________________
વિશેષ પ્રણાલી અનુસાર ભોકતૃત્વ ભાવ શું છે તેનો નિર્ણય કરવો ઘટે છે. પરોક્ષરૂપે આ ગાથા એમ કહી જાય છે કે રાજાપણું કે રંકપણું તે બાહ્યભાવ છે અને તે શુભાશુભ કર્મનું ફળ છે, તેમ વિચારીને જીવાત્મા બંને ભાવથી દૂર રહે, તો કર્મ ઉદયમાન હોવા છતાં કર્મફળના પ્રભાવથી બચી જાય છે.
" એક પ્રશ્ન : લગભગ બધા ઉપદેશકો અને સામાન્ય કથાકારો એમ કહે છે કે કરેલાં કર્મ ભોગવવા પડશે. તેઓ એવી રીતે સ્થાપના કરે છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. કેમ જાણે કર્મો બળપૂર્વક પોતાનું ફળ આપવા કટિબધ્ધ હોય છે. તે કર્મરૂપીની તલવારનો ઘા તમારે જીરવવો જ પડેશે, તમારે કર્મના શિકાર બનવું જ પડશે. આમ કર્મના ભોકતૃત્વ ઉપર ઘણું વજન આપીને કર્મફળની ચર્ચા કરી છે.
કર્મફળ ભોગવવા પડે છે એ સાચી વાત છે પણ કર્મ ભોગવવા જ પડશે એ વાત બરાબર નથી. શું કર્મમાં કશું પરિવર્તન થઈ શકતું નથી ? બાંધેલા ભૂતકાળના કર્મો અચેતન અવસ્થામાં છે, તો ચેતન પોતાના પુરુષાર્થથી શું તેમાં કશું પરિવર્તન ન કરી શકે?
જેનદર્શનમાં તો સ્પષ્ટ સિધ્ધાંત છે કે કર્મનાં ઉદ્દવર્તન, અપવર્તન, સંક્રમણ આદિ ઘણાં કિરણો દ્વારા પરિવર્તનને અવકાશ છે. છતાં આ બધા ઉપદેશકો આ વાતથી દૂર રહીને કરેલા કર્મો ભોગવવા પડશે, તે વાત ઉપર જોર આપે છે. આ ગાથામાં ભોકતૃત્વભાવનું વર્ણન છે, તે સત્ય હકીકત છે પરંતુ કર્મના પ્રભાવથી બચી શકાય છે; તે ભાવ અધ્યાર્થ છે. શાસ્ત્રમાં એક વાકય જોવા મળે છે “ડાળ માન ન મોવરવો મ7િ | કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટતા નથી જો કે આ વાકયમાં કરેલા કર્મ છૂટતા નથી એટલા જ શબ્દો છે પરંતુ તેના ગર્ભમાં ભોગવ્યા વિના છૂટતા નથી, તેવો અર્થ કાઢવામાં આવે છે. બીજો અર્થ એવો છે કે કર્મો પોતાની મેળે ફળ આપ્યા વિના છૂટતાં નથી. જે અર્થ હોય તે કેવળગમ્ય છે પરંતુ કરેલાં કર્મ ભોગવવા પડે છે તેવો સીધો અર્થ છે. હકીકતમાં આ પદનો કેટલોક ભાવ અનુકત છે. જે આ પ્રમાણે હોવો જોઈએ. “નડુ નીવ 7 પરબ્બન્ન' આખું વાકય આ પ્રમાણે થઈ શકે છે. “ડાળ મૂળ ર મોરવો ત્વ, નિદ્ ગીવ ન પરવક્ની ' અર્થાત્ જો જીવ પરાક્રમ ન કરે, પુરુષાર્થ ન કરે, તો કરેલાં કર્મ ભોગવવા પડે છે. અહીં પુરુષાર્થને પૂરો અવકાશ છે. આપણી આ ગાથામાં જે ભોકતૃત્વ ભાવ કહ્યો છે અર્થાત્ જીવાત્મા ભોકતા છે, તે સિદ્ધ કર્યું છે, તે સામાન્ય પ્રણાલીના આધારે છે. ભોકતૃત્વ ભાવ ફરજિયાત (Compulsory) નથી. જો જીવાત્મા જ્ઞાનમાં કે સાધનામાં રમણ કરે, તો તેનાં બે પરિણામ આવે. કેટલોક ભોકતૃત્વભાવ ટળી જાય, જયારે કેટલુંક પરિવર્તન થઈ જાય. ભોકતાપણું તે કર્મનું ફળ છે પરંતુ તે ફળને વધારે બગાડવું કે સુધારવું અને ભોકતા બનીને પાપથી બચવું, તે જીવના પુરુષાર્થ પર આધાર રાખે છે. કોઈ ખેડૂત બીજ વાવે છે, બીજ અંકુરિત થયા પછી સરખી રીતે તેનું પાલન કરે અને બીજા અંકુરોમાં નુકશાન કરનારા તત્ત્વોને કાઢી નાંખે, સારી રીતે તેની સંભાળ રાખે, તો બીજ સારાં ફળ આપી શકે છે. તે જ રીતે શુભ કર્મરૂપી બીજ જયારે ઉદયમાન થાય, ત્યારે તેને ક્રોધ-અહંકાર રૂપી અમંગળ તત્ત્વોથી બચાવે, તો શુભકર્મો ભોગવાઈને ખરી પડે છે. તે આત્માને બંધનકર્તા થતા નથી. એ જ રીતે જો અશુભ કર્મનાં બીજ
\\\\\\\\\\\\\\(૩૧૨) LLLLLS