________________
..' પદઃ પાંચમુંઃ “મોક્ષ છે શંકા-સમાધાનઃ ગાથા-૮૦ થી ૧
ગાથા-૮૦
આ ઉપોદ્ઘાત ? આત્મસિધ્ધનો મૂળ પ્રવાહ લક્ષવેધી છે, જેથી હવે પછીની ગાથામાં મુખ્ય લક્ષ તરફ ધ્યાન આપીને તેમાં જે કાંઈ અવરોહની શંકા છે તેનું શંકારૂપે પ્રદર્શન કર્યું છે. સામાન્ય મનુષ્યની બુધ્ધિ જે દ્રશ્યમાન વર્તમાન પ્રણાલી છે, સુખદુ:ખની પરિસ્થિતિ છે, તેને કાયમી માની લેવા માટે પ્રેરાય છે અને સામાન્ય બુધ્ધિ એમ સ્વીકારે છે કે આ વિશ્વતંત્ર આમ જ ચાલતું રહેવાનું છે, તેમાંથી કોઈ મુકત થઈ શકતો નથી. ઘાણીનો બળદ મરે, ત્યાં સુધી ઘાણી જ પીલતો રહે છે. તેની મુકિત કયાંથી થાય? આવો એક સહજ પ્રશ્ન આ ગાથામાં પણ અવરોધ ઊભો કરે છે, અહીં એક શિષ્યની શંકારૂપે તેની અભિવ્યકિત કરી છે. આપણે હવે આ શંકાને ગાથા દ્વારા સ્પષ્ટ કરીએ.
કત ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; I
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ ૮૦ના શંકાનું પ્રતિપાદન કરવાની સાથે શાસ્ત્રકારે મુખ્ય લક્ષનો ઉચ્ચાર કર્યો છે અને તે છે મોક્ષ. મોક્ષને સામે જ રાખીને જ આ શંકાનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે. કવિરાજે અહીં સૈકાલિક અવસ્થા અને વર્તમાન અવસ્થા બંનેનો પ્રતિભાસ આપીને વર્તમાન અવસ્થાને સૈકાલિક અવસ્થા માટે જવાબદાર માની લીધી છે અને જે વર્તમાન દેખાય છે, જે પ્રત્યક્ષભૂત અવસ્થા છે, તે તેની સૈકાલિક અવસ્થાની સાક્ષી આપે છે. ગાથાના છેલ્લા પદમાં વર્તમાન દોષનો ઉલ્લેખ કર્યો છે. સાંગોપાંગ ભાવ એ નીકળે છે કે જીવ કર્તા અને ભોકતા છે, તે ભલે હોય પરંતુ તેમાંથી તેનો છૂટકારો થતો નથી. છૂટકારા માટે મોક્ષ શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીં ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે મોક્ષ શબ્દ કેવા અર્થમાં વપરાયો છે. સાધારણ છૂટકારો અથવા કોઈ ક્રિયાનો અભાવ, તે પણ મોક્ષ છે અને મુકત થયા પછી જે શાશ્વત સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે પણ મોક્ષ છે, જીવની સામે મોક્ષનું જે વિધિરૂપ આવે છે, તે ભાવાત્મક મોક્ષ છે. પાપ ક્રિયાથી છૂટવું, તે અભાવાત્મક મોક્ષ છે અને જ્ઞાનમાં રમણ કરવું, તે ભાવાત્મક મોક્ષ છે, બંને ક્રિયા સાથે જોડાયેલી છે. જેમ કોઈ માણસ બિમાર હોય અને ઉચ્ચ કોટિનું ઔષધનું સેવન કર્યા પછી તેની રોગથી મુકિત થાય અને નિરોગીપણાનો આનંદ અનુભવે છે. અહીં ઔષધ સેવનથી બંને પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. રોગની મુકિત તે અભાવાત્મક લાભ છે અને આનંદની અનુભૂતિ, તે ભાવાત્મક લાભ છે. અભાવાત્મક અને ભાવાત્મક, બંને પ્રકારના લાભનો પારસ્પરિક ક્રમાત્મક સંબંધ છે. અભાવથી ભાવ થતો રહે છે.
દર્શનશાસ્ત્રોમાં ભાવ અને અભાવની પ્રચંડ ચર્ચા છે. કેટલાક દર્શન અભાવને પણ એક તત્ત્વ માને છે. જૈનદર્શનમાં પણ ચારે પ્રકારના અભાવનું નિદર્શન કરવામાં આવ્યું છે. કોઈપણ
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܛܠܠܛ(338)ܠܠܠܠܠܠܠܠܠ