________________
કરી શકે છે. જીવ મધ્યમ અવસ્થામાં રહીને કર્મનો ભોકતા બને અને અમુક અંશે મુકત પણ રહી શકે છે. આ છે કર્મચેતનાની મધ્યમ અવસ્થા.
(૩) ત્યારબાદ આગળ વધેલો જીવ જયારે કર્મની અલ્પસત્તામાં આવે છે. અર્થાત્ કર્મનું પરિબળ ઘણે અંશે ઓછું થતાં કર્મ પોતાનું ફળ તો આપે છે પરંતુ ફળ આપવા છતાં તે જીવ કર્મફળનો પૂરો ભોકતા બનતો નથી. યોગરૂપ કર્મના જે ફળ મળ્યા છે તે નિષ્પન્ન કર્મ છે. તેમાં અધિક પરિવર્તનની શકયતા નથી. પરંતુ બાકીના જે ભાવાત્મક કર્મફળ છે, તેની શકિતનું હનન કરે છે. કર્મફળ પણ બે પ્રકારનું છે. (૧) સુખદુઃખરૂપ ભોગ કરાવે તે પણ કર્મ છે અને (ર) કર્મના આધારે નવા બાંધવા રૂપ જે ફળ આપે છે તે પણ કર્મફળ છે.
- ત્રીજી અવસ્થામાં રહેલો જ્ઞાનચેતનાવાળો આ જીવ કર્મફળની ભોગશકિત અને અંધશકિત, બંને શકિત ઉપર પ્રહાર કરે છે. તે જીવાત્મા કર્મચેતનાથી મુકત થઈ જ્ઞાનચેતનાને પ્રગટ કરે છે. તેના આધારે સમગ્ર કર્મ પ્રણાલીમાં ઘણું પરિવર્તન કરે છે, માટે તેને આપણે વિશેષ પ્રણાલી કહીએ છીએ. આ વિશેષ પ્રણાલીમાં પણ ફળદાતા તરીકે ઈશ્વરની જરૂર નથી. સામાન્ય પ્રણાલી હોય કે વિશેષ પ્રણાલી હોય, કર્મસત્તા અને આત્મસત્તા બંને સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલે તે સ્વયં નિયામક છે અને સિદ્વિકારે આ ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે ફળદાતા તરીકે ઈશ્વરની હાજરી આવશ્યક નથી. આ કથનનો પરોક્ષભાવ એ છે કે જીવ કહો કે કર્મ કહો સ્વયં ફળદાતા છે અને સ્વયં પુરુષાર્થ કરવાનો છે. ભોગભાવ તે સર્વથા પરાધીનદશા નથી. ગાથાનું તાત્પર્ય એ હતું કે જીવ કર્મનો કર્યા છે, તો કર્મનો ભોકતા પણ છે. આ સિધ્ધાંતની સ્થાપના કરવાની હતી, પરંતુ જીવ સદાને માટે ભોકતા જ છે અને ભોકતા જ રહેવાનો છે, તેનો અર્થ નથી. જો ઈશ્વરને ફળદાતા માને, તો ઈશ્વરની ઈચ્છા થાય, ત્યારે જ જીવ ભોગભાવથી મુકત થઈ શકે. અન્યથા પરાધીન રહે પરંતુ જો ઈશ્વરને વચમાં ન લાવે અને સ્વયં ભોકતા બને છે તેવું ભાન થાય, તો જીવ કર્મભોગથી મુકત પણ થઈ શકે છે. કર્મભોગ થવો તે એક વાત છે અને કર્મભોગના નિયામક તરીકે કોઈ અન્યને જવાબદાર કહેવા, તે ન્યાયયુકત નથી. માટે ઈશ્વરને ફળદાતા તરીકે ન માની ઈશ્વરનું જે શુધ્ધ સ્વરૂપ છે, તેનું લક્ષ રાખી જીવ કર્મભોગથી નિરાળો થાય, તેવી ચેતના આ ગાથામાં આપવામાં આવી છે.
થાય ભોગથી દૂર : અંતિમ પદમાં એમ કહ્યું છે કે “થાય ભોગથી દૂર' આ કથન સામાન્ય પ્રણાલીનું છે. કર્મ ભોગવાય જતાં તો દૂર થાય તે સ્વાભાવિક છે પરંતુ જીવની ઉપરની અવસ્થામાં ભોગવ્યા વિના પણ કર્મ દૂર થાય છે, તે યાદ રાખવું ઘટે છે. જે જીવોએ જેવા ભાવથી કર્મબંધન કર્યા હતા, તે કર્મ સમય થતાં તેવા ભાવથી ઉદયમાન થઈ ફળ આપી નિરાળા થાય છે, તે સહજ પ્રાકૃતિક સિધ્ધાંત છે પરંતુ જ્ઞાનપૂર્વક ઉપચાર કરવાથી કે વિશેષ પ્રકારની સાધના કરવાથી કર્મ ભોગવાય કે ન પણ ભોગવાય છતાં પણ દૂર થઈ શકે છે. જેનતત્ત્વજ્ઞાનમાં કર્મનું દૂર થવું, તેને નિર્જરા અથવા કર્મનો ક્ષય કહેવાય છે. અહીં આપણે કર્મક્ષય કે નિર્જરા વિષે વિશેષ વિચાર કર્યા પછી આ ગાથા પૂર્ણ કરશું. હકીકતમાં નિર્જરા તે શું છે? ક્ષયભાવ અને નિર્જરા, શું બંને એક જ શબ્દ છે? કર્મનું દૂર થવું, તે શું નિર્જરા છે, ક્ષય છે, કે એક નિરાળી પધ્ધતિ છે ? આ વિષય
(૩૨૫)
SSSSSSSSSSSSSSSSSS