________________
ગાથા-૮૩.
ઉપોદઘાત : જૈનદર્શનમાં સ્વતઃ પરિણમનનો સિધ્ધાંત મુખ્યરૂપે સ્વીકારવામાં આવ્યો છે. સ્વતઃ પરિણમનનો અર્થ છે પદાર્થમાં સ્વયં પોતાની ગુણધર્મિતા છે, ક્રિયાશીલતા છે અને તે અનુસાર ફળ આપવાની શકિત પણ છે. આ ગાળામાં આ સિધ્ધાતનું અવલંબન કરીને કર્મશકિતનો ઉલ્લેખ કર્યો છે. પદાર્થ સ્વયં સંયોગથી નિર્મિત થાય છે, તેની નિર્મિતિ સાથે જ તેની શકિતનો તેમાં પ્રાદુર્ભાવ થઈ જાય છે. જેમ દૂધને જમાવી, દહીં બનાવી, વલોણું કરી, માખણ કાઢીને પછી, તપાવીને ઘી બનાવવામાં આવે છે. આ બધુ નિર્માણ થયા પછી “ધી” માં તેની શકિત અથવા તેના ગુણધર્મ તેની સાથે સ્વયં જોડાયેલા હોય છે. તેની ગુણધર્મિતાનું પદાર્થની સાથે સાથે જ નિમાર્ણ થયું હોય છે. આ છે પદાર્થની પરિણામિતા, અર્થાત્ પરિણમન. કર્મશકિત પણ જીવની સાથે જોડાયા પછી પોતાનું ફળ આપવા માટે શકિતમાન હોય છે. શાસ્ત્રકારે અહીં અમૃત અને વિષ બંને પદાર્થનો ઉલ્લેખ કરી તેના પરિણમન વિષે બીજી કોઈ મધ્યસ્થ શકિતની જરૂર નથી, તે બાબત આ ગાળામાં સ્પષ્ટ અભિવ્યકિત કરી છે. આટલો ઉપોદઘાત કરીને ગાથાની ભૂમિકાને સમજીને હવે ગાથામાં જ સ્નાન કરીએ.
એર સવા સમજે નહી, જીવ ખાય ફળ થાય T
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાયા ૮૩TI પદાર્થનું સ્વતઃ પરિણમન : આ ગાથાના પ્રથમ પદમાં જ સિધ્ધકારે સ્વતઃ પરિણમનનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે અને એક સિધ્ધાંતની સ્થાપના કરી છે કે કોઈ વ્યકિત કોઈ પણ પદાર્થના ગુણધર્મને સમજે કે ન સમજે પરંતુ તે પદાર્થનો પ્રયોગ કરે અથવા ખાવાની ચીજનું ભક્ષણ કરે, તો તે પદાર્થ અથવા જેનું ભક્ષણ કર્યું છે, તે ખાદ્ય પદાર્થ જીવની સમજણ સાથે સંબંધ ધરાવ્યા વિના પોતાનું પરિણામ પ્રગટ કરે છે. કોઈ માણસ અગ્નિને ઓળખે કે ન ઓળખે પણ જો અગ્નિમાં હાથ નાંખે, તો દાઝે છે. અગ્નિની દહનશકિત, તે તેની સ્વતંત્રશકિત છે અને તે સ્વતઃ પરિણમન પામે છે અથવા દઝાડવાનો ભાવ કે બાળવાની શકિત કોઈ વ્યકિતની સમજ સાથે સંબંધ રાખતી નથી, વિદ્વાનનું ઘર હોય કે અભણનું ઘર હોય, જો આગ લાગે તો બંનેના ઘર બળી જાય છે. આ છે પદાર્થની ક્રિયાશીલતા. અગ્નિને બાળવા માટે બીજા કોઈ મધ્યસ્થ કે પ્રેરકની જરૂર નથી. પદાર્થની શકિત સ્વયં પ્રેરક છે.
આ રીતે જીવ કર્મ કરે છે ત્યારે કર્મનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર નિર્માણ થાય છે અને કર્મશકિતરૂપે જીવની સાથે જોડાય છે. જેને જૈનદર્શનમાં કર્મસત્તા પણ કહેવામાં આવે છે. એક પ્રકારે નિશ્ચિત અસ્તિત્વ ધરાવતી કર્મપ્રણાલી બીજરૂપે અસ્તિત્વમાં આવ્યા પછી કાળના પરિપાક પ્રમાણે નિમિત્તોનું નિર્માણ થતાં કર્મબીજ વિકાસ પામીને ફળ આપવા માંડે છે. કર્મ જયારે ફળ આપે છે, ત્યારે વ્યકિતની સમજની પરવાહ રાખતું નથી. તેમજ ફળ આપવા માટે તેને બાહ્ય બીજી કોઈ પ્રેરક શકિતની પણ આવશ્યકતા નથી. ઉદયમાન થયેલા કર્મો જયારે પ્રવૃત્ત થાય
\\\\\\S/૩૦૧)\\\\\\\\\\\\\\\\sis