________________
એક ખાસ વાત : હકીકતમાં દરેક કાર્ય પોતાની સ્વતંત્ર અવસ્થા ધરાવે છે. એટલે કેટલાક શાસ્ત્રોએ મૂળમાં જ ઘા કરીને કારણવાદનો પ્રતિકાર કર્યો છે. પર્યાય સ્વયં પર્યાય પામે છે. પર્યાય કારણથી ઉત્પન્ન થઈ શકે છે તેમ કહેવામાં કશું રહસ્ય નથી. આ પરમ નિશ્ચયનો સિધ્ધાંત સ્વીકારીએ, તો પ્રત્યેક ભાવો પોતાની મેળે ઉપજે છે અને વિલય પામે છે, તેની સ્થિતિ પૂરી થતાં સદાને માટે તે વિલય પામી જાય છે. હકીકતમાં આત્મા સ્વયં આવા કોઈ પણ વૈભાવિક ભાવોનો કર્તા નથી અને જો કર્તા નથી તો તેના ફળનો ભોકતા પણ નથી. જયારે આ જ્ઞાન દ્રષ્ટિ વિકસિત થઈ જશે, ત્યારે જીવાત્મા અકર્તા અને અભોકતા બની કારણ-કાર્યની સાંકળથી મુકત થઈ મોક્ષગતિને પ્રાપ્ત કરશે. આ ગાથામાં જે ભોકતાભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, એ જીવાત્માની કાયમી અવસ્થા નથી. જીવ કર્મનો ભોકતા બને છે અને ભોકતા બનવામાં તેના કર્મો કારણભૂત બને છે, એ વાતની સ્પષ્ટતા કરી તેમાંથી મુકત પણ થવાય છે, તે વાતાનો ઉદ્ઘોષ સ્વયં શાસ્ત્રકાર આગળની ગાથોઓમાં કરવાના છે.
અહીં તો એટલું જ કહેવાનું છે કે સંસારમાં જે કાંઈ ઊંચા-નીચા કે સુખ દુઃખના ભાવો ભજવાય છે અને જીવાત્મા તેનો ભોગ બને છે, તેમાં જીવાત્મા જે કાંઈ સંવેદન કરે છે, સારા-નરસા ભાવોને ભોગવે છે, તે બધું કર્માધીન નાટક છે.
રાજા થાય કે રંક થાય, સારા-નરસા સંયોગ વિયોગ થાય, ઈષ્ટ–અનિષ્ટ અવસ્થાઓ પેદા થાય, તે તો કર્ણાધીન છે જ. તે શુભાશુભ કર્મનું ફળ તો છે જ પરંતુ ફળ ભોગવતી વખતે જે કાંઈ મોહાદિક અહંકાર કે લોભના પરિણામો જાગૃત થાય છે, તે પરિણામો પણ કર્માધીન છે. અઘાતિ કર્મ શુભાશુભ અવસ્થા પેદા કરે છે. જ્યારે ઘાતિકર્મ આ પરિસ્થિતિમાં અશુભ ભાવોને જન્મ આપે છે. જો એ વખતે મોહાદિક કર્મનો ઉદય ન થાય, તો શુભાશુભ કર્મનો ભોગભાવ પણ નિર્જરાનો હેતુ બને છે. ભોકતૃત્વ તે કર્મનું ફળ છે પણ તેની સાથે જીવ જો મોદાદિ કર્મનો ભોકતા ન બને, તો ભોકતૃત્વ ભાવ પણ કલ્યાણ રૂપ બની જાય છે. અઘાતિ કર્મ શુભાશુભ ફળ આપે છે, પાપ-પુણ્યરૂપે કડવાં મીઠાં ફળ આપે છે. તે વખતે ઘાતિ કર્મની બે અવસ્થા હોય છે. ઉદયમાન અવસ્થા અથવા ક્ષયોપશમ ભાવયુક્ત અવસ્થા. કર્મભોગમાં જો મોહનો ઉદયભાવ ભળે, તો જીવનો ભોકતાભાવ ખૂબ ઘાટો રંગ પેદા કરે છે, મહાબંધનનું કારણ બને છે. ઉદયભાવ તે પણ એક પ્રકારનો અશુધ્ધ ભોગભાવ છે. શુભાશુભ કર્મના ઉદય વખતે અશુધ્ધ ભાવનો ઉદય ઘણો જ હાનિકારક છે પરંતુ તે વખતે જો મોહનીય કર્મનો ક્ષયોપશમ હોય, તો ભોકતાભાવનો પ્રભાવ જીવાત્મા ઉપર પડતો નથી. સ્વયં યોગાદિ ભાવે કર્મ ભોગવાય જાય છે અને ભોગભાવ અત્યંત આછા રંગનો બની જીવને દૂષિત કરતો નથી. જીવાત્મા અપ્રભાવ્ય અવસ્થામાં રહી ઘાતિ કર્મનો ભોકતા થતો નથી.
આ આખું વિવેચન જીવનો ભોકતાભાવ શું છે અને જીવને સાચા અર્થમાં કયારે ભોકતા માનવો, તેના ઉપર સ્પષ્ટ દ્રષ્ટિપાત કરી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે મોહાદિનો ઉદય ન હોય તો ભોગભાવ હોવા છતાં પણ જીવ અભોકતા રહે છે. જે કર્મોને શુભાશુભ ફળનાં કારણરૂપ માન્યા છે અને કર્મ પોતાનું ફળ આપે છે, તે હકીકતને સામાન્ય પ્રણાલીથી સ્વીકાર કર્યા પછી ઉપર્યુકત પાપપપપપપ પપપપપપપપપપપપપ૭(૩૧૧) LLLLLLLLLLLLLLLLLLLLLLLLS