________________
ટકાવવા માટે જીવાત્મા પૂરો જવાબદાર પણ છે. અહીં સિદ્ધિકાર કહે છે કે હે ભાઈ ! આ ઘણી જ ગહન વાત છે. જીવ અને કર્મનો બધી રીતે બુદ્ધિગમ્ય ફેંસલો કરવો તે ઘણું જ કઠિન કાર્ય છે. કદાચ આ સંબંધને પ્રગટ કરવા માટે શબ્દો પણ પર્યાપ્ત ન મળે. છતાં પણ તટસ્થ બુદ્ધિથી વિચારે અને જીવાત્મા શ્રધ્ધાયુકત હોય, તો અમુક અંશે આ ગહન વાત સમજાય તેવી છે. આટલું કહીને સિદ્ધિકાર અહીં વિરમ્યા છે. ભોકતાપણાના ભાવને સિધ્ધ કર્યા પછી હવે વધારે ઊંડાઈમાં ન ઉતરતા સ્વયં કહે છે કે આ વાત સંક્ષેપમાં કરી છે. જો જીવની પાત્રતા હોય તો સમજી શકે છે. અન્યથા સંક્ષિપ્ત વાતને વિસ્તારપૂર્વક સમજીને પાત્રતાના અભાવે ધારણ ન કરી શકે અર્થાત્ પાત્ર ન હોય તો સંક્ષેપ પણ તેના માટે ઉપયોગી નથી, તો વિસ્તાર તો સમજે જ કયાંથી?
અચિંત્ય શકિત : જેમ પુગલમાં વર્ણ, ગંધ, રસ, પરિણામ ઈત્યાદિ ગુણધર્મો છે પરંતુ પુદ્ગલ દ્રવ્ય એટલા પૂરતું જ સીમિત નથી. જૈનશાસ્ત્રોમાં બહુ પ્રયોજન ન હોવાથી પુગલની અચિંત્ય શકિતનો વિચાર ઓછો કર્યો છે પરંતુ જેમ જીવમાં કે આત્મામાં અનંત શકિત છે, તેમ પરમાણમાં પણ અનંત શકિત છે. આ ઉપરાંત આકાશ દ્રવ્ય પણ અન્ય દ્રવ્યને સમાવિષ્ટ કરવામાં કે પ્રવાહિત કરવામાં કલ્પનાતીત અવકાશ આપે છે, એ જ રીતે કાલ સ્વયં દ્રવ્ય ન હોવા છતાં પોતાના અખંડ સમય પ્રવાહથી સમગ્ર વિશ્વને પોતાની મુઠ્ઠીમાં રાખે છે. દ્રવ્યોની જે અચિંત્ય શકિત છે, તે આત્માની અચિંત્ય શકિત સાથે કોઈને કોઈ કેન્દ્રબિંદુ ઉપર સમયોગ ધરાવે છે. માનો કે પુદ્ગલમાં પણ એક ચેતના છે અને તેનું પોતાની શકિતનું જાગરણ અભૂત રીતે શેયભાવે જ્ઞાનનો વિષય બનીને જ્ઞાન સાથે તાદાભ્ય ભાવ ધરાવે છે. આથી જ દર્શનશાસ્ત્રોમાં જ્ઞાતા-જ્ઞાન અને શેય બધાને એક રૂપ માન્યા છે અને ત્યાં જે ચૈતન્યશકિત છે, તે પુદ્ગલમાં પ્રવાહિત થઈ સંસ્કાર રૂપે પોતાની સ્થિતિ કાયમ કરે છે. આજના વૈજ્ઞાનિક જગતમાં તો આ નિયમ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. વ્યકિત જ્ઞાનપૂર્વક જે ભાષા બોલે છે, તેવા જ સ્વરમાં તેવા જ હાવભાવ સાથે યંત્ર તેને ગ્રહણ કરીને પુનઃ ટેપરેકોર્ડ દ્વારા હૂબહૂ બોલે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવની અચિંત્ય શકિત પુદ્ગલની ગૂઢશકિત સાથે ઊંડો સંબંધ ધરાવે છે.
કર્મમાં કર્મશકિત કેવી રીતે આવી, તેનું સમાધાન આ સિધ્ધાંતથી મળી શકે છે. કર્મ સ્વયં પુદ્ગલ હોવા છતાં જીવના શુભાશુભ ભાવોને પોતામાં સમાવિષ્ટ કરે છે. જો કે અહીં પ્રશ્ન એ રહી જાય છે કે કર્મનો કર્તા કર્મ કરવામાં રાજી છે પરંતુ અશુભ કર્મ ભોગવવામાં રાજી નથી તો કર્મમાં ફળ આપવાની શકિત કયાંથી આવી ? આ પ્રશ્નનો જવાબ ઉપર્યુકત અચિંત્ય શકિતના આધારે મળી રહે છે. કારણે કે પુદ્ગલ સર્વથા પરાધીન નથી. આગ ઉત્પન્ન કરવામાં ભલે વ્યકિત નિમિત્ત હોય પરંતુ ઉત્પન્ન થયેલી અગ્નિ બાળવા માટે સ્વતંત્ર છે. તે કોઈની પ્રતિક્ષા કરતી નથી. તો ફળ આપવાની શકિત તે કર્મની અચિંત્ય શકિત છે અને તે સ્વતંત્ર છે. જો કર્મને કર્મરૂપે નાશ કરવામાં ન આવ્યા હોય, તો પરિપાક થતાં તે ફળ આપવાની અચિંત્ય શકિત ધરાવે છે, તેથી કર્મ ફળ આપવા તત્પર બને છે અને જીવ તેનો ભોકતા બને છે. આ ફકત પુગલની શકિત નથી પરંતુ તેની સાથે આકાશ અને કાળ ઈત્યાદિ દ્રવ્યો સાક્ષીરૂપે ભરપૂર સહાયક બન્યા હોય છે. લોકાકાશમાં ભોગ્યસ્થાન ગોઠવાયેલા છે અને ત્યાં કર્મ જીવને ભિન્ન ભિન્ન રૂપે અનુપૂર્વીપૂર્વક