________________
અર્થાતું જીવાત્મા ભોકતા બને છે, તે વેદનીય કર્મનો પ્રભાવ છે પરંતુ જીવ આ બધા ઉદય ભાવનો ડ્રણ બને, તો ભોકતા હોવા છતાં અભોકતા બની જાય છે. જ્ઞાનવૃષ્ટિએ તે ભોકતા નથી, ઉદયભાવે ભોકતા છે, તેથી આ ગાથામાં પરોક્ષભાવે આત્માની અવિકારીદશા અર્થાત્ અભોકતા ભાવના દર્શન થાય છે. શંકા છે તે વ્યવહારિકદશાના પ્રતિકાર પૂરતી છે. પરમાર્થદશામાં હકીકતમાં જીવ ભોકતા નથી. ત્યાં શંકા સત્ય બની જાય છે. ગાથા ઘણી જ રહસ્યમય છે. આટલો આધ્યાત્મિક સંપૂટ વિચારીને ગાથાનો ઉપસંહાર કરીએ અને હવે પછીના સ્વયં સિદ્ધિકારના મંતવ્યોનો જે પરમાનંદ છે તેને માણીએ.
ઉપસંહાર : પૂર્વે આપણે કહી ગયા છીએ કે શંકાના પ્રશ્રો કોઈ સામાન્ય પ્રશ્નો નથી. પરંતુ ભારતવર્ષમાં કે વિશ્વના દાર્શનિક ભાવો કે વૈજ્ઞાનિકવાદ અસ્તિત્વ ધરાવે છે, તે દર્શનો પાપ પુણ્યનો નિષેધ કરી કર્મ કે કર્મના ફળને માનતા નથી. તેના આધારે આ ગાથાનું અવતરણ થયું છે અને ગાથામાં બે બિંદુઓ સામે રાખવામાં આવ્યા છે. (૧) ઈશ્વર સિદ્ધિ અને જગત વ્યવસ્થા (૨) શુભાશુભ કર્મની અવ્યવસ્થા. ઈશ્વરને માને તો વ્યવસ્થા, અને ન માને તો અવ્યવસ્થા. આ બે બિંદુ ઉપર પ્રશ્નનું ઉદ્ભાવન કરેલું છે. તેમજ શુભાશુભ કર્મ પ્રત્યે અને તેના શુભાશુભ ફળ પ્રત્યે ધ્યાન દોર્યું છે. દાર્શનિક દૃષ્ટિ નિષેધભાવમાં પણ વિધિભાવનાં દર્શન કરાવે છે અર્થાત્ શુભ કે અશુભ કર્મ અને તેના ફળ અસ્તિત્વ ધરાવે છે, તે વાતને આધારભૂત માની છે અને આ આધારના આધારે અવ્યવસ્થાનો ઈશારો કર્યો છે, માટે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવશ્યક બની જાય છે. તેથી હવે નિરાકરણની અભિવ્યકિત કરતી પદાવલીનો સ્પર્શ કરીએ.
પULLLLLLL(૨૯૨) LLLLLLLLS