________________
સ્પષ્ટ કરવાથી “થાય ભોગથી દૂર' તે પદનો સ્પષ્ટ અર્થ સમજાશે. - નિર્જરા : જૈનશાસ્ત્રોમાં નિર્જરા શબ્દનો ઉપયોગ ચલણી સિકકાની જેમ થયો છે. એટલું નહીં પણ નવતત્ત્વમાં એક નિર્જરા તત્ત્વ સ્થાપિત કર્યું છે અને એક સ્વતંત્ર તત્ત્વ તરીકે તેનું વિશ વર્ણન છે. કર્મનું દૂર થવું તે જરૂરી છે પરંતુ તે ભોગથી પણ દૂર થાય છે અને તપથી પણ દૂર થાય છે. નિર્જરા તત્ત્વમાં તપનો સમાવેશ કર્યો છે અને તપને નિર્જરાનું પ્રધાન સાધન માન્યું છે. કર્મને દૂર કરવાની એક પ્રસિધ્ધ પ્રક્રિયા છે. નિર્જરા એટલે ઝરી જવું, ખરી પડવું, છૂટું થવું, તૂટી પડવું. આ તૂટવા કે છૂટવાની જે ક્રિયા છે તે ભોગથી પણ થાય છે અને તપથી પણ થાય છે. કર્મ ભોગવાય ને છૂટા પડે, તે પણ એક પ્રકારની નિર્જરા છે, પરંતુ તે સામાન્ય નિર્જરા છે. તેમાં નિર્જરા શબ્દનો જે અર્થ છે તે લાગુ પડે છે, માટે તેને નિર્જરા કહેવામાં આવી છે પરંતુ આ જે કર્મને ખરી પડવાની ક્રિયા છે તે પૂર્ણ ભોગથી, અપૂર્ણ ભોગથી, અલ્પ ભોગથી કે અભોગથી થતી રહે છે. જે જીવ પોતાના કર્મની સ્થિતિને પૂરી ભોગવે, ત્યાર પછી તે કર્મ છૂટા પડે, તો તે પૂર્ણભોગ કહેવાય. કયારેક કોઈ કારણથી કર્મનો ક્ષયોપશમ થાય, તો અપૂર્ણ ભોગથી પણ કર્મ છૂટા પડી શકે છે. આગળ વધતા પુરુષાર્થની માત્રા વધુ હોય તો કર્મ અલ્પ માત્રમાં ભોગવાય છે અને છૂટા પડી જાય છે, અને ત્યારપછી જીવ જો તપોબળની ભૂમિકામાં પ્રવેશ કરે, ત્યારે તપોબળથી કર્મ ભોગવ્યા વિના પણ તે છૂટા પડી જાય છે. આમ અભોગથી પણ છૂટા પડી શકે
કર્મોનું છૂટા પડવું તે બહુ જરૂરી છે. છૂટા પડવાની ક્રિયા થાય પછી જીવને મુકિતનો અવકાશ મળે છે, માટે આ ચોથા પદમાં કર્મની ભોગથી નિર્જરા થાય છે, તે પ્રમાણે કહ્યું છે, તે ઉપરાંત જીવ અને કર્મનો સૈકાલિક સંબંધ નથી તેની પુષ્ટિ કરે છે, તેમજ કર્મ દૂર થાય છે તે વાતને ઉજાગર કરી છે. નિર્જરા અને ક્ષય એ બંને કેટલાક અંશે સમાન ક્રિયા છે. છતાં બંને ક્રિયામાં થોડું મૌલિક અંતર પણ છે. નિર્જરા એ તપોબળનું પરિણામ છે અને ક્ષય તે તપોબળનું પણ પરિણામ હોઈ શકે અને સ્વાભાવિક કર્મભોગ થયા પછી પણ કર્મક્ષય પામે છે. નિર્જરામાં કર્મને છૂટા પાડવાની ક્રિયા સાક્ષાત્ સંબંધ ધરાવે છે. જયારે કર્મનો ક્ષય, તે પારંપારિક પ્રક્રિયા છે. બંનેમાં કર્મનો ભેદ તો થાય જ છે. ભોગવીને થાય કે અણભોગ્યા થાય પરંતુ કર્મ છૂટા તો થાય જ છે. આ ગાથામાં “થાય ભોગથી દૂર’ તેમ ઉલ્લેખ કર્યો છે. તે સ્વાભાવિક કર્મ ભોગવ્યા પછી ક્ષય પામે છે. એટલો ઉલ્લેખ છે અને અહીં શાસ્ત્રકારને એટલું જ કહેવું છે કે જીવ કર્મનો ભોકતા છે અને ભોગવ્યા પછી કે કડવા—મીઠા ફળનો અનુભવ કર્યા પછી કર્મો ફળ આપીને દૂર થઈ જાય છે. જેમ બંદૂકના ધડાકાથી પક્ષીઓ ઊડી જાય છે અને અવાજ પણ વિલુપ્ત થઈ જાય છે. કર્મફળના બે પરિણામ છે. (૧) કર્મના ફળથી કર્મનો પણ નાશ થાય છે અને (૨) ભોકતાને સુખદુ:ખ પણ આપે છે. કર્મને દૂર થવાની ક્રિયાનો અર્થ એ છે કે કર્મફળ આપીને પોતે વિલય પામે છે. જેમ આકાશમાં વીજળી થાય, તો તે વીજળી કોઈ પ્રકારનું નુકશાન કરીને વિલુપ્ત થઈ જાય છે. આ પ્રક્રિયાથી એ સમજી શકાય છે કે કર્મફળ ભોગવાઈને પણ નાશ પામે અને તેનો અનુભવ કરાવ્યા વિના પણ નાશ પામે છે. શાસ્ત્રમાં અને કર્મગ્રંથોમાં આવી બે પ્રક્રિયા જોઈ શકાય છે. (૧) પ્રદેશ