________________
ગાથા-૮૫
ઉપોદ્દાત : ઈશ્વર વિષે મીમાંસા : ભારતવર્ષની વર્તમાન સંસ્કૃતિમાં અને ભકિતમાર્ગમાં ઈશ્વરનું પ્રમુખ સ્થાન છે. ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર પ્રત્યે આવો સમર્પણ ભાવ છે. જો કે ઈશ્વરની સામે અનીશ્વરવાદી દર્શન પણ વિશાળ માત્રામાં અસ્તિત્વ ધરાવે છે, પ્રાચીન બધાં દર્શનો પણ લગભગ અનીશ્વરવાદી હતા. વેદાંત, કર્મકાંડ પણ સ્પષ્ટ રીતે ઈશ્વરવાદની સ્થાપના કરતા નથી. વેદાંત આત્મવાદી દર્શન છે, જ્યારે મીમાંસા કર્મકાંડને પ્રધાનતા આપી કર્મને જ ઈશ્વર ગણે છે. ત્યારબાદ ન્યાયદર્શન કે અર્વાચીન દર્શન એવમ્ ભકિતયોગી શાસ્ત્રોમાં ઈશ્વરની પ્રબળ સ્થાપના થઈ છે. બૌદ્ધદર્શન પ્રચંડરૂપે અનીશ્વરવાદી છે. તેઓ ઈશ્વરને, આત્માને અને સમસ્ત વિશ્વને અસત્ માને છે. તેમના મતાનુસાર સદ્વ્યવહાર એ જ ધર્મ છે. અસ્તુ.
જૈનદર્શનને પણ અનીશ્વરવાદમાં નામ નોંધાવ્યું છે અને પાછળના આચાર્યોએ દર્શન શાસ્ત્રોમાં ઈશ્વરવાદનું ખંડન કર્યું છે પણ લાગે છે કે ઈશ્વરવાદનું ખંડન કરવામાં અનેકાંતવાદની પૂર્વભૂમિકાનું ઉલ્લંઘન થયું છે, જેને આપણે વિવરણ કરશું. સિદ્ધિકારે અહીં ઈશ્વરનું ખંડન કર્યું નથી પરંતુ કર્મફળમાં ઈશ્વરનો હસ્તક્ષેપ માન્યો નથી, ઈશ્વર એક નિર્મળ શુધ્ધ ચૈતન્ય તત્ત્વ છે. કોઈ પાપ કરે અને કહે કે ઈશ્વર કરાવે છે. ગાથામાં આ વાતનો પ્રતિકાર કર્યો છે. તેમ જ ગાથાના આરંભથી લઈને ચારે પદમાં કર્મની પ્રધાનતા સ્થાપિત કરી છે. ફળ દેવા માટે કર્મ સમર્થ છે. ઈશ્વર શા માટે કોઈને ખરાબ ફળ આપે કે દુઃખ આપે ? તે તટસ્થ ન્યાયધીશ છે, માટે આ ગાથા કર્મલીલાની અર્થાત્ કર્મની સ્વયં ફળ આપવાની શકિતનો ઉદ્ઘોષ કરે છે. ગાથાનો સ્પર્શ કરતાં જ શાસ્ત્રકારનું મંતવ્ય સ્પષ્ટ દૃષ્ટિગત થાય છે.
ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર
કર્મ સ્વભાવે પરિણમે, ગાય ભોગથી દૂર પII " પ્રથમ પદમાં લખ્યું છે કે “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર' તેનો અર્થ એ છે કે ઈશ્વર તો છે પરંતુ તેને ફળદાતા તરીકે ન માનતા તેને સાચા સ્વરૂપમાં ઓળખવાની જરૂર છે. ઉપોદ્ઘાતમાં કથિત ઈશ્વર મીમાંસાના વિષયમાં સૂક્ષ્મ દૃષ્ટિએ ચિંતન કરવાની જરૂર છે. મનુષ્ય શામાટે અનીશ્વરવાદી થવું જોઈએ ? ઈશ્વર એક મહાસત્તા છે, વિશ્વનિયતા છે. તેવો પ્રવાદ દૃઢતા સાથે માનવમનમાં અસ્તિત્વ ધરાવે છે. જેનોના મૂળ આગમોમાં કોઈપણ જગ્યાએ ઈશ્વરવાદનો પ્રતિકાર કરવામાં આવ્યો નથી. પાછળની શતાબ્દીમાં જયારે દાર્શનિક વિતંડાવાદ ચાલતો હતો અને પરસ્પર ખંડન–મંડનનું શાસ્ત્રીય યુધ્ધ કે વાણી વિચારનું યુધ્ધ ચાલતું હતું, ત્યારે જૈનગ્રંથોમાં પણ ઈશ્વરવાદનો વિવાદ જોવા મળે છે.
ઈશ્વરનું ઐશ્વર્ય : ઈશ્વર તે એક શકિતવાચી શબ્દ છે. ઐશ્વર્યવાન હોય તે ઈશ્વર. જે કોઈ વસ્તુ પોતાની સત્તા અથવા ઐશ્વર્ય ધરાવે છે, તે વસ્તુ સ્વયં ઈશ્વરનું અંગ બની જાય છે.
\\\\\\\\\\\\\\N(૩૧૫) NALINICISTAN
NSSSSSSSSSS
SSSSSSSSSSSSSSS