________________
પ્રગટ કરવાની ના પાડે છે.
મૂળભૂત પ્રશ્ન : જીવોનો જે ભોગભાવ છે અથવા ભોકતૃત્વ છે, તેની આ ગાથામાં વ્યાખ્યા કરવામાં આવી નથી. ભોકતૃત્વ એટલે શું? ભોગપક્ષમાં ભોગની ત્રણ ભૂમિકાઓ દૃષ્ટિગત થાય છે. પ્રથમ ભૂમિકામાં જીવ વેદન કરે છે, સંવેદન કરે છે, પછી તે સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય તે ભોગભાવની પ્રથમ ભૂમિકા છે. જીવ સ્વયં ઈચ્છાથી ભોગવે છે કે પરાધીન ભાવે ભોગવે છે? પરાધીન ભાવે ભોગવે છે અને ભોગ માટે કોઈ ફરજ પાડનાર છે, તે ભોગ ભાવની બીજી ભૂમિકા છે. ભોગભાવમાં કોઈ શકિતનો પણ સંચાર થાય છે. આ શકિત, તે જીવની વીર્યશકિત છે અર્થાત્ વીર્ય ન હોય તો ભોગક્રિયા રૂપાંતરિત થાય છે, આ ત્રીજી ભૂમિકા છે. આ ત્રણ ભૂમિકાના આધારે આ પ્રશ્ન ઊભો કરવામાં આવે છે કે ભોગનો નિયતા કોણ છે અર્થાતુ ભોગરૂપી ફળ આપનાર કોઈ શકિત હોવી જોઈએ. સૈદ્ધાંતિક રીતે કર્મને કારણ માનવામાં આવે છે, જયારે વ્યવસ્થાની દૃષ્ટિએ ફળદાતા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
શંકા એ છે કે સુખદુઃખ રૂપી ફળ કોઈ કર્મનું ફળ નથી પણ ફળદાતા ઈશ્વર છે.
એક ખુલાસો : જે દર્શન અથવા જે વ્યકિત શ્રદ્ધાભાવે ઈશ્વરને ફળદાતા માને છે, તેઓ પણ કર્મનો અપલાપ કરતાં નથી. અર્થાત્ કર્મવાદનો સ્વીકાર કરે છે અને ઈશ્વર મધ્યસ્થ હોવા છતાં તે અન્યાય ભાવે ફળ આપતા નથી પણ જીવના કર્માનુસાર ફળ આપે છે. એટલે ઈશ્વરવાદમાં પણ કર્મવાદનો પૂરો સમાવેશ છે, તે ભૂલવું ન જોઈએ, અહીં તો ફકત શંકાનો વિસ્તાર કરવા માટે અને પ્રસિદ્ધ માન્યતાને સ્થાન આપવા માટે ફળદાતા તરીકે ઈશ્વરને સંબોધ્યા છે. શંકાકાર સ્વયં ના પાડે છે કે એવી શંકા કરવાની જરૂર નથી કે ફળદાતા તરીકે ઈશ્વરને માનવાથી ઈશ્વરપણું ખંડિત થાય છે. ઈશ્વર નિર્વિકાર છે તે સત્ય છે પરંતુ તેમને માનવાની જરૂર છે. જેનો ૮૧ મી ગાથામાં પુનઃ ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સારાંશ એ થયો કે..
એમ કહે ઈશ્વરતણું... કોઈ પણ વાકયમાં “એમ કો એવો જો ઉલ્લેખ કરવામાં આવે તો તેનો અર્થ એ છે કે જે કહીએ છીએ તે યોગ્ય નથી. ઉદાહરણ રૂપે “એમ કહ્યું કે ચોર સારો છે, તો તે વાકય ઉભાવન કરે છે કે ચોરને સારો કહી શકાય નહીં, એમ કહેવામાં અનર્થ ઉત્પન્ન થાય છે. એ જ રીતે આ ગાળામાં સ્વયં શંકાકાર કહે છે કે એમ કહેવાથી અર્થાત્ ઈશ્વરને કર્તા કહેવાથી ઈશ્વરનું ઈશ્વરપણું ખંડિત થાય છે, તેથી તેમ કહી શકાય નહીં કારણ કે ઈશ્વર તો સાર્વભૌમ સત્તા છે અને આગળની ગાથામાં સિદ્ધિકાર પણ આ જ વાતનો ઉલ્લેખ કરે છે માટે આ ગાથાનું આ ત્રીજું અને ચોથું પદ અટપટી રીતે ત્રિવિધ ભાવને પ્રગટ કરે છે. આપણે બંને ભાવ ઉપર પ્રકાશ નાંખીએ,
(૧) પ્રથમ એવો અર્થ નીકળે છે કે શંકાકારની સામે પુનઃ કોઈ પ્રતિપક્ષી શંકા કરે છે કે ઈશ્વરને મધ્યસ્થ રાખવાથી કે ફળદાતા માનવાથી અનેક રીતે વ્યાખ્યા કરવાથી ઈશ્વરનું ઈશ્વરપણું પ્રદર્શિત થતું નથી. વળી ઈશ્વર એ નિર્દોષ તત્ત્વ છે. તેમાં આવી માયાજાળનો સંભવ નથી, માટે
NIS(૨૮૨) SSSS