________________
જ્ઞાનસત્તા પણ એક ઐશ્વર્ય છે અને તે જ્ઞાનનું ઐશ્વર્ય ધરાવતા કેવળજ્ઞાની ભગવંતો પણ ઈશ્વર છે. એ જ રીતે સાંસારિક ભાવથી મુકત થયેલા પરમ બ્રહ્મ પરમાત્મા પણ ઈશ્વર છે. ઈશ્વરનો અર્થ એ નથી કે કોઈ રાજારૂપે તેનું એક સ્વતંત્ર સંચાલન છે પરંતુ ઈશ્વર સત્તા તો અણુ અણુમાં વ્યાપ્ત છે અને આવી મહાસત્તા સમગ્ર વિશ્વના સંચાલનનું કારણ છે.
પરંતુ જે દર્શનો નિર્મળ ચૈતન્ય રૂ૫, જ્ઞાનરૂપ, સમસ્ત દોષોથી દૂર એવું દેવાધિદેવનું જે રૂપ છે, તેનો સ્વીકાર કરે છે, તેની પૂજયભાવે ઉપાસના કરે છે તે દર્શનો તે શુદ્ધાત્માનો ઈશ્વરરૂપે સ્વીકાર કરે છે. જૈન આગમોમાં હજારોવાર ભગવાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ઈશ્વરસત્તાનું જે શુદ્ધ રૂપ છે, તે શુદ્ધ રૂપને પૂજય સ્થાનમાં રાખી, તેને ઈશ્વર તરીકે સ્વીકાર કરી, ભકત ભગવાનની પૂજા કરે છે પરંતુ આનો એ અર્થ નથી કે આ ઐશ્વર્ય ગુણ બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી અથવા વિશ્વમાં બીજી કોઈ અન્યસત્તા નથી, જેનાથી વિશ્વનું સંચાલન થાય છે. જૈન દ્રષ્ટિએ વિચાર કરો તો છ એ દ્રવ્યો ઈશ્વરનું જ રૂપ છે. છએ દ્રવ્યો એક પ્રકારની મહાસત્તા છે. છએ દ્રવ્યો અખંડ, અવિનાશી, ત્રિકાલવર્તી છે. કોઈપણ દ્રવ્ય પોતાના ગુણધર્મથી ભ્રષ્ટ થતા નથી, તે શાશ્વત શકિતમાન દ્રવ્ય છે. આકાશ અને કાળ અનંત શકિત ધરાવે છે, એ જ રીતે બાકીના દ્રવ્યો પણ પોતાની શકિતનો કયારેય પણ પરિહાર કરતા નથી. આ બધાં દ્રવ્યો જયાં જયાં જે રીતે પરિણામ રૂપ ફળ આપવું ઘટે, ત્યાં તે રીતે ફળ આપે છે.
દ્રવ્યોના સંયોગથી અલ્પકાલીન કે થોડા અધિકકાલીન જે ભાવો પ્રગટ થાય છે અને પોતાનું કાર્ય કરે છે, તેમાં પણ મૂળભૂત દ્રવ્યની સત્તા જ કારણ છે. આવા ક્ષણભંગુર અને વિનાશી તત્ત્વો પણ માયાવી કે મિથ્યાન્વી નથી. જયાં સુધી તેની સ્થિતિ છે, ત્યાં સુધી તે સત્ છે. પર્યાય પલટાય ત્યારે અસત્ પણ થઈ જાય છે. કર્મ પણ એક આવું સાંયોગિક તત્ત્વ છે, તેના ગુણ પર્યાય તેમાં જ નિર્ધારિત થયા હોય છે અને તે ફળ આપે છે પરંતુ કર્મસત્તાના મૂળમાં પણ દ્રવ્યસત્તા જ કારણભૂત છે. આ દ્રવ્યસત્તા તે શુધ્ધ ચૈતન્યરૂપ ઈશ્વરની પંકિતમાં આવતી નથી પરંતુ તે એક પ્રકારે ઈશ્વર છે. જૈનનો અનેકાંતવાદ બંને પલ્લાને ન્યાય આપે છે, ઈશ્વર વિષે પણ તેનો એકાંતિક નિર્ણય નથી. એટલે આપણે ઈશ્વર વિષે કથન કરવામાં સાવધાની રાખવી પડે તેવું છે. જાણી બૂઝીને અનીશ્વરવાદી થવાથી અથવા ઈશ્વરનો પ્રતિકાર કરવાથી પોતાના પગમાં જ કૂહાડો મારવા જેવું છે. અસ્તુ. આ વિષયની પણ આપણે થોડી ચર્ચા કરીશું.
“એમાં નથી જરૂર’ : અહી ગાથાના આરંભમાં કર્મની પ્રબળતાનો ભાવ સ્પષ્ટ કરવા માટે સિદ્ધિકારે ફળદાતા તરીકે ઈશ્વરની આવશ્યકતા નથી તેમ કહીને કર્મની પ્રબળતાની અભિવ્યકિત કરી છે. કહ્યું છે કે “એમાં જરૂર નથી' એમાં એટલે કયા કાર્યમાં ? આ “એમાં” શબ્દ નાનો સૂનો શબ્દ નથી. “એમાં' એટલે સમગ્ર કર્મલીલામાં, પ્રભુની અર્થાત્ ભગવાનની કોઈ કરામત નથી, તેમાં ભગવાનની કોઈ જરૂર દેખાતી પણ નથી. ફળદાતા ઈશ્વર' એમ કહીને પરોક્ષરૂપે સિદ્ધિકારે ઈશ્વરના ઘણા રૂપ હોય છે, તે પ્રમાણે વ્યાખ્યા કરી છે. બીજો અર્થ એ પણ નીકળે છે કે આ કર્મલીલામાં કે કર્મનું ફળ આપવામાં ઈશ્વર ફળદાતા નથી પરંતુ જે કોઈ ઈશ્વરની ભકિત કરે છે, શુધ્ધ અરિહંતરૂ૫ ઈશ્વરની ઉપાસના કરે છે, એવા વીતરાગ પ્રભુને જે ભજે છે, તેને ભકિતનું ફળ
INS(૩૧૬)....