________________
થાય ભોગથી દૂર' કર્મ ક્ષણિક ભોગભાવ ઉત્પન્ન કરી શકે છે અને પોતાનું કાર્ય કરીને તેને છૂટ પડવું પડે છે. આત્મસત્તા અખંડ બની રહે છે. બાલટીમાં ભરેલું ગરમ કે ઠંડું પાણી બાલટી પર ક્ષણિક પ્રભાવ નાંખી શકે છે પણ પાણી દૂર થતાં બાલટી અખંડ રહે છે, તેમ ચોથા પદમાં કવિશ્રીએ સહજ ભાવે અદ્ભુત વાત કહી છે. આ આખી ગાથા ઘણી સારભૂત છે. ચૈતન્ય પરિણમન, કર્મ પરિણમન, બંનેના સ્વતંત્ર ભોગભાવ અને આત્માની સત્તા અખંડ બની રહે, તે ગાથાનો મુખ્ય ભાવાર્થ છે.
આપણે ગાથા ઉપર ઘણો પ્રકાશ નાંખ્યો છે, છતાં પણ ગાથા એટલી બધી ગંભીર છે કે ઘણો વિચાર માંગી લે છે. ગુજરાતી ભાષાના સરળ પદો આત્મજ્ઞાનના હીરા-માણેકની માળા બની ગયા છે. તે આશ્ચર્યજનક છે. પદે–પદે હો નમન, અક્ષરે અક્ષરે જ્ઞાનનો ભંડાર' એમ બોલતા વિનમ્રભાવે સ્વયં આત્મા નબુધ્ધિ બની જાય છે. અસ્તુ.
\\\\\\\\\\\\\\(૩૨૮)\\\\\\\\\\\\