________________
વાવ્યા હોય અને દુઃખરૂપી અંકુરો ફૂટે, તો તેમાં પણ સમભાવ રાખીને તે અંકુરોને મહત્ત્વ ન આપે, તો તે પોતાની મેળે સૂકાઈને (ભોગવાઈને) ખરી પડે છે. આ રીતે ચિંતન કરતાં ભોકતૃત્વ ભાવના ખરા વિકલ્પો સામે છે. અહીં તો આપણે સામાન્ય બે ઉદાહરણ આપ્યા છે. મૂળ શાસ્ત્રકારના કથનનું તાત્પર્ય એ છે કે જીવ પોતાના કર્મનો ભોકતા છે, આ વાતનો સ્વીકાર કર્યા પછી જ તેમાંથી મુકત થવાના વિચારો અમલમાં આવી શકે છે. જીવ કર્મનો ભોકતા નથી, તે નાસ્તિકભાવ જીવને શ્રધ્ધાથી કે આસ્થાથી વંચિત કરી પાપકર્મથી બચવા માટે ચેતના આપતો નથી. આ છે આખી ગાથાનું તાત્પર્ય. ભોકતાભાવ સાબિત કરવાનો અર્થ એ નથી કે જીવ કર્મ ભોગવવા માટે જ જન્મ લે છે. કર્મભોગ એ પ્રાકૃતિક અવસ્થા છે અને તેમાંથી મુકત થવું, તે સાંસ્કૃતિક અવસ્થા છે. સત્પુરુષાર્થનો આધાર લેવાથી ભોકતૃત્વ ભાવ ક્ષીણ થઈ જાય છે અને જીવાત્મા પોતાના સ્વરૂપમાં ધ્યાન આપે, ત્યારે તેને શુભ કે અશુભ કોઈ પ્રકારના કર્મની અપેક્ષા રહેતી નથી, તેનાથી તેનો માર્ગ રૂંધાતો નથી. ગાથાનું તાત્પર્ય સ્પષ્ટ થવાથી આગળની ગાથાઓ પણ તે વાતની પૂર્તિ કરે છે.
આધ્યાત્મિક સંપૂટ : આ ગાથામાં જીવાત્માની સામાન્ય સ્થિતિનું દિગ્દર્શન કરાવીને તેની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરી છે. જીવની વર્તમાન પરિસ્થિતિ કર્માધીન છે, એમ કહીને કર્મ અવસ્થાનું ભાન કરાવ્યું છે. જે કાંઈ બાહ્ય આવરણો છે, તે કર્મનું ફળ છે. આત્માના શુધ્ધ પુરુષાર્થનું ફળ નથી. જેમ ખેતર ખેડયા વિના હજારો ઝાડી–ઝાંખરા, કાંટા કે ઘાસ ઊગી નીકળ
તો તે કોઈ પુરુષાર્થના અભાવમાં જમીનની વિકૃતિ થઈ છે અને તે પુરુષાર્થના અભાવનું ફળ છે. કર્મ ફળ આપે છે તે અધુરું વાકય છે, સાપેક્ષ વાકય છે. તેનો આધ્યાત્મિક અર્થ એ છે કે જીવના પુરુષાર્થના અભાવમાં કે સત્પિરણિતના અભાવમાં કર્મો ફળ આપે છે. બીજો અર્થ એ છે કે કર્મફળ આપે તો ભલે આપે પરંતુ તેમાં આત્મા નિરાળો રહે, તો કર્મફળથી પ્રભાવિત થતો નથી. સાથે સાથે નવા કર્મો પણ બાંધતો નથી. તે કર્મફળનો દૃષ્ટા બનીને કર્મનું નાટક નિહાળે છે, કર્મના ખેલને જુએ છે, જેમ સિનેમા કે નાટક જોનારો વ્યકિત નાટકના પાત્રોથી સુખી કે દુ:ખી થતો નથી. તેમ આ અંતરઆત્મા દૃષ્ટા બનીને પોતાના અંતરનું નાટક નિહાળે છે. ત્યારે પણ રાજા શંક જેવા પાત્રોને અથવા પરિવેષને જોઈને તે સુખી કે દુ:ખી થતો નથી. હું રાજા પણ નથી ને રંક પણ નથી, તે સ્વભાવિક ભાવનો સ્પર્શ કરે છે. રાજાપણું કે શંકપણું તે કર્મના ફળ છે. તેમાં મારે શું લેવા દેવા ? આમ માનીને બંને વિકારી ભાવોથી છૂટા થઈ દૃષ્ટા બની, દર્શક બની કે પર્યવેષક બની બધા નાટકની સમાલોચના કરે છે. પોતે પણ આ નાટકને સમજે છે અને બીજાને પણ સમજાવે છે. તેની આનંદ ઊર્મિમાં ઓટ આવતી નથી, ભરતી કે ઓટ તે કર્મનું ફળ છે. પોતે તો તેનો આધારભૂત શાંત સમુદ્ર છે. આ છે ગાથાનો આધ્યાત્મિક સંપૂટ. ધન્ય છે કૃપાળુ ગુરુદેવને કે જેઓએ સામાન્ય પ્રણાલીની સાથે સાથે અધ્યાર્થભાવે આત્મદર્શનનાં મોતી વેર્યા છે.
ઉપસંહાર : દર્શન જગતમાં કાર્યકારણનો પ્રવાહ સુપ્રસિધ્ધ છે. જેનો આ ગાથામાં પણ સામાન્ય દૃષ્ટિકોણથી ઉપયોગ કર્યો છે. કવિરાજે વ્યાવહારિક રાજા–કનું ઉદાહરણ આપીને તાત્ત્વિક સિદ્ધાંતનો ઉદ્ઘોષ કર્યો છે. કાર્ય-કારણનો સંબંધ જેટલો તાત્ત્વિક છે, તેટલો વ્યાવહારિક
૩૧૩