________________
પણ છે, જેથી તેનો અપલાપ થઈ શકે તેમ નથી. વેદાંતના ખંડનખાદ્ય ગ્રંથમાં બહુ જ ગંભીરતાથી કાર્યકારણનું વિવેચન કરી અંતે પ્રબળ તર્કોથી કારણવાદનો પ્રતિકાર કર્યો છે અને સમગ્ર સંસાર કોઈ કારણ વિશેષના આધારે નથી, સ્વયં ઉદ્ધૃત છે તે પ્રમાણે કથન કર્યું છે પરંતુ આ સિદ્ધાંત વ્યાવહારિક નથી. જૈનદર્શનમાં કારણવાદની સચોટ સ્થાપના છે, જેથી આપણા સિદ્ધકા૨ે કારણવાદનું જ અવલંબન કર્યું છે. મનુષ્ય જે કાંઈ સુખદુઃખ ભોગવે છે તેના સ્પષ્ટ કારણ રૂપે શુભ કે અશુભ કર્મોને વેદે છે અથવા ભોગવે છે એ જાણવું જોઈએ. વૈદ્ય' શબ્દનો અર્થ ‘ભોગવવા યોગ્ય’ છે. અને ‘જાણવા યોગ્ય' છે, આ બંને અર્થ થાય છે અહીં આ શબ્દનો બંને અર્થમાં પ્રયોગ કર્યો છે. શુભાશુભ કર્મનાં કારણો જાણવા જોઈએ અને તે શુભાશુભ કર્મ ભોગવાય છે તે એક હકીકત છે... અસ્તુ.
આગળની ગાથમાં કવિરાજ સ્વયં કર્મસિધ્ધાંત ઉપર ટૂંકમાં પ્રકાશ નાંખી રહ્યા છે, એટલે હવે આપણે આ ગાથાનો ઉપસંહાર કરી અને ૮૫ મી ગાથાનો સ્પર્શ કરીએ.
(૩૧૪)