________________
સામાન્ય પ્રણાલી પ્રમાણે કર્મ પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે. જીવાત્મા તેનો ભોકતા બને છે અને આવા શુભાશુભ ફળ આપનાર તરીકે ઈશ્વરને કારણ ન માનતા હકીકતે સમજવાની ભલામણ કરવામાં આવી છે કારણ કે કર્મના પરિવર્તનનો જે ભાવ છે, તે કર્મથી મુકત થવાનો અધ્યાય છે, અને આગળના નિરૂપણમાં મોક્ષભાવનું આખ્યાન આવવાનું છે. જેથી અહીં વિશેષ પ્રણાલીનો સ્પર્શ કર્યા વિના સામાન્ય પ્રણાલી અનુસાર જીવ કર્મફળનો ભોકતા છે અને કર્મ પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે, તે સિધ્ધાંતને સ્થાપિત કરી શાસ્ત્રકારે એક સ્પષ્ટ મંતવ્ય પ્રગટ કર્યું છે.
ખાસ કરીને ગાથામાં “એમાં' શબ્દ મૂકીને જે વિભાજન કરવામાં આવ્યું છે, તે અલૌકિક છે. “એમાં શબ્દથી આ સંપૂર્ણ વિશ્વની જે માયાવી લીલા છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્રેમપૂર્વક કહેવામાં આવ્યું છે કે આ લીલામાં મહેરબાની કરીને ભગવાનને વચમાં ન લાવો. ભગવાન તો શુધ્ધ શકિતના દાતા છે. તે આવા કોઈ કડવા મીઠા ફળ આપે, તે શકય નથી. કારણ કે જીવ પોતાના ફળ ભોગવે છે અને ઈશ્વરને દોષ આપે, તે કેમ કહી શકાય? માટે કવિરાજ ફળદાતા તરીકે ઈશ્વરને અલગ ન ગણતા, જીવને પોતાને પોતાના કર્મનો જવાબદાર માની કરેલા કર્મ ભોગવવા પડશે તેવો ઉદ્ઘોષ કર્યો છે.
કર્મફળના પ્રકાર – કર્મના ફળ બે પ્રકારના છે (૧) સાક્ષાત્ કર્મનું ફળ (૨) કર્મને કારણે જે કર્મ બંધાય છે, તેનો વિપાક થયા પછી જે ફળ મળે છે. અહીં કર્મનો અર્થ સમજી લેવાનો છે કે જીવ જે સાક્ષાત્ ક્રિયા કરે છે, તે વર્તમાન કર્મ છે, અને એ કર્મના આધારે જે બંધ પડે, તેને જૈનદર્શનમાં કર્મબંધ કહેવામાં આવે છે. તે પણ એક કર્મ છે. ઉદાહરણ તરીકે એક ખેડૂત જમીન ખેડે છે તો ખેતી કરવાનું જે કામ છે તે સાક્ષાત કર્મ છે અને તેને ધાન્યથી ઉપજ રૂપ તેનું ફળ પણ મળે છે. આ સ્થૂલ કર્મનું સાક્ષાત્ ફળ મળે છે, પરંતુ ખેતી કરતી વખતે તે બિનજરૂરી પાપ કરે અથવા એવી કોઈ હિંસા કરે, તો તેને અશુભ કર્મનો બંધ પડે છે અને તે ખેડૂત શુભ ભાવ રાખી પ્રાણીઓને કામમાં લે છે અને તે જીવો ઉપર દયા રાખી અહિંસક રીતે વર્તે, તો તેને શુભ બંધ પડે છે. આ ઉદાહરણ એટલા માટે છે કે કર્મના બંને ફળ વૃષ્ટિગોચર થવા જોઈએ. સાક્ષાત્ વર્તમાન ક્રિયારૂપ કર્મનું સાક્ષાત્ ફળ અને તેવા કોઈ પણ કર્મથી નિપજતાં કર્મબંધ, જે કાળાંતરમાં વિપાક આપી સ્વયં પરિણામ પામી જે ફળ ઉત્પન્ન કરે છે, તે પણ કર્મફળ છે તેને વ્યવહારમાં લોકો ભાગ્ય કહે છે. ભાગ્ય સ્વયં સમયનો પરિપાક થતાં ઉદયમાન થાય છે અને તે કર્મનું પોતાનું સામર્થ્ય છે. પરંતુ અહીં ધ્યાન રહેવું ઘટે છે કે જીવાત્માના યોગોની ક્રિયા કર્મવિપાકમાં જોડાય અને જીવનો પણ તેમાં શકિતરૂપ પ્રયોગ થાય, ત્યારે જ ઉદયમાન કર્મો પરિણામ પામે છે. જ્યાં જીવાત્મા છે ત્યાં જ કર્મનો ઉદય છે. આત્મા જે ક્ષેત્રનું અવગાહન કરીને રહેલો છે, તે અવગાહન ક્ષેત્રમાં જ કર્મ ફળીભૂત થાય છે. એટલે કર્મનું ફળ આપવામાં ઈશ્વરની ભલે જરૂર ન હોય, પરંતુ જીવાત્મારૂપ ઈશ્વર ફળદાતા તરીકે ભાગ ભજવે છે.
અહીં શાસ્ત્રમાં કથન કર્યું કે “ફળદાતા તરીકે ઈશ્વરની જરૂર નથી. તેનો ભાવ એ છે કે જીવ અહીં કર્મનું ફળ ભોગવે છે અને તેનો નિયામક કોઈ બહારમાં છે, તે નિયામક સત્તાધીશ છે, તે
\\\\\\\\\\\\\\\\\\(૩૨૩)\\\\\\\\\\\\