________________
હિસાબ ગણીને ફળ આપે છે. તેવી વ્યવસ્થા નથી.” ફળદાતા ઈશ્વર જે ફળ આપે છે તે સાક્ષાત્ તેના ગુણોનું ફળ હોય છે અને જીવની યોગ્યતા પ્રમાણે ઈશ્વર દર્શનથી ફળ મળે છે. તેમાં પણ જીવના ઉદયમાન પુણ્ય પણ કારણભૂત છે પરંતુ સાક્ષાત્ ફળદાતા એવા દેવાધિદેવ અરિહંત પ્રભુજી જીવને જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત કરાવે છે અને ફળદાતા તરીકે ઈશ્વરનો જે પ્રતિકાર કર્યો છે, તે જીવાત્મા પોતે પોતાના શુભાશુભ કર્મનો ભોક્તા થવાનો અધિકારી છે અને કર્મનું પણ સામર્થ્ય છે કે જીવને શુભાશુભ ભોગ કરાવે છે, માટે ઈશ્વર તરીકે કોઈને નિયામક માનવાની જરૂર નથી. ઈશ્વરને નિયામક માનીએ, તો કર્મસિધ્ધાંતનું કોઈ મૂલ્ય રહેતું નથી. જે સંપ્રદાયો ઈશ્વરને ફળદાતા માને છે, તે પણ એમ જ કહે છે કે જીવના જેવા શુભાશુભ કર્મ હોય, તે પ્રમાણે જ ઈશ્વર ફળ આપે છે. ઈશ્વર સ્વયં કર્મ સિધ્ધાંતનું ઉલ્લંઘન કરતા નથી.તેનો અર્થ એ છે કે કર્મ પ્રબળ છે અને કર્મ સ્વયં ઐશ્વર્યયુકત છે. આમ ફળદાતા તરીકે ઈશ્વરને માન્યા પછી પણ હકીકતમાં તો કર્મ જ સ્વયં ફળ આપે છે.
અહીં જે કર્મ સિધ્ધાંતની સ્થાપના કરી છે કે કર્મ સ્વભાવે પરિણમે છે અને કર્મ ભોગવાયા પછી ક્ષય પામે છે, દૂર થઈ જાય છે, તે એક સામાન્ય પ્રણાલીને આધારે કહ્યું છે પરંતુ વિશેષ પ્રણાલીના આધારે કર્મની જે ફળ આપવાની શકિત છે, તેમાં જીવ પોતાના પુરુષાર્થથી ઘણું પરિવર્તન કરી શકે છે. ભોગવ્યા વિના જ કર્મને ઉડાડી શકે છે. કર્મની સ્થિતિમાં વધઘટ કરી શકે છે અને ઉદયમાન કર્મ વખતે પણ જ્ઞાનચેતનાના આધારે કર્મને અપ્રભાવક જેવા બનાવી શકે છે. આમ જીવાત્મા સ્વયં પુરુષાર્થની શ્રેણીમાં આવે, ત્યારે કર્મની ફળ આપવાની શકિતનો ઘણે અંશે હાસ કરી નાંખે છે.
એક વિશેષ વાત : જીવાત્માની ત્રણ ભૂમિકા છે. (૧) વિપાકયોનિના જીવ, (૨) કર્મનું અર્ધબળ ઓછું થયું છે, તેવા વિપાકવાળા જીવો, (૩) અને કર્મની અત્યંત લઘુ સ્થિતિ થઈ છે તેવા અલ્પભોગી જીવો.
(૧) જે જીવો વિપાકયોનીના છે, અત્યારે મૂઢદશામાં છે, તેવા એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવો ભોગ્યસ્થાનોમાં ભોગ્ય સ્થાન કરે છે, તે જીવોનો બધો કર્મભોગ કર્મસત્તાના આધારે થાય છે, આ જીવો પરાધીન ભાવે કર્મ ભોગવે છે, ભોગ થયા પછી કર્મ દૂર થાય છે અને બીજા કર્મોના આરંભ થાય છે. આ રીતે તેની પરંપરા ચાલુ રહે છે. તેમાં તીવ્ર સંવેદનાના આધારે અકામ નિર્જરા થતાં તે જીવોને વિપાક યોનીમાંથી બહાર નીકળવાનો અવસર મળે છે. ત્યાં સુધી આ જીવો સ્વભાવે પરિણમતા કર્મસ્થ ભાવના ભોગ બને છે. આ અવસ્થામાં કર્મ એક પ્રકારે સ્વતંત્ર સત્તા ભોગવે છે.
(૨) જીવાત્મા જયારે હલકો થઈ મધ્યમ સ્થિતિમાં આવે છે, કર્મ વિપાકનું પરિબળ ઓછું થતાં જીવને પોતાનું પરાક્રમ કરવાનો અવકાશ મળે છે, ત્યારે જીવ કર્મનો ભોકતા તો છે જ પરંતુ વીર્યનું ફૂરણ થવાથી કર્મફળની શકિતમાં પરિવર્તન લાવે છે. શુભને અશુભ અને અશુભને શુભ
SSSSSSSSSSS(૩૨૪) SS