________________
બીજી રીતે એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે મનુષ્યની દુર્બળ સ્થિતિમાં સ્વયં કારણભૂત છે કે તેના કર્મ કારણભૂત છે ? શું કર્મના આધારે જ મનુષ્યની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે પુરુષાર્થને અવકાશ છે ? ભાગ્યવાદ તે મનુષ્યને માટે અથવા તેની શકિત માટે કલંકરૂપ નથી? આ ગાથાની સામે આટલો મોટો પૂર્વપક્ષ ઊભો કરીને હવે કૃપાળુ ભગવંતના કથનનો શું ઉદ્દેશ છે તેનો ઊંડો વિચાર કરીને ઉત્તરપક્ષને તત્ત્વની દૃષ્ટિએ સમજીએ.
ઉત્તરપક્ષ : વર્તમાન સામ્યવાદના કે બીજા કેટલાક રાજનૈતિક પ્રશ્નોના પ્રચાર સાથે ધર્મવાદને સરખાવામાં મૂળભૂત વીતરાગી શાસ્ત્રોને ન્યાય મળવો સંભવ નથી. વર્તમાનમાં જે કાંઈ પ્રવાહો ઉદ્ભવ્યા છે, તે ધર્મ કે અધર્મની પરવાહ કર્યા વિના સ્વાર્થના કેન્દ્રબિંદુ ઉપર રચાયેલા છે. તેમનો મુખ્ય સિદ્ધાંત માનવીય સ્વાર્થ છે અને તે સિધ્ધાંતો હકીકતમાં ન્યાયપૂર્ણ હોતા નથી. સહુને સુખ ભોગવવાનો પૂરો હક્ક છે, એમ કહેનારા પ્રવાદીઓ મોટા કતલખાનાનું અસ્તિત્વ કાયમ રાખી, મહાઉપકારી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની કતલ કરવામાં જરાપણ અન્યાય માનતા નથી, હજારો લાખો પ્રાણીના ભોગે માંસાહાર જેવા દૂષિત કર્મોને પણ ન્યાયયુકત બતાવી, તેને રાજનૈતિક શરણ આપે છે. તેનો અર્થ એ થયો કે તેનું કેન્દ્રબિંદુ કોઈ ધર્મ કે ન્યાય નથી પણ માનવીય સ્વાર્થ છે. તો આવા સ્થૂલ પાપપૂર્ણ સિદ્ધાંતોને તત્ત્વજ્ઞાનના ત્રાજવા ઉપર તોળી શકાય તેવા નથી. આટલું કહીને હવે આપણે મૂળ વાત પર આવીએ.
અહીં જે કર્મ પ્રણાલીનો, કર્મફળનો કે ભોકતાભાવનો સિધ્ધાંત સ્થાપિત કર્યો છે, તે બરાબર એક જીવને સદાને માટે તેવો ભોગવટો કરવો જ પડશે, તેવી સૈકાલિક સ્થાપના કરી નથી પરંતુ વર્તમાનકાલીન હકીકત છે, તેનું દર્શન કરાવ્યું છે અને માનવજાતિ કે કોઈપણ જીવરાશિ પોતાના કર્મોનાં ફળ સાથે જોડાયેલી છે, તેનું દિગ્દર્શન કરાવ્યું છે. કર્મનો પ્રતિકાર પણ કરી શકાય છે, તેમાં પુરુષાર્થને પણ પૂરો અવકાશ છે. તે સિધ્ધાંત અહીં પરિપૂર્ણ નથી પરંતુ તેનો નિષેધ પણ કર્યો નથી. અર્થાત્ જૈનદર્શન કે બીજા સાધનામાર્ગના દર્શનો કર્મફળનો નાશ કરવા માટે પુરુષાર્થની સ્થાપના કરે છે. અશુભ કર્મો ભોગવવા જ પડે તેવો નિયમ નથી પરંતુ અત્યારે કર્મવાદની સ્થાપના થઈ રહી છે ત્યાં તેનું પ્રયોજન નથી. વિશ્વમાં જે રાંક કે રાજા, ગરીબ કે ધનાઢય સુખી કે દુઃખી થાય છે, રોગી કે નિરોગી બને છે, તેમાં તેનાં કર્મ કારણભૂત છે, તે નિર્વિવાદ સત્ય છે. આ ગાથામાં મુખ્ય પ્રયોજન કર્મ શુભાશુભ ફળ આપે છે અને તે ફળ પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેથી કર્મવાદના સિદ્ધાંતને અવગણી શકાય તેમ નથી. પૂર્વપક્ષમાં જે શંકા કરી છે કે પુરુષાર્થને અવકાશ નથી અથવા મનુષ્ય કર્મફળના આધારે ચાલે, તો પરાધીન બની જાય છે, તે વાતનું પણ નિરાકરણ થઈ જાય છે. કર્મવાદ છે તો જ પુરુષાર્થને અવકાશ છે, માટે કર્મવાદના આધારે જ જીવન ચાલે છે તેમ નથી. કર્મ અને પુરુષાર્થ બંને જીવનના બે ચક્ર છે અર્થાત્ બે પૈડાં છે. પુરુષાર્થને માનવાથી પણ કર્મનો સ્વીકાર કરવો પડે છે. શાસ્ત્રકાર એટલું જ કહેવા માંગે છે કે જીવનમાં જે કાંઈ ઊંચુંનીચું દેખાય છે, તેના મૂળમાં તે જીવના કોઈ કર્મો હોવા જ જોઈએ. કર્મવાદની પ્રસ્તુતિ તે ભારતીય દર્શનનો મૂળભૂત પ્રશ્ન છે અને કર્મફળ તે મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ છે માટે ગાથામાં રાજા અને રંકનું એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ત્યાં એમ કહેવાનો આશય
પSLLLLS(૩૦૯) DID