________________
ગાથા-૮૪
:
-
ઉપોદ્ઘાત : પાછલી ગાથામાં શુભાશુભ કર્મનું ફળ અને તેનું પરિણામ એક દ્રવ્યની અપેક્ષાએ સમજાવ્યું હતું. અહીં ફરીથી તે તુલનાને જીવંત વ્યકિત ઉપર પ્રગટ કરે છે. કર્મનું પરિણામ માત્ર ક્રિયા કે ફળરૂપે જ જણાતું નથી પરંતુ કર્મનો પ્રભાવ વ્યકિત ઉપર પણ જણાય છે. જેમ ક્રિયાત્મક ફળ થાય છે, તે ક્રિયારૂપ ભોગ થાય છે. તે જ રીતે કર્મનું ફળ કર્તારૂપે અર્થાત્ વ્યકિત ઉપર પણ પ્રભાવ નાંખી કર્તારૂપે ભોગવાય છે. આ રીતે સિદ્ધિકારે કર્મફળનો ફડચો કરી વધારે સ્પષ્ટ કરવા માટે આ ગાથામાં રંક અને રાજાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. શુભાશુભ કર્મનું ફળ જેમ દ્રવ્યમાં જોવા મળે છે, તેમ વ્યકિતમાં પણ જોવા મળે છે. ખાસ કરીને આ કર્મફળ માનવજાતિમાં વિશેષરૂપે જોઈ શકાય છે, તેથી અહીં કર્મફળના ભાજગરૂપે મનુષ્યને ગ્રહણ કર્યો છે અને ત્યારબાદ તેના કારણરૂપે શુભાશુભ નિમિત્ત માન્યું છે. વર્તમાને વ્યકિતનું જે રૂપ પ્રતીત થાય છે તે કોઈ વિશેષ કારણોના આધારે છે. અહીં દર્શનશાસ્ત્રનો પ્રબળ સિદ્ધાંત પ્રસ્તુત કર્યો છે કે કારણ વિના કાર્ય નિષ્પન થતું નથી. આ ગાથા સામાન્ય બોધની સાથે સાથે દાર્શનિક સિદ્ધાંતને પ્રસ્તુત કરી રહી છે. હવે આપણે ગાથાનું ગુંજન સાંભળીએ.
એક રાંક ને એક ના, એ આદિ જે ભેદ;
કારણ વિના ના કાર્ય તે, તે શુભાશુભ વેધા ૮૪ I પૂર્વપક્ષ : શું રાંક કે રાજા થવું, તે હકીકતમાં તેના કોઈ કર્મનું ફળ છે કે વ્યકિતના પુરુષાર્થનું ફળ છે ? આ પ્રશ્ન જાણે માનવસમાજ સામે ધર્મશાસ્ત્ર પડકારતું હોય, તેવો પ્રશ્ન ઊભો છે. રાંક થવું કે નૃપ થવું, તે કોઈ કર્મનું ફળ શા માટે માની લેવું? ઘણા રાજાઓ પોતાની ભૂલથી કે નીતિના અભાવે રાંક પણ બની ગયા છે અને ભિખારી પણ બની ગયા છે. જયારે કેટલાક સામાન્ય અત્યંત ગરીબ સ્થિતિમાં જન્મેલા મનુષ્યો પોતાના પુરુષાર્થના બળે પ્રભાવશાળી રાજા બની ગયા છે. આવા ઘણા દૃષ્ટાંતો ઈતિહાસના પાને નોંધાયા છે.
જો રાંકપણું અને રાજાપણું કર્માધીન જ માની લઈએ, તો મનુષ્યના પુરુષાર્થને અવકાશ મળતો નથી. વર્તમાન સામ્યવાદ તો ધર્મના આ સિદ્ધાંતોનો પરિહાસ કરે છે અને સમજાવે છે કે ગરીબને ગરીબ રહેવા માટે ધર્માચાર્યોએ પોતાના બચાવ માટે કર્મ સિધ્ધાંતનો ઉપયોગ કર્યો છે. રાજનીતિના દુપ્રભાવથી મનુષ્ય દરિદ્ર કે ગરીબ બની રહે છે. એક રીતે મનુષ્યના પુરુષાર્થને દબાવી દેવા માટે કર્મસત્તાનો પ્રયોગ કર્યો છે. કર્મવાદ એમ કહે છે કે રાંક થયો છે તે તારા પાછલા જન્મના કર્મનું ફળ છે, માટે શાંતિપૂર્વક રાંક બની રહેવું. જયારે રાજાને કહે છે કે તારા પૂર્વજન્મના પુણ્ય છે, એટલે તું આ બધી સત્તા અને ભોગનો ઉપયોગ કરવાનો અધિકારી છે. તારી સુખ-સાહ્યબી કોઈ શોષણથી કે અનીતિથી મળી નથી પરંતુ તારા શુભકર્મનું ફળ છે. આ રીતે રાંક અને રાજાની નીતિને કાયમ સ્થાપિત કરવા માટે કર્મવાદને પ્રબળ સાધન બનાવ્યું છે, આ છે તર્કવાદનો પ્રશ્ન.
I\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૦૮)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\