાવ્યમાં જે શબ્દની આવશ્યકતા હતી તે પૂરી કરતાં સિધ્ધિકારે ધાર્મિક વૃષ્ટિએ આખ્યાન કર્યું છે અને વર્તમાન અવસ્થાને દોષ રૂ૫ માની છે. અસ્તુ. - હવે આપણે મૂળ વાત પર આવીએ અનાદિકાળની આ સાંકળ, કર્મ અને કર્મના ફળની કડી, જે ચાલી આવી છે તેનો અભાવ શા માટે માનવો ? તેમાંથી છૂટકારો થાય તેવી કલ્પના શા માટે કરવી ? આવા પ્રકારના ભાવોને જોઈને જ શંકા ઉદ્ભવી છે. જે હકીકત છે તેને લોપી કેમ શકાય? માટે આપણે અહીં શંકાકારનું મૂળ તપાસીએ. વ્યાપક દૃષ્ટિએ શંકા સોળ આના સાચી છે. વિશ્વના સ્તર પર કર્તા ભોકતાની કડી કયારેય બંધ થવાની નથી અને સદાકાળ માટે આ લીલા અટકી જશે, તેવું પણ નથી. વિશ્વની આ લીલા આદિકાળથી ચાલી આવી છે અને અનંતકાળ સુધી ટકશે.
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܐ ܘܕ3)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ