________________
લઈ જઈને દેહાદિનો આકાર આપી ભોકતા બનાવે છે.
દ્રવ્યોની જે અચિંત્ય શકિત છે, તે તેનું ઐશ્વર્ય છે અને જે ઐશ્વર્ય છે, તે ઈશ્વરનું રૂપ છે. માટે દ્રવ્યો સ્વયં એક પ્રકારે ઈશ્વરનું સ્થાન ભોગવે છે. આ સંપૂર્ણ ગાથા તત્ત્વજ્ઞાનના ઘણા ભાવોનું ગૂઢભાવે ઉદ્ઘાટન કરી ગઈ છે અને ગૂઢ ભાવોને પ્રકાશમાન કરવાનો અવકાશ ધરાવે છે. અહીં શાસ્ત્રકારે સ્વયં ગહન ભાવોનું કથન ન કરતાં સંક્ષેપ કર્યો છે અને ગાથામાં જ કહ્યું છે કે આ ગહન વાત છે, તેથી અમે સંક્ષેપમાં કહીએ છીએ.
આધ્યાત્મિક સંપૂટ : ગાથા ભલે ભોકતા ભાવને સિધ્ધ કરી વિરમી હોય અને ભલે દ્રવ્યનો સ્વભાવ પ્રગટ કર્યો હોય પરંતુ આટલા ભાવ પૂરતી સીમિત નથી. ગાથાનો પ્રવેશ મૂક ભાવે આંતર પ્રદેશને સ્પર્શી જાય છે. કર્મ અને કર્મના ફળ તે એક સદંતર ચાલી આવતી લીલા છે. અજ્ઞાનભાવે જીવ લીલાધર બન્યો છે અને ફળનો ભાર પોતાનો માથે લે છે. એટલું જ નહીં પરંતુ પોતે તેનો અહંકાર પણ કરે છે. આમ એક ત્રિપુટી (૧) અજ્ઞાન દશા (૨) ફળના ભોકતાપણું (૩) અને ફળભોગનો અહંકાર, આ રીતે અજ્ઞાન, કર્મફળ અને અહંકાર, આ ત્રણેય એક પંકિતમાં જોડાઈ જવાથી હકીકતમાં તે આત્મા હોવા છતાં આત્માના બાહ્ય પ્રદેશોમાં પરિભ્રમણ કરે છે. આ ત્રિપુટીને તોડવાની ચાવી જ્ઞાનદશાથી શરૂ થાય છે. મૂળમાં અજ્ઞાનની જગ્યાએ જ્ઞાન પ્રગટ થતાં આ કર્મલીલાનું મૂળ તૂટી પડે છે. કર્મફળ અને અહંકાર હજુ થોડો વખત ટકી રહે છે. જ્ઞાનદશાનો બીજો પ્રહાર અહંકાર ઉપર થાય છે. ત્યારે કર્મલીલાના મૂળ અને મસ્તક બંને છેદાઈ જતાં ધડમાત્ર રહે છે અને હવે તેનો વિપાક થતાં તે ખરી પડે છે. કદાચ બે ચાર જન્મ કેમ વધારે ન થાય પણ તેનો અંત આવ્યે જ છૂટકો છે. હવે આ જ્ઞાનદશાની ચાવી આધ્યાત્મિક સંપૂટનું ઉદ્ઘાટન કરે છે, તેથી આત્મા સ્વભાવમાં રમણ કરે છે, પરિણામ એ આવ્યું કે આત્મા કર્મ– લીલાથી દૂર થઈ, કર્મનો અકર્તા, કર્મનો અભોકતા અને નિરહંકારી બની વિનયશીલતાના દર્શન કરે છે. આ ગાથામાં પરોક્ષભાવે કહેલી આ ૧) જ્ઞાનદશા, ૨) કર્મફળની ઉપેક્ષા અને ૩) કર્તૃત્વ કે ભોકતૃત્વનો નિરહંકાર, આ ત્રિવેણી ભરપૂરભાવે વહેવા માંડે છે. જીવાત્મા તેમાં સ્નાન કરીને નિહાલ થઈ જાય છે, માટે શાસ્ત્રકારે ‘દ્રવ્ય સ્વભાવ' એમ કહીને ચેતન દ્રવ્યોનો સ્વભાવ જાણી લેવા માટે ઈશારો કર્યો છે. વૃક્ષને પાણી પાયા પછી તે પોતાની મેળે પલ્લવિત થતું જાય છે. આ વૃક્ષને હું મોટું કરું છું તેવો અહંકાર ચિત્તમાંથી નીકળી જાય છે. પાણી પાનાર તો એક માત્ર જાણનાર છે કે વૃક્ષ મોટું થઈ રહ્યું છે. જ્ઞાતા સ્વભાવથી એક ઇંચ પણ આગળ જવું, તે પોતાના ક્ષેત્રથી બહાર નીકળી, બીજા દ્રવ્યોમાં પગપેશારો કરવા જેવું મિથ્યા કાર્ય છે. આ છે ગાથાનો આધ્યાત્મિક સંપૂટ.
ઉપસંહાર : ગાથમાં સંક્ષેપ કરીને મુખ્ય બે વાત કહેવામાં આવી છે કે ભોગના બધા વિશેષ સ્થાનકો સ્વયં રચાયેલા છે અને તે સ્થાનમાં અર્થાત્ જીવ તેવા શરીરમાં નિવાસ કરી કર્મફળ ભોગવે છે અને આ કર્મફળ ભોગવવા માટે કોઈ બાહ્ય નિયામકની જરૂર નથી પરંતુ દ્રવ્યો સ્વયં પરિણામ પામવાની શકિતવાળા હોવાથી પોતાની શિતના આધારે ફળ આપે છે. ફળ ભોગવવામાં જીવને બાધ્ય કરી શકે છે અર્થાત્ એકાંત બાધ્ય કરે તેવો નિયમ નથી. તેમાં ઘણા કેન્દ્રબિંદુ હોવાથી
(339