________________
આંતરચેતના એટલે વચગાળાની શુદ્ધિ, સ્વચેતના એટલે જ્ઞાતા દૃષ્ટારૂપ શુદ્ધ સ્વભાવ.
ઉપસંહાર : ગાથા ભોગભાવની સ્થાપનાની પૂર્વભૂમિકાને પ્રગટ કરે છે. જો મૂળ રહસ્ય ન સમજાય તો વિસ્તારનું રહસ્ય સમજવામાં કષ્ટ થાય અથવા ન સમજી શકાય. કોઈ પણ વસ્તુનું મૂળ જાણવું, એ બુધ્ધિની પ્રતિભા છે. બુદ્ધિ સ્વયં કોઈપણ સિધ્ધાંતના મૂળ સુધી જવા માટે મથે છે. ગંગાને જોયા પછી માણસો ગંગોત્રી સુધી પહોંચે છે. હાલતાં ચાલતાં મનુષ્યને જોઈને અથવા તેમના સુખ દુઃખ જોઈને તેનું મૂળ કયાં છે, તે વિચારે છે. મૂળ તે કારણ છે અને બાકીનો વિસ્તાર, તે તેનું કાર્ય છે. વિશાળ વડલાનું મૂળ એક નાનકડું બીજ છે. તે રીતે આ ગાથામાં કર્મવાદના મૂળનું વિવરણ કર્યું છે. કર્મવાદ અને સુખદુઃખનો પ્રવાહ તે પ્રત્યક્ષ છે પરંતુ તેના મૂળમાં આંતરૂ ઘટમાં જે સૂક્ષ્મ પ્રક્રિયા થાય છે, તેનો આ ગાથામાં ઉપસંહાર કર્યો છે અને મૂળભૂત વાતને સ્પષ્ટ કિરીને એક પ્રકારે આંતરજગતમાં રહેલા કાર્યકરણનો બાહ્ય જગત સાથે શું સંબંધ છે, તેનો ઉલ્લેખ કર્યો છે. આ છે ગાથાનો સાર. આખી ગાથા શા માટે અભિવ્યક્ત કરી છે તેનું લક્ષ ૮૩ મી ગાથામાં પ્રગટ કર્યું છે. તો હવે આપણે ૮૩ મી ગાથાનો ઉપોદ્દાત કરીએ.
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\(૩૦)\\\\\\\\\\\\\\\