________________
પામે,' ‘આહાર તેવો ઓડકાર', ‘ઝેર ખાય તો મરે' આ બધી લોકાક્તિ પણ સામાન્ય રીતે જીવનો ભોકતાભાવ પ્રગટ કરે છે. તે જ રીતે આ ગાથામાં પણ ઝેર અને સુધાનું ઉદાહરણ આપીને અશુભ અને શુભ કર્મની તુલના કરી છે અને મનુષ્યને એક સામાન્ય બોધ આપ્યો છે કે જેવું કર્મ કરે તેવું ફળ મળે, આ છે ગાથાનો સારાંશ.
અહીં એક સામાન્ય પ્રણાલીનું અવલંબન કરીને સર્વમાન્ય સિધ્ધાંત સ્થાપિત કર્યો છે અને પરોક્ષભાવે નાસ્તિકવાદનો પ્રતિકાર કર્યો છે. આટલું કથન કર્યા પછી શાસ્ત્રકાર આગળ વધીને આગામી ગાથામાં પણ આ જ વિષયનો ફરીથી ઉલ્લેખ કરીને પુનઃ કારણ—કાર્યની સાંકળને કર્મ સિધ્ધાંતમાં પ્રસ્તુત કરે છે, હવે આપણે ૮૪ મી ગાથાનો ઉપોદ્ઘાત કરીએ.
(૩૦૭).