________________
A
માનવાની જરૂર નથી, કદાચ કોઈ એવી શંકા કરે કે ઈશ્વર તો શુદ્ધ અને માયાથી નિરાળું તત્ત્વ છે. તો આ પ્રપંચમાં શા માટે પડે? આ પ્રશ્ન પણ અસ્થાને છે. કારણ કે ઈશ્વરને માનવાથી જ જગતની વ્યવસ્થાનું નિયમન થઈ શકે છે, વિશ્વતંત્ર સુંદર રીતે ચાલી શકે છે. ઈશ્વરને ન માનવાથી પ્રાણીઓ શુભાશુભ કર્મનાં ફળ ભોગવે છે, જે કાંઈ સુખ દુઃખ ભોગવે છે તેની કોઈ વ્યવસ્થા રહેશે નહીં અને ભોગ્યસ્થાનો નિશ્ચિત કરી શકાય નહીં. કયું સ્થાન ભોગ્ય છે? અને કયું સ્થાન અભોગ્ય છે ? કયા કર્મ કયારે ભોગવાય છે અને અન્ય કર્મ કયારેય ભોગવાતા નથી. તેવો બધો ગોટાળો ઊભો થશે, માટે ઈશ્વરનો સ્વીકાર કરવો જરૂરી છે. ઈશ્વરસત્તાનો જે સ્વીકાર છે, તે માનવીની બુદ્ધિના આધારે છે. પશુ સૃષ્ટિમાં કે પ્રાણી જગતમાં જયાં બુદ્ધિવાદનો ઉદ્ભવ નથી અને માનસિક દશા અવરુદ્ધ છે, ત્યાં કોઈ પણ પ્રકારના કર્મ, ઈશ્વર કે બીજા ધર્મ-અધર્મના વિચારો ઉત્પન્ન થતા નથી. તે પ્રાણી ફકત સુખ દુઃખના અધિકારી છે અને દુ:ખમાંથી મુકત થવા માટે પ્રયત્નશીલ છે. સુખદુઃખના કારણનો કે તેના કર્તાનો ત્યાં કશો વિચાર નથી. જયાં કારણ અને કર્તાનો વિચાર નથી, ત્યાં શુભાશુભ કર્મનો પણ વિચાર નથી. સમસ્ત વિશ્વની જીવરાશિમાં વિશાળ ભાગ આ પ્રકારના જીવાત્માનો છે. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો મનોદશા ધરાવતા નથી અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ હોય કે અવિકસિત દશાવાળા મનુષ્ય હોય, તે પણ સુખદુઃખના અનુભવ ઉપરાંત બીજું કોઈ ચિંતન ધરાવતા નથી. તો આવા પ્રાણીઓની સામે કર્મ, ઈશ્વર કે કર્મફળ જેવા પ્રશ્ન નથી અને તે બધા પ્રાણીઓ ઈશ્વરની શ્રદ્ધા વિના નિયમિત રૂપે કર્મ ફળ ભોગવતાં હોય છે. આ બધા જીવો પ્રત્યક્ષ ભોકતા છે જ અને તેનો ભોગ ભાવ પણ નિશ્ચિત છે. એટલે અહીં ભોકતા નથી તે કહેવાનો મતલબ એ છે કે તે કોઈ ખાસ કર્મનાં ફળનો ભોકતા નથી અને તે બાબત તેને કશો વિચાર પણ નથી. જીવોનો ભોગ પ્રત્યક્ષ છે. તે ભોગ તો માનવો જ રહ્યો, ચાહે સુખભોગ હોય કે દુઃખભોગ હોય, આવું જે ભોગતત્ત્વ સિદ્ધ છે, પ્રસિદ્ધ છે, પ્રત્યક્ષ છે, તેમ છતાં બુદ્ધિવાદના જોરે કેવળ પ્રતિવાદ કરવામાં આવ્યો છે.
બુદ્ધિના બે પ્રવાહો – મનુષ્યની બુદ્ધિમાં પ્રાકૃતિક રીતે બે પ્રવાહો પ્રવાહિત છે. આસ્તિક ભાવ અને નાસ્તિકભાવ. શ્રદ્ધા અને અશ્રદ્ધા, તત્ત્વોનો સ્વીકાર અને અસ્વીકાર, વિચાર અને અવિચાર, આ બે પ્રવાહો બુદ્ધિશાળી વર્ગના માનસિક ક્ષેત્રમાં પ્રવાહિત હોય છે. - (૧) નાસિક પ્રવાહ – નાસ્તિક ભાવ ફકત સુખદુઃખનો અનુભવ કરી ત્યાં જ અટકે છે. પરંતુ તેના ઉપર જે કાંઈ ચિંતન થયું છે કે ધર્મ-અધર્મનો જે કાંઈ વિચાર થયો છે, તેનો પ્રતિકાર કરે છે. આવો નાસ્તિકભાવ કર્મફળ સાથે પણ જોડાયેલો છે પરંતુ મનુષ્યનું નાસ્તિક મન દુઃખ તે અશુભ કર્મનું ફળ છે અને સુખ તે શુભકર્મનું ફળ છે, તેમ માનવા તૈયાર થતું નથી. નાસ્તિક ભાવના પણ કારણ છે અને તે કારણ તેનો કર્મ પ્રત્યેનો અનુરાગ છે. અશુભ કર્મમાં પણ તેને પાપકર્મનો સ્વાદ આવે છે, તે કર્મ પ્રત્યે તેને અનુરાગ થાય છે, તેથી તે કર્મ છોડવા તૈયાર થતો નથી. તેનાથી વિપરીત શુભ કર્મમાં તેને અનુરાગ થતો નથી અને સારાં કર્મથી સારું ફળ મળશે તેવું તેનું મન સ્વીકારવા તૈયાર થતું નથી. તેથી શુભ ફળ અને અશુભ ફળ બંને વિષે અવિશ્વાસ ઉત્પન્ન કરે છે. નાસ્તિક પ્રવાહના આધારે તે બોલી ઊઠે છે કે શુભાશુભ ફળ તે કોઈ ખાસ કર્મના
Sub\\\\\\\\\\(૨૯૦) SSSSS