________________
ગાથા-૮૬
ઉપોદ્દાત : કર્મશાસ્ત્રોમાં કર્મનું અત્યંત વિસ્તારથી વિવરણ છે. કર્મગ્રંથો પણ આ સિધ્ધાંત પર રચાયા છે. સૂર્નામ્ દિન: ગતિ આ પ્રવાદ પણ શાસ્ત્રોમાં પ્રસિધ્ધ છે અર્થાત્ કર્મનો વિસ્તાર અને તેના ફળ ભોગવવાના જેટલા સ્થાનો અને કારણો છે, તે વિષય ઘણો ગહન છે. કર્મને સાંગોપાંગ રીતે સમજવા, તે સામાન્ય બુદ્ધિથી વિષય નથી. સામાન્ય બુધ્ધિમાં એટલું જ સમજી શકાય કે જીવરાશિ પોતાના કર્મો ભોગવે છે પરંતુ કયા કયા કારણોથી ? કેવા કેવા ? કેવી રીતે ? ગુપ્ત કે પ્રગટપણે ? કર્મો પ્રકાશમાન થાય છે અને ફળ આપે છે. આ કર્મોનો કેવી રીતે નાશ કરી શકાય ? તે ઘણો જ ગંભીર વિષય છે. માટે આ ગાથામાં પણ સિદ્ધિકાર સ્વયં કહે છે કે ભોગ્ય સ્થાન અર્થાત્ ૮૪ લાખ જીવાયોનિમાં કેટલાક ભોગવટાના સ્થાનો છે અને આ બધા કર્મો દ્રવ્યવૃષ્ટિએ અર્થાત્ સ્કૂલ રીતે પોતાના ફળ આપી રહ્યા હોય છે. ભાવદ્રષ્ટિથી જીવ કર્મનો ભોકતા બને અથવા ન બને. દ્રવ્યકર્મોની સાથે ભાવકર્મનો પણ એક વિશેષ સ્વભાવ છે. જ્યારે દ્રવ્યકર્મનો પણ એક નિશ્ચિત સ્વભાવ છે. આ સિધ્ધાંતનો ઉલ્લેખ કરીને ગાથાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પરંતુ આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે. કર્મ સિદ્ધાંતો બહુ વિસ્તારવાળા છે, તેમાં જવાથી વિષયાંતર થઈ શકે છે. માટે સ્વયં ગુરુદેવે આ વાત ઘણી ગહન એટલે ગંભીર છે, તેમ કહીને કર્મ સિધ્ધાંતનો સંક્ષેપ કર્યો છે અને પોતે મૂળ વિષયનો પ્રકાશ કરીને ભોગવાદની ઈતિશ્રી કરી છે. હવે મૂળ ગાથાના ભાવો ઊંડાઈથી તપાસીએ.
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપ સાવIટકા તે તે ભોગ્ય વિશેષના. ગાથાના આરંભમાં ભોગ્ય સ્થાન શબ્દ વાપર્યો છે. ભોગ્ય શબ્દ અધ્યાર્થ ભાવે બીજા બે ચાર ઉપકરણની પણ વાત કરે છે અને તે ઉપકરણો ત્રિવિધ પ્રકારના છે. (૧) ભોકતા સ્વયં – કર્મ ભોગવનાર (૨) કર્મ ભોગની ક્રિયા અને પ્રક્રિયા (૩) ક્રિયામાં નિમિત્ત બનતા દ્રવ્ય સાધન અને ભાવ સાધન (૪) ભોગ્યસ્થાન. ભોગ્યસ્થાન કહેવાથી ઉપર્યુકત ચારે ભાવોનો વિચાર કરવો ઘટે છે. જીવ ભોકતા હોય ત્યારે ભોગ્યસ્થાનનું નિર્માણ થાય છે. ભોકતા તે જ થઈ શકે કે જેને સત્તામાં કર્મો પડેલા હોય, તપોબળથી કે પુરુષાર્થથી સત્તામાં પડેલા કર્મોનો ક્ષય કરે, તો જીવ તે કર્મ પૂરતો અભોકતા બની જાય છે. કર્મભોગીનું મૂળ તેના સત્તાનિષ્ઠ કર્મો છે. સત્તામાં પડેલા કર્મો જયારે ઉદયમાન થાય છે, ત્યારે જીવાત્મા કર્મનો ભોકતા બને છે પરંતુ આ ભોગભાવમાં બધા કર્મો બધી રીતે સ્વતંત્ર નથી. જીવની પોતાની પરિસ્થિતિ અનુસાર કર્મભોગની ક્રિયા શરૂ થાય છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોટિ કોટિ જીવો ભિન્ન ભિન્ન પ્રકારના શરીરવાળા, ભિન્ન ભિન્ન મનવચન-કાયાના યોગવાળા અર્થાત એકયોગી– દ્વિયોગી, ત્રિયાગી, એવા વિવિધ યોગવાળા છે. તે જીવો યોગશકિત સાથે તથા બીજા ઉદયમાન અને ક્ષયોપશમ ભાવો સાથે સંબંધિત હોવાથી વિવિધ શકિતવાળા છે. સત્તાનિષ્ઠ કર્મો
\\\\\(૩૨૯) પીધLLLLLSLLLLS