________________
સુમભોગ કે અશુભભોગથી એ નિર્ણય આપવો યુકત નથી કે શુભ ભોગવાળો ઉત્તમ અથવા ભાગ્યવાન છે અને અશુભ ભોગવાળો કનિષ્ટ અને ભાગ્યહીન છે. આ ધાર્મિક કથન નથી, ધર્મને અનુકૂળ નથી, ન્યાયયુકત પણ નથી. વ્યવહારમાં માયાવી માણસો શુભ ભોગને ઉત્તમ અને ઊંચા માને છે અને અશુભ ભોગને કનિષ્ટ અને નીચા માને છે પરંતુ આ કથન સર્વથા સંસારી કથન છે. શુભાશુભ ભોગભાવ જીવાત્મા ભોગવે છે, તે બરાબર છે પરંતુ આ ભોગભાવો નિયત નથી, તેમ જ તે ધર્મનું કોઈ માધ્યમ નથી. ભોગમાત્રથી મુકત થવું, તે પ્રધાન લક્ષ છે અને મુકત ન થાય, ત્યાં સુધી શકય તેટલા ભોગભાવનો ત્યાગ કરે, ત્યાગ કરવાનો સંકલ્પ કરે, ત્યાગ ન કરી શકે તો પણ ભોગભાવમાં વિરકિત કરે અને વિરકિત દ્વારા ભોગ અને ભોગ કરનાર વિભાવ ભાવને જ્ઞાનવૃષ્ટિએ સમજીને બંનેથી વિરકત બને, ત્યારે જીવાત્મા ભોકતા હોવા છતાં અભોકતા કે અલ્પભોકતા બની જાય છે. આ છે ભોગભાવની વિશેષ પ્રણાલી. જીવનો ભોકતૃત્વભાવ અથવા ભોકતૃત્વ પર્યાય તે ઘણો ગંભીર અને ગૂઢ વિષય છે. અહીં આપણે બહુ થોડામાં ભોકતૃત્વ ભાવની બંને પ્રણાલી પર દ્રષ્ટિપાત કર્યો છે. જીવ ભોકતા છે, તે સામાન્ય હકીકત છે પણ બરાબર ભોકતા જ છે અને અભોકતા ન બની શકે, તે તર્ક ન્યાયયુકત નથી પરંતુ હકીકતમાં જીવ કર્મનો ભોકતા છે, એ સત્ય સમજાય અને જીવકર્મ ભોગવે છે, જ્ઞાનમાં જયારે એ સ્પષ્ટ થાય, ત્યારે જ તે ભોગભાવમાંથી વિમુકત થવાનો પ્રયાસ કરે છે માટે આ ગાથામાં ભોગભાવની સ્થાપના કરી છે અને જીવકર્મનો કર્તા છે પણ ભોકતા નથી તે વાતનો અને શિષ્યની શંકાનો પ્રતિકાર કર્યો છે. અંતે સિદ્ધ કર્યું છે કે જીવ કર્મનો કર્તા છે અને ભોકતા પણ છે.
આધ્યાત્મિક સંપૂટ ઃ જીવ કર્મનો કર્તા કે ભોકતા છે તે સંપૂર્ણ કથનનું લક્ષ અકર્તા અને અભોકતાભાવમાં છે. કર્તા અને ભોકતા તે જીવની વર્તમાનકાલીન સ્થિતિ છે. અકર્તા અને અભોકતા તે અનંત ભવિષ્યકાલીન સ્થિતિ છે. કર્તુત્વનો સંબંધ વિભાવો તથા યોગથી છે. જયારે જીવ અયોગી અને શુદ્ધ સ્વભાવનિષ્ઠ એક શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે. જેમ કુંભારે વિવિધ પ્રકારના માટીના હાંડલા બનાવ્યાં હોય પરંતુ તે બધા ક્ષણિક પર્યાયો છે. તેને ભાંગીને ભુક્કો કરે, તો એક શુદ્ધ માટી છે. એ રીતે કર્તૃત્વ અને ભોકતૃત્વના જે કાંઈ શુભાશુભવાળો છે, તે એક મહાવિકાર છે. બગડેલું દૂધ તે દૂધની શુદ્ધ સ્થિતિ નથી. તેમ આ બધા વિકારોને જણાવીને આપણા મહાન સિદ્ધિકાર અંતે તો શુદ્ધ આત્મતત્ત્વની સ્થાપના કરી રહ્યા છે પરંતુ તેમાં કર્તાપણાનો કે ભોકતાપણાનો જે ભયંકર અહંકાર છે, તે જીવના શુધ્ધ સ્વભાવને ઢાંકી રાખે છે. આંખો બંધ કરીને દોડનારો માણસ કેવું દોડે તે સમજાય તેવું છે, તેમ કર્તાપણા અને ભોકતાપણાના ભાવોને જોનારી જે વૃષ્ટિ છે, તે વૃષ્ટિ બંધ કરીને દોડનારા માણસ જેવી છે. આ ગાથા આપણી દૃષ્ટિ ઉઘાડે છે અને સ્પષ્ટ કહે છે કે કર્તા ભોકતાના ભાવ ભલે હોય, જીવાત્મા ભલે તેમાં નિમિત્ત હોય પરંતુ હકીકતમાં તે બંનેનો જે સ્વામી છે તે પણ નિમિત્ત ભાવે નિરાળો છે. જ્ઞાનની પર્યાયમાં જીવાત્મા ફકત જ્ઞાનનો જ ભોગ કરે છે. આ દૃષ્ટિને પ્રાપ્ત કરવી તે જ ગાથાનું નવનીત છે.
ઉપસંહાર : ગાથામાં એક સામાન્ય સિદ્ધાંતની સ્થાપના કરી, સરલ રીતે કારણકાર્યરૂપે કર્મ અને તેના ફળનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય લોકભાષામાં પણ બોલાય છે કે જેવું કરે તેવું
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢܐܟ ܘa)ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܢ