________________
ફળરૂપ ભોગ નથી. બધો ભોગ દેહ અને ઈન્દ્રિયોને પુરુષાર્થથી થાય છે, માટે કર્મફળ માનવાની જરૂર નથી. આમ નાસ્તિકપ્રવાહ, આત્મા, ઈશ્વર કે કર્મનો સ્વીકાર કરતો નથી.
હવે આપણે આસ્તિક પ્રવાહ ઉપર દૃષ્ટિ કરીએ. | (૨) આસ્તિક પ્રવાહ – આસ્તિકવાદ આત્મા તરફ દૃષ્ટિ ન કરતાં ઈશ્વરવાદ પ્રત્યે દૃષ્ટિ કરે છે. આસ્તિક લાઈન બરાબર હોવા છતાં આસ્તિક ભાવની દિશા બદલી જાય છે. જેનદર્શન કે આત્મવાદી દર્શન આસ્તિક છે. તે જીવાત્માને પોતાના કર્મ અને તેના ફળના જવાબદાર માને છે. જીવ જે કાંઈ શુભાશુભ ભોગવે છે અને ભોકતા બને છે, તે પોતાના કર્મનું ફળ છે. જયારે ઈશ્વરવાદી દર્શન કર્મફળને માને છે પરંતુ ફળદાતા તરીકે ઈશ્વરને નિયામક માને છે. આસ્તિકવાદની ધારણા છે કે ઈશ્વરનો સ્વીકાર કર્યા વિના જગત વ્યવસ્થા જળવાતી નથી અને જ્યાં વિશ્વવ્યવસ્થા જળવાય નહીં, ત્યાં કર્મફળની વ્યવસ્થા કેમ ન જળવાય? વળી જીવ તો પરાધીન છે. તે પોતાના અશુભ કર્મના ફળ શા માટે ભોગવવા ઈચ્છે? અને કર્મ પણ જડ છે તે ક્યાંથી ફળ આપી શકે? જે શુભ કર્મ છે તે પણ જીવાત્માની ઈચ્છા પ્રમાણે ફળ આપી શકે તેમ નથી. માટે શંકાકાર અહીં કહે છે કે કર્મફળનો આધાર જીવાત્મા નથી. જીવાત્મા ભોકતા છે પણ ઈશ્વર સિવાય તેને શુભાશુભ કર્મના ફળ કોણ આપી શકે? શું ચોર પોતાની સજાનો પોતે સ્વીકાર કરી શકે ? ઘોડો શું અસ્વાર વિના દોડવા માંડે છે ? અર્થાતુ સંચાલક જેમ જરૂરી છે તેમ વિશ્વનિયતાની પણ જરૂર છે. મનુષ્ય લાચાર અવસ્થામાં છે. અશુભ કર્મની જેમ શુભ કર્મ પણ તે સ્વેચ્છાએ ભોગવી શકતો નથી. આ છે ઈશ્વરવાદનું ધરાતલ અને આખો ઈશ્વરવાદ. આખો ઈશ્વરવાદ આસ્તિકવાદ સાથે જોડાયેલો છે, માટે મનુષ્ય સામાન્ય બુદ્ધિથી અને શ્રદ્ધાથી પોતાની નિર્બળતાનો સ્વીકાર કરીને ઈશ્વરને શરણે જાય છે, તેથી આ ગાથામાં કહે છે કે ઈશ્વરને માન્યા વિના જગત વ્યવસ્થા પણ ન જળવાય અને શુભાશુભ કર્મના ભોગ્ય એટલે ભોગવવા લાયક સ્થાન અથવા તેના અધિકરણરૂપ ભોગને પાત્ર તેવા જીવોની વ્યવસ્થા પણ ન જળવાઈ શકે. આટલું કહીને શંકાકાર અહીં વિરામ કરે છે.
આધ્યાત્મિક સંપૂટ : આ ગાથામાં પરોક્ષરૂપે ભોગભાવથી પણ નિરાળો થઈ જીવનો જે અભોકતા ભાવ છે, તેના પણ દર્શન થાય છે. જીવ ભોકતા છે તે વાત જેટલી મહત્ત્વપૂર્ણ નથી તેનાથી વધારે મહત્ત્વપૂર્ણ જીવ અભોકતા છે અને જીવનું જયારે અભોગ્ય સ્વરૂપ અર્થાત કર્મફળથી નિરાળું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે, ત્યારે કર્મફળ માટે જીવ પણ આધારભૂત રહેતો નથી અને ઈશ્વર પણ આધારભૂત રહેતા નથી. જયારે વ્યકિત અસંગ અને નિરાળો બને છે, ત્યારે કર્મફળ દૂર હટી જાય છે. ભોકતાપણું તે કર્મફળનો વિકાર છે અને અભોકતાપણું તે જીવનું શુદ્ધ સ્વરૂપ છે અર્થાત્ અવિકારીદશા છે. સિદ્ધિકારે જે ભોકતા ભાવની સિદ્ધિ કરી છે, તે વ્યવહારદશાથી છે. હકીકતમાં દેહ, પ્રાણ, મન, ઈન્દ્રિયો, આ બધાં ઉપકરણો હાજર છે, ત્યારે જીવ ભોકતા બને છે અને આ બધા કરણ અને ઉપકરણમાં ઉદયભાવ પ્રધાન છે પરંતુ જ્યારે ઉદય ભાવનો પ્રવાહ ઓછો થાય, ત્યારે જીવ સ્વયં ભોકતા ભાવથી નિરાળો થઈ નિરહંકાર દશાને પ્રાપ્ત કરે છે. આ છે ગાથાનું રહસ્ય અને તેનાથી આગળ વધીને તે જીવની જળકમળવત્ જેવી સ્થિતિ આવે છે
\\\\\LN(૨૯૧))