________________
છે, ત્યારે જીવાત્મા તે કર્મનો ભોકતા બને છે, આ થયો સામાન્ય સિધ્ધાંત.
આ આખી પ્રણાલીમાં ઘણાં (કલોઝ) અર્થાતુ ઘણા કેન્દ્રબિંદુ છે, જે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ વિચારણીય છે. જીવ ભોકતા બને છે, તે એક સત્ય હકીકત છે પરંતુ તેને ભોકતા બનવું જ પડે તેમ સમજી લેવાનું નથી, તે ચિંતનની એક અલગ દ્રષ્ટિ છે. અહીં તો પ્રશ્ન એ છે કે જીવ ભોક્તા છે કે નહીં? ભોક્તા છે તો સ્વયં ભોક્તા છે કે તેનો કોઈ નિયામક છે? ભોક્તાપણું કયાંથી આવે છે? જીવ શા માટે ભોકતા છે? જીવ શા માટે ભોકતા બને છે ? તે મુખ્ય પ્રશ્ન છે. સામાન્ય સિદ્ધાંત પ્રમાણે ભોકતૃત્વનો આધાર કર્મસત્તા છે. બે પ્રકારના નિયમ હોય છે. જો સરલ પ્રણાલી પ્રમાણે કોઈ પરિવર્તન માટેનો વિશેષ પ્રયોગ ન થાય, તો સામાન્ય સ્થિતિમાં કર્મનો પરિપાક થાય, કર્મફળ આપે અને જીવ તેનો ભોકતા બને, તે એક સરળ સામાન્ય પ્રણાલી છે. જમીન યોગ્ય છે, બીજ પડેલા છે, નિમિત્ત કારણોનું અસ્તિત્વ છે, તો બીજ અંકુરિત થાય છે, ફળ આપે છે અને ફળને કોઈ ભોગવે છે. આ એક સામાન્ય પ્રણાલી છે. તેમાં ઘણા વિક્ષેપ પણ થઈ શકે છે, પરિવર્તન પણ થઈ શકે છે, આ એક જુદો પ્રશ્ન છે વ્યકિત પોતાની સમજથી કે તપોબળથી સાધનાનું અવલંબન કરી કર્મબળોનું પરિવર્તન કરી શકે છે અને તે ભોક્તાભાવથી બચી શકે છે પરંતુ આ પ્રણાલી તે વિશેષ પ્રણાલી છે. આ ગાથામાં જે સામાન્ય પ્રણાલી છે, તેના આધારે જીવાત્મા કર્મનો ભોકતા છે અથવા કર્મસત્તા ફળ આપીને સ્વતઃ ભોકતૃત્વભાવનું નિર્માણ કરે છે. તે હકીકત ઉપર પ્રકાશ નાંખવામાં આવ્યો છે.
આ સામાન્ય પ્રણાલી માટે અથવા તે સિદ્ધાંતને સમજવા માટે ગાથાના આરંભમાં જ ગરબા અને અમૃતનું ઉદાહરણ મૂક્યું છે. આ ઉદાહરણથી શાસ્ત્ર બે વાત સ્પષ્ટ કરવા માંગે છે. યથા
(૧) જીવ ભોકતા બને છે (૨) ફળ આપવાની પદાર્થની શકિત સ્વતંત્ર છે, તેમાં અન્ય કોઈ મધ્યસ્થ શકિતની જરૂર નથી.
ઝેર સુધા સમજે નહીં તેની સાથે સાથે એક ગંભીર ઉલ્લેખ કર્યો છે કે મનુષ્યની સમજ સાથે પદાર્થના પરિણમનનો કોઈ સંબંધ નથી, તે વાત પણ પરોક્ષભાવે કહેવામાં આવી છે. ગાથામાં સીધું એમ જ કહ્યું છે કે “ઝેર સુધા સમજે નહીં ત્યાં પ્રશ્ન થાય છે કે કોણ સમજે નહીં? વ્યકિત સમજે નહી કે ઝેર સમજે નહીં, તો ઝેરમાં તો સમજણ હોવાનો પ્રશ્ન જ નથી. તે રીતે સુધામાં પણ સમજણ હોવાનો પ્રશ્ન નથી અથવા ઝેર અને સુધા એવા કોઈ તત્ત્વો સમજ શકિત ધરાવતા નથી પરંતુ ફકત પરિણમન શકિત ધરાવે છે. પરિણમન પામનાર પદાર્થને કોઈ ગરજ નથી અથવા તેમાં સમજનો સર્વથા અભાવ છે. સમજ ન હોય, તો તેનાથી શું ? તેની પરિણમન શકિત આબાધિત છે. વીજળી પોતે સમજતી નથી કે પોતાનામાં બીજાને ઝટકો મારવાની કે ચલણશકિત છે અને તેને તેવી સમજની જરૂર પણ નથી. તે એક પ્રકારનું પરિણમન પરિબળ છે. એટલે ત્યાં પદાર્થમાં સમજનો કોઈ સવાલ નથી. હવે સામા પક્ષમાં મનુષ્યને સમજ હોય કે ન હોય, જો વીજળીનો સ્પર્શ કરે, તો તે તેનો ભોકતા અવશ્ય બને છે, આમ બંને પક્ષમાં સમજનું કોઈ મૂલ્ય નથી. સમજ એ જ્ઞાનનું પરિણમન છે અને ભોગભાવ તે કર્મસત્તાનું પરિણમન છે.
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૦૨) lllllllllllllubulbulbstetubbulbulu