________________
SSSSSSSSSSSS
જયારે ઉદયમાન થાય, ત્યારે જીવ ભોગવવાની જે ક્રિયા શરૂ કરે છે તેમાં પોતાના ઉપકરણો અને સૂમ કે સ્થૂલ સાધનાનો પ્રયોગ કરે છે. ઉદયમાન કર્મોનું સંવેદન એક સમાન હોતું નથી, જીવની જ્ઞાનદશા કે અજ્ઞાનદશા, આ ઉદયમાન સ્થિતિમાં કે ભોગવટાની ક્રિયામાં વધતે ઓછે અંશે પોતાનો પ્રભાવ પાથરે છે.
આ હકીકતને આપણે ઉદાહરણથી સમજવા કોશિષ કરીએ, પાણીમાં પડેલો મનુષ્ય ડૂબવા લાગે છે, ત્યારે તે અવશ્ય પોતાના કોઈ અશુભ કર્મો ભોગવટો કરે છે એ નિશ્ચિત છે પરંતુ ઉદયમાન કર્મો ઉદિત થયા પછી જીવ ઉપર સીધી રીતે પ્રહાર કરી શકતા નથી. ડૂબનારે મનુષ્ય પોતાની શકિત અનુસાર હાથ–પગ હલાવે છે, જો તરવાની શકિત ધરાવતો હોય, તો તરવાની કોશિષ કરે છે. તેની બુધ્ધિ જાગૃત હોય અને સંજ્ઞા હોય, તો વિચારપૂર્વક કોઈ વસ્તુનું અવલંબન પણ કરે છે. ડૂબવાની ક્રિયા ડૂબનારના શરીરની સાથે પણ સંબંધ ધરાવે છે. સત્તાના ઉદયમાન કર્મો એકધારા ફળ આપી શકતા નથી. ઉદિત પરિસ્થિતિ તે ઉદયભાવને બાધ્ય કરે છે અને ભોગની ક્રિયામાં પરિવર્તન લાવી શકે છે. જ્ઞાનદશાથી, સાધનાથી કે તપોબળથી ભોગાત્મક ક્રિયા સ્થગિત પણ થઈ શકે છે અને પ્રભાવ નાંખ્યા વિના તે નિર્જરા પણ પામી જાય છે. શાસ્ત્રમાં પણ સત્તાનિષ્ઠ અને ઉદયમાન કર્મોના બે પ્રકાર બતાવ્યા છે. (૧) પ્રદેશ ઉદય અને (૨) વિપાક ઉદય. પ્રદેશ ઉદયમાં ભોગની ક્રિયાનો પ્રવાહ ચાલુ રહે છે પણ જીવ ભોગવટાથી દૂર રહે છે. જો જ્ઞાન અવસ્થા હોય તો વિપાક ઉદયમાં આવનારા કર્મો પણ પ્રદેશ ઉદયની જેમ ખરી પડે છે. વિપાક પણ બે પ્રકારનો છે. (૧) અઘાતિ કર્મનો વિપાક અને (૨) ઘાતિ કર્મનો વિપાક. ઘાતિ કર્મના વિપાકો મોહાદિ ભાવથી ભરેલા છે. તેને રોકવા માટે જીવ સમર્થ છે અને તે મોહાદિ ભાવ રોકાતા બાકીના પૂલ વિપાક યોગ્ય કર્મોમાં પણ ઘણું પરિવર્તન થાય છે. બધા કર્મોની ભોગ ક્રિયાની લગામ બધી રીતે જીવના હાથમાં નથી પરંતુ મોહભાવ ઓછો કરવાથી તે ઉદયમાન ક્રિયામાં ઘણે અંશે અંતર લાવી શકે છે. આ છે ભોગક્રિયાનો પ્રવાહ. ભોગ અને ભોગાત્મક ક્રિયામાં બહારના પૂલ દ્રવ્યો નિમિત્તભૂત બને છે. નિમિત્તભૂત થનારા દ્રવ્યો સ્વયં સ્થૂલ હોવા છતાં તેમાં પણ સૂક્ષ્મ ક્રિયાનો પ્રવાહ હોય છે. તેને તાત્ત્વિક જગતમાં જડ-ચેતના કહેવામાં આવે છે. જડ દ્રવ્ય પણ સર્વથા જડ હોતું નથી. તેમાં પોતાની ક્રિયાશીલતા હોય છે. ફકત ક્રિયાશીલતા હોય છે એટલું જ નહીં પરંતુ જડ દ્રવ્ય ભિન્ન ભિન્ન પ્રકારની શકિત ધરાવે છે. ઝેરનો એક નાનકડો કણ પણ મૃત્યુનું કારણ બને છે. વિજળીની શકિત મોટા યંત્રો ચલાવે છે. આ બધી જડચેતના જીવાત્માના કર્મભોગમાં યથાસંભવ નિમિત્ત બને છે. નિમિત્ત બનવામાં પણ પાપ-પુણ્યના ઉદય સિવાય કેટલીક નિયતિ પણ હોય છે. તેનું કોઈ નિશ્ચિત કારણ કહી શકાતું નથી.
પંચેન્દ્રિયના વિષયો તે જડ દ્રવ્યોના ગુણ છે પરંતુ તે વિષયાત્મક ગુણોની અલ્પતા કે અધિકતા ભોગ ક્રિયા ઉપર પ્રભાવ નાંખે છે અને કર્મની ઉદીરણા પણ કરાવી શકે છે. નિમિત્ત નિમિત્ત રૂપ હોવા છતાં ભોગ ક્રિયા ઉપર ઘણો પ્રભાવ નાંખે છે. આ છે બાહ્ય પદાર્થનો સંયોગ. આ વિષય ઘણો અગાધ અને ચિંતનીય છે. પરંતુ તે તરફ ધ્યાન દોરી સંક્ષેપમાં વિવરણ કર્યું છે.
LLLLLLLLLLLLS(૩૩૦) પીપપપપપપ પપપપપપપપપપપપપ પપપપપપપ પપપપપપપપ પર