________________
મનુષ્યના મનને આશ્ચર્ય પમાડે છે. આટલું સૂક્ષ્મ રીતે પદાર્થનું નિર્માણ કોણે કર્યું? મનુષ્યના શરીરમાં વાત-પિત્ત અને કફની વ્યવસ્થા તથા હજારો નાડીનું સુતંત્ર, આંખના પલકારા અને હૃદયના ધબકારા વગેરે નિયમિત રીતે ચાલતા રહે છે, તેનું જે નિર્માણ થયું છે, તે કોઈ માનવીના હાથમાં નથી, એ રીતે વિરાટ પદાર્થોમાં પણ સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રની નિયમિત ગતિ, પંચભૂતનું યોગ્ય નિયંત્રણ વગેરે ક્રિયાનું બુદ્ધિશાળી મનુષ્યને જ્યારે દર્શન થાય છે, ત્યારે તેના નિયંતા તરીકે એક મહાશકિતનો સ્વીકાર કરે છે અને તેને ભગવાન કે ભગવતી કહીને શ્રદ્ધાપૂર્વક તેનો આદર કરી, તેની સ્થાપના કરી પૂજા કરવા લાગે છે. આ બધા પ્રબળ કારણોને લીધે ઈશ્વરવાદનો ઉદ્ભવ થયો છે. ઈશ્વર વિષે એક સંપૂર્ણ દર્શન અસ્તિત્વમાં આવ્યું છે. ઈશ્વરવાદની શ્રદ્ધામાં અનીશ્વરવાદના બધા તર્ક લંગડા થઈ જાય છે અને બોલી ઊઠે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય આ છે ઈશ્વર સિદ્ધિના કે ઈશ્વર શ્રદ્ધાનાં કારણો. જગતની નિયમ વ્યવસ્થામાં ભકતને ઈશ્વરનાં દર્શન થાય છે. તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યકિત અહીં એ જ પ્રશ્ન પૂછે છે કે ઈશ્વરને માન્યા વિના કેમ ચાલશે? અને ઈશ્વરને માન્યા વિના શુભાશુભ કર્મનાં જે કાંઈ ભોગકેન્દ્ર છે કે જે જીવો કર્મભોગના અધિકારી છે, તે બધી વ્યવસ્થા પણ તૂટી પડશે. જેમ સરકારના અભાવમાં કે રામના અભાવમાં સમાજતંત્ર કે રાજયવ્યવસ્થા તૂટી પડે છે અને સારા-નરસાનો કશો વિવેક રહેતો નથી, દુષ્કર્મ કરનારને સજા મળતી નથી, સારા કર્મ કરનાર સજાના પાત્ર બને, આ રીતે બધું અવ્યવસ્થિત થઈ જાય, તેથી ઈશ્વરનો સ્વીકાર કર્યા વિના શુભાશુભ કર્મની વ્યવસ્થા જળવાશે નહીં, માટે આ ગાથામાં એક સરલ પ્રશ્ન ઊભો કર્યો છે કે ઈશ્વરને માન્યા વિના જગતના નિયમો કેમ જળવાઈ શકે ? અને નિયમોની જાળવણી ન થાય, તો સારા નરસા કર્મોનાં જે કાંઈ સુફળ કે દુષ્કળ આવે છે, તેને ભોગવનાર જીવની કોઈ વ્યવસ્થા રહે નહીં, બધા ભોગ્યસ્થાનો વેરવિખેર થઈ જાય. ઘરમાં માલિક ન હોય તો ઘર ન ધણિયાતું થઈ જાય છે, તે રીતે અહીં ઈશ્વરની આવશ્યકતા છે તેમ તર્ક આપીને મૂળવાત એ કહેવા માંગે છે કે જીવ પોતાના કર્મફળ ભોગવતો નથી. જીવ ભોકતા નથી પરંતુ તેનો ભોગભાવ ઈશ્વરને આધીન છે. આખી ગાથાનો સારાંશ એ છે કે જીવ કર્મરૂપ ફળ ભોગનો પાત્ર નથી. પરંતુ જે કાંઈ ભોગવાય છે, તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ભોગવાય છે. અહીં ભૂલવું ન જોઈએ કે ઈશ્વર પણ કર્મફળનું જે કાંઈ પરિણામ આપે છે, તે જીવનાં કર્મ પ્રમાણે જ આપે છે. આ વાતનું અહીં પ્રયોજન નથી. એટલે વાત ગૂઢ રાખવામાં આવી છે. હવે આપણે પાછલી ત્રણે ગાથાનો એક સળંગ રીતે વિચાર કરશું, ત્યારે જ એક પૂરો પાઠ, પુરું અધ્યયન સમજાશે. ત્રણેય ગાથાઓ એક સૂત્રમાં બંધાયેલી છે. તેના માટે આપણે નીચેનો એક પેરેગ્રાફ લખ્યા પછી વિચાર કરીએ.
જીવાત્માને કર્મનો કર્તા માન્યા પછી પણ તે ભોકતા નથી, જો કે જીવ કર્મ ભોગવે તો છે પરંતુ જે કાંઈ ભોગવે છે તે કર્મનું ફળ નથી. કર્મ બિચારાં કોઈ આવું ફળ આપી શકતાં નથી. કારણ કે કર્મમાં કોઈ સમજણ નથી. તેથી સ્વતઃ ભોગ પરિણામ પામે છે અથવા જો કર્મ આવાં પરિણામ આપી શકતાં નથી, તો શું આપણે ઈશ્વરને ફળદાતા માની લઈએ તો કર્મભોગની બધી વ્યવસ્થા બરાબર થઈ જાય છે ? ભોગનો નિયામક ઈશ્વર બધા ફળ આપી શકે છે. કર્મફળ
NSSSSSSS
\\\\\\\\\\\\\\\(૨૮૯)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\S