________________
આખો વિષય વિસ્તારવાળો છે. તેથી સામાન્ય પ્રણાલીમાં જીવ કર્મફળ ભોગવે છે પરંતુ વિશેષ ભાવોને વિચારતા તે બહુ ગહન વાત છે. એટલે અમે અહીં સંક્ષેપ કરીને ગાથાની બે મુખ્ય વાત પર ધ્યાન દોર્યું છે અને આત્મસિદ્ધિમાં ચાલ્યા આવતા છ સ્થાનકોમાંથી ચોથા સ્થાનકનો ઉપસંહાર કરી પ્રશ્નકર્તાને સમાધાન આપ્યું છે કે જીવ કર્મફળનો ભોકતા છે અને કર્મફળનો ભોકતા હોય તો જ આગળની ભૂમિકા વિચારણીય બને છે. ઘડામાં પાણી ભર્યું જ ન હોય, તો ખાલી કરવાનો પ્રશ્ન ઊઠતો જ નથી, આટલો ઉપસંહાર કરીને આગળની ગાથામાં જે બીજા કેટલાક પ્રશ્રકારના સવાલ છે, તે સવાલોનું સ્વયં ઉદ્ઘાટન કરે છે.
S
S (૩૩૭) ISLLLSLLLLS
SSSSSSSSS