________________
મળે જ છે. ત્યાં વ્યવહાર દૃષ્ટિએ ઈશ્વર જ્ઞાનદાતા છે અને તેઓ જ્ઞાનરૂપી ફળ આપે છે, તેથી ઈશ્વરને ફળદાતા તો માન્યા જ છે. પરંતુ આ કર્મલીલામાં ભગવાન ડાયરેકટ હસ્તક્ષેપ કરતા નથી. - કર્મસત્તા અને ઈશ્વરસત્તા ઃ આપણે સર્વ પ્રથમ કર્મની પ્રબળતા ઉપર વિચાર કરીએ, અને ત્યાર પછી ફળદાતા ઈશ્વરની આવશ્યકતા વિષે ચિંતન કરશું. અહીં શાસ્ત્રકારે આપણી સામે બે શકિત રાખી છે. (૧)કર્મસત્તા અને (૨) ઈશ્વરસત્તા. શાસ્ત્રકારે ઈશ્વરને અવગણ્યા નથી. જૈનદર્શન તે સમન્વયવાદી દર્શન છે. કૃપાળુ ગુરુદેવે આત્મસિદ્ધિમાં ઈશ્વરવાદનો ઉલ્લેખ કર્યો છે. તેમાં જરા પણ અનાદરનો ભાવ આવવા દીધો નથી. જૈન પરંપરા અનુસાર આત્માનું જે શુધ્ધ સ્વરૂપ છે, તેને પરમાત્મા માનવાની પ્રણાલી છે. આવા વીતરાગ પ્રભુ સાંસારિક કાર્યમાં હસ્તક્ષેપ ન કરે, તે સ્વાભાવિક છે પરંતુ જે ઈશ્વરની સ્થાપના કરે છે અને વિભિન્ન રૂપે ઈશ્વરને પૂજે છે, તો આવા સ્થાપિત ઈશ્વરવાદ પ્રત્યે પણ અનેકાંતવૃષ્ટિથી સમન્વય કરવાની આવશ્યકતા છે. આપણા સિદ્ધિકારે ઈશ્વરને ભલે ફળદાતા ન માન્યા હોય પરંતુ પ્રત્યક્ષભાવે તે કર્મસત્તાને ફળ દાતા માને છે. એક રીતે કર્મસત્તા જ સ્વયં સામર્થ્ય ધરાવતી ઈશ્વરસત્તા છે, તેમ સમજવું રહ્યું. આ કર્મસત્તા તે શું છે ? તે જડ હોવાથી ફળ આપવાની શકિત કેવી રીતે ધરાવે છે ? અને આ આખી કર્મલીલામાં નિયામકની જરૂર નથી, તેનો ગંભીર અર્થ એ છે કે કર્મ સ્વયં નિયામક છે. કર્મ જડ હોવા છતાં કોઈપણ જડ પદાર્થ કે પૌદ્ગલિક પદાર્થ ચૈતન્યના સહયોગ વિના કે જીવ દ્રવ્યનું અવલંબન કર્યા વિના કર્મરૂપે પરિણમી શકતા નથી. આ એક નિર્વિવાદ સત્ય છે. એ દ્રષ્ટિએ કર્મનો જનક જીવાત્મા છે, તેને કર્મનો કર્તા પણ માન્યો છે. પણ પ્રશ્ન એ છે કે કર્મસત્તામાં પોતાની મેળે ફળ આપવાની શકિત કેવી રીતે આવે ? કર્મ કર્યા પછી જીવ કર્મ ભોગવવાનો અધિકારી છે પરંતુ તે ઈચ્છા પ્રમાણે ભોગવી શકતો નથી. કર્મ તેને ફરજ પાડે છે. ખાસ કરીને અશુભ કર્મો તો ભોગવવા જ પડે છે અને શુભ કર્મ પણ જે નિષ્પન્ન છે, તે પણ ભોગવવા પડે છે. કર્મ કરતી વખતે જીવની પ્રધાનતા હતી પરંતુ કર્મભોગ વખતે કર્મની પ્રધાનતા થઈ જાય છે અને અમુક અંશે જીવની પરાધીનતા થઈ જાય છે, તો કર્મમાં આવી ફળ આપવાની પ્રબળ શક્તિ કયાંથી આવી ? આ એક બહુ મોટો પ્રશ્ન છે.
ઈશ્વરને કદાચ ફળદાતા માને, તો પણ પ્રશ્નનું સમાધાન થતું નથી. કર્મની પ્રબળતા ઉત્પન કરવામાં ઈશ્વર કેવી રીતે રસ ધરાવે ? અને શા માટે રસ ધરાવે? તે અન્યાયયુકત ફળ શા માટે આપે ? કર્મમાં જે ફળ આપવાનું પરિબળ છે, તે જ મુખ્ય ચિંતનનો વિષય છે. એટલે જ અહીં આ ગાથામાં કહે છે કે ફળદાતા તરીકે ઈશ્વરની જરૂર નથી. જરૂર નથી તેનો અર્થ તે ન્યાયયુકત નથી. તેને ફળદાતા માનવાથી સમાધાન પણ મળી શકતું નથી, માટે કર્મમાં જે ફળ આપવાનું પરિણામ છે, તે ઈશ્વર પ્રેરિત નથી. ઈશ્વર એક નિરાળી દિવ્યસત્તા છે.
આપણે હવે થોડા ઊંડાઈથી વિચાર કરીએ કે કર્મમાં આ પરિબળનો જન્મ કેવી રીતે થાય છે ? સંસારના કોઈપણ પદાર્થ ગમે તેવા ગુણધર્મ ધરાવતા હોય પરંતુ તે પદાર્થનો જે શકિતસંચય છે, તે જ તેના અસ્તિત્વનું કારણ બને છે. શકિત એ વિશ્વમાં ગુપ્તભાવે રહેલી એક અમોઘ
SSSSSSSSSSSSSS
ISL(૩૧૭)\\\\\