________________
પંકિતમાં જોડાયેલા રહે, ત્યારે તંત્ર ચાલી રહ્યું છે. આ ગાથામાં પ્રતિપક્ષીની આ પ્રબળ શંકા છે, સિદ્ધિકારે આ દાર્શનિક માન્યતાના આધારે તેનું ઉદ્ભવન કર્યું છે. આ સહજભાવે બોલાયેલી શંકા નથી, પરંતુ આ શંકાની પાછળ તેની વિરાટ પૃષ્ઠભૂમિ છે અને ઈશ્વર કતૃત્વની કે ફળદાતા ઈશ્વરની ગંભીર ચર્ચા પણ આ શંકાની પ્રતિછાયા છે. સિદ્ધિકારે અહીં આ ગાથામાં ભકિત માર્ગમાં ઈશ્વરસિદ્ધિનો જે મહામંત્ર છે તેનું શંકારૂપે પ્રતિપાદન કર્યું છે.
જો જૈનદર્શનની વ્યવસ્થાને સ્વીકારવામાં ન આવે અને પદાર્થની જે સ્વાભાવિક શકિત છે તે શકિતને વૃષ્ટિગોચર ન કરે, તો વિશ્વ વ્યવસ્થા માટે કોઈ એક મહાસત્તાને સ્વીકારવી પડે છે, તેવી અભિવ્યકિત શંકાકારે કરી છે. જો કે જૈનદર્શનની વ્યવસ્થાને ન માનનારા બીજા ઘણાં અનીશ્વરવાદી દર્શનો છે, જે ઈશ્વરની સત્તાને માન્યા વિના પણ વિશ્વ વ્યવસ્થાનો સ્વીકાર કરે છે અને અન્ય અન્ય રીતે નિયમોનું પ્રતિપાદન કરે છે. તે દર્શનોમાં પણ કર્મવ્યવસ્થાનો લગભગ સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે નાસ્તિકદર્શન કર્મવાદને માનતું નથી પરંતુ બાકીના દર્શનો શુભાશુભ ભોગોનો સ્વીકાર કરે છે. અહીં મુખ્ય ચર્ચા ભોગની નથી પણ ભોગનાં કારણોની છે અને કારણમાં આ શંકામાં મુખ્ય સ્થાન ઈશ્વરને આપવામાં આવ્યું છે, આ છે શંકા. - ઈશ્વરવાદનો ઉદ્દભવ : પ્રશ્ન એ છે કે ઈશ્વરવાદનો ઉદ્ભવ કેમ થયો? જૈનદર્શનમાં શું ઈશ્વરવાદ સ્વીકાર્ય નથી ? જયાં સુધી મનુષ્ય અજ્ઞાનદશામાં છે, ત્યાં સુધી તે દૃશ્યમાન જગતને જુએ છે પરંતુ તેના વિષે વધારે ચિંતન કરી શકતો નથી. જે બુદ્ધિમાન જીવ છે અને જેને વાચા અને મન છે, તે પોતાની અવસ્થા વિષે કે દૃશ્યમાન જગતની અવસ્થા વિષે વિચાર કરતો થઈ જાય છે. અજ્ઞાનદશામાં જીવ ફકત સુખદુઃખની પર્યાયનો અનુભવ કરે છે. જયારે દુઃખનો અતિરેક થાય છે, ત્યારે તેનું મન પોકારી ઊઠે છે. આટલું મોટું દુ:ખ મને કોણે આપ્યું? પોતાની નિર્બળતા અને પરાધીન અવસ્થાને કારણે બહારમાં કોઈ શકિત છે, તેવું તેને લાગે છે. જેની અવકૃપાથી મારી પીડા ઊભી થઈ છે. આમ મનુષ્યની નિર્બળતા પણ એક મહાશકિતરૂપ ઈશ્વરમાં વિધ્વાસ કરવા માટે મનુષ્યને બાધ્ય કરે છે.
તેનાથી પણ બીજું મોટું કારણ આ છે – વિશ્વની જે કોઈ આધિદૈવિક, આધિભૌતિક પ્રચંડ ઘટનાઓ ઘટે છે અને ધરતીકંપથી લઈ સમુદ્રનાં વિશાળ તોફાનો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જેવા. ભયંકર પ્રસંગો ઊભા થાય છે, જે મનુષ્યના હાથમાં નથી, તેમાં કોઈ લોકશકિત જોડાયેલી છે. આ બધી ઘટનાઓની લગામ કોઈ મહાશકિતના હાથમાં છે અને તે મહાશકિત ઈશ્વર સિવાય કોણ હોઈ શકે? આ રીતે મનુષ્યનાં મનમાં ઈશ્વરનું નિર્માણ થાય છે અને મનુષ્ય નતમસ્તક બની તેની પૂજા કરે છે.
ઈશ્વર ઉભવનાં બીજા કેટલાય નાના મોટા કારણો છે. મનુષ્ય કરેલાં સત્કર્મોનું ફળ આપનાર કોઈ હોવા જોઈએ. તેમ માનીને કર્મનાં ફળ આપવા માટે પ્રાર્થના પરંપરા ઊભી કરે છે.
આથી વિશેષ એક પ્રબળ કારણ છે. જે ઘણું જ ચિંતનીય છે. નાની નાની ચીજમાં પણ ઉત્તમ વ્યવસ્થાના દર્શન થાય છે. જીવની ઉત્પત્તિના વિશેષ નિયમો અને તેની સુઘડ વ્યવસ્થા, તે