________________
નથી કે રાજા સદા માટે રાજા રહી શકે અને રંક સદા માટે રંક રહી શકે, પરંતુ હકીકતમાં રાજાના પણ અશુભ કર્મો ભેગા થાય, ત્યારે તે અનીતિનો સ્વીકાર કરી રંક બની જાય છે અને રંક પણ જો તેના શુભ કર્મો હોય, તો પુરુષાર્થનું અવલંબન કરી તે રાજા સમાન બની જાય છે. એટલે આ ઘટનામાં કે આવા પરિવર્તનમાં પણ કર્મફળ જ મુખ્ય આધારભૂત છે. કર્મને ફળીભૂત કરવામાં પુરુષાર્થ નિમિત્ત બને છે. બીજમાં અનાજ ભરેલું છે. ખેડૂત તેને પુરુષાર્થથી પલ્લવિત કરે છે. પણ જો બીજમાં શકિત ન હોય, તો પુરુષાર્થ વ્યર્થ જાય છે, માટે રામાયણમાં પણ કહ્યું છે કર્મ પ્રધાન કરી રાખા' અર્થાત્ કર્મની પ્રધાનતા છે. કર્મને અનુસરીને જ પુરુષાર્થ સારાં-નરસાં ફળ આપી શકે છે. આગળ ચાલીને એમ પણ કહેવું જોઈએ કે જીવ કર્મના આધારે જ સાચો ખોટો પુરુષાર્થ કરે છે. જો પુણ્ય હોય તો જ સાચો પુરુષાર્થ અને પાપનો ઉદય હોય તો ખોટો પુરુષાર્થ કરે છે. આ ચિંતનથી પૂર્વપક્ષનું સંપૂર્ણ નિરાકરણ થઈ જાય છે.
હવે આપણે ગાથાના બધા પદો અને તેમાં સ્થાપેલા સિધ્ધાંતોનું ઊંડાઈથી અવલોકન કરશું.
કાર્ય–કારણનો સંબંધ : દાર્શનિક સિધ્ધાંત અનુસાર કારણ વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. પરંતુ કારણ કોને માનવું? તે વિષે મોટો વિવાદ છે. સામાન્યરૂપે કારણના બે મુખ્ય પ્રકાર કરવામાં આવ્યા છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ તે કહેવાય છે કે જે કાર્યરૂપે પરિણામ આપે છે. જયારે નિમિત્ત કારણ છે, તે પોતાનો નિશ્ચિત વ્યાપાર કરીને, કાર્યમાં સહયોગી બની, પુનઃ હટી જાય છે. જેમ કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, તેમાં માટી તે ઘડાનું ઉપાદાન કારણ છે. માટી ઘડા રૂપે પરિણામ પામે છે. જયારે કુંભાર અને તેના સાધનો એ બધા નિમિત્ત કારણો છે. તે જરૂરી વ્યાપાર કરીને દૂર રહી જાય છે. ઉપાદાનની વ્યાખ્યા કરતાં દર્શનશાસ્ત્ર કહે છે કે “
વનાશત્ ર્યના ' અર્થાત્ કારણનો નાશ થવા પર કાર્યનો નાશ થાય, તો તે ઉપાદાન કારણ છે પરંતુ કાર્યનો નાશ થવા પર નિમિત્ત કારણ પર કશો પ્રભાવ પડતો નથી. તે અખંડ રહી જાય છે. આ કારણવાદ ઘણો ગંભીર વિષય છે. કયા કાર્યનું કયું કારણ છે, તે નિશ્ચય કરવો તે અગાધ ચિંતન સાથે સંબંધ ધરાવે છે. વ્યવહારની દ્રષ્ટિએ સામાન્ય કારણ-કર્મનો બોધ સમજાય તેવો છે. પરંતુ નિશ્ચયવૃષ્ટિએ ચિંતન કરતાં એમ સમજાય છે કે જડ પદાર્થ સ્વયં પોતાના પરિણામ કરતાં હોય છે અને જીવાત્મા તો ફકત પોતાના વિકારી પરિણામોનો જ કર્તા છે અર્થાત સ્થૂલ ક્રિયામાં સ્થૂલ પદાર્થો કારણભૂત છે. જ્યારે તેની પાછળ જે સૂક્ષ્મક્રિયાનો વ્યાપાર ચાલે છે તેના કારણભૂત સૂક્ષ્મ કારણો હોય છે. કાર્યની એક સમાન કડી જોવામાં આવે છે પરંતુ કાર્યને ખંડ–ખંડ કરીને જોવાથી દરેક ખંડની પાછળ વિભિન્ન નિરાળા કારણો અસ્તિત્વ ધરાવે છે અને દરેક કારણ એક–એક ખંડ ખંડ કાર્યનું સંપાદન કરે છે. હકીકતમાં કાર્ય તે પર્યાયનો પ્રવાહ છે અને તે પ્રવાહની પાછળ દરેક દ્રવ્યો પોતાની રીતે કારણભૂત બને છે. કાર્ય એક હોય અને કારણ અનેક હોઈ શકે, જયારે અનેક કારણો મળીને એક કાર્યનું સંપાદન કરે છે.
અહીં આપણે કારણની ચર્ચા કરી ઉપાદાન–નિમિત્તની વ્યાખ્યા કરી છે. જયારે ન્યાય દર્શન ઉપાદાનકારણ, સમવાયકારણ અને નિમિત્તકારણ એવા અલગ અલગ કારણોથી કાર્ય-કારણની અભિવ્યકિત કરે છે... અસ્તુ.
\\\\\\\(૩૧૦) SSSSSSSSSSSSS